અમદાવાદ કુમકુમ મંદિર ખાતે દિપાવલી પ્રસંગે સેવા – સમર્પણનો સંદેશ આપતી ભવ્ય રંગોળી કરાઇ તૈયાર, જુઓ Video
સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણીનગર - અમદાવાદ ખાતે દિપાવલી - પ્રસંગે સેવા - સમર્પણ - શ્રદ્ધા - સંતોષનો સંદેશ આપતી ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
દીપવલીના પર્વને ધામધૂમ થી ઉજવવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવાનો રાજમાર્ગ છે.
તેથી દીપાવલી અને નૂતન વર્ષ પ્રસંગે આપણે સૌ કોઈએ આ ચાર ગુણ આપણા જીવનમાં ઉતરે એવો પ્રયત્ન કરવો જોઈએ. આ ચાર ગુણથી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. એથી આ ચાર ગુણ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
આ સાથે કુમકુમ મંદિરમાં બીજી એક રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી. આપણે સૌ કોઈએ ભગવાનને પ્રાર્થના કરીને દીપનું પૂજન નિત્ય કરવું જોઈએ. તેથી દીપની પણ રંગોળી તૈયાર કરવામાં આવી હતી અને મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ઘંટ વગાડવામાં આવે છે. તેથી તે ઘંટ પણ રંગોળીમાં દર્શાવવામાં આવ્યો હતો.
Follow Us
Latest Videos
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
