AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના 44 ગામોમાં VYO દ્વારા કાર્યરત જલ સંરક્ષણ અભિયાન અંતર્ગત રિચાર્જ બોરવેલનું લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું

ગુજરાતના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 44 ગામોમાં રિચાર્જ બોરવેલનું લોકાર્પણ સંપન્ન થયું. જેમાં જામનગર જિલ્લામાં 10, રાજકોટ જિલ્લામાં 11, ગાંધીનગર જિલ્લામાં 18, અમરેલી જિલ્લામાં 19, જુનાગઢ જિલ્લામાં 15, તથા સાબરકાંઠા જિલ્લામાં 2, ગામોમાં VYO ના માધ્યમથી કાર્યરત બનેલા રિચાર્જ બોરવેલ લોકાર્પિત થયા.

ગુજરાતના 44 ગામોમાં VYO દ્વારા કાર્યરત જલ સંરક્ષણ અભિયાન અંતર્ગત રિચાર્જ બોરવેલનું લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું
Chirag Shah
| Edited By: | Updated on: Jun 20, 2024 | 11:35 PM
Share

વૈષ્ણવાચાર્ય પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષયમાં VYO દ્વારા કાર્યરત જલ સંરક્ષણ અભિયાન અંતર્ગત ગુજરાતના ગામોમાં 75 રિચાર્જ બોરવેલ કાર્યરત કરવાના અભિયાનને સાકાર કરવાનો અભિગમ સાકાર થઇ રહ્યો છે ત્યારે આજ રોજ ગાંધીનગરના સિવિલ કેમ્પસ સ્થિત GMERS મેડિકલ કોલેજ ઑડિટોરિયમ ખાતે ગુજરાતના ગાંધીનગર, રાજકોટ તથા જામનગર જિલ્લાના 31 ગામોમાં કાર્યરત બનેલા રિચાર્જ બોરવેલ લોકાર્પણ થયા બાદ, VYO ના તત્વાવધાનમાં નિર્માણ પૂર્ણ થઈ ગયેલ 44 વધુ બોરવેલ લોકાર્પણ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં આયોજિત આ સમારંભમાં મુખ્ય અતિથિ તથા ઉદઘાટક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી શ્રીમાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બોરવેલનું ડિજિટલ લોકાર્પણ સંપન્ન થયું હતું.

ગાંધીનગર જિલ્લાના ચંરૂલા, બાલવા, ડભોડા, છાલા, દશેલા, જગુદણ, મોતીપુરા, ટીંડોળા, સોનારડા, નારદીપુર, અને લીંબડીયા, તેમજ અમરેલી જિલ્લાના સૂર્યપ્રતાપગઢ, અનિડા, નવા ઉજળા, વડેરા, વરૂડી, પ્રતાપપરા, નાના આંકડીયા, શેડુભાર, ઈશ્વરીયા, વરસડા, કેરીયાનાગસ, મતીરાળા, સલડી, લાલાવદર, દેવરાજીયા, મોટા દેવળીયા, ગાળ કોટડી, તથા ખાખરીયા , જુનાગઢ જિલ્લાના ઇવનનગર, ગોલાધર, મજેવડી, પત્રાપસર, માખીયાળા, આંબલીયા, જાલણસર, વાણંદિયા, વડાદ, ચોકલી, અલિન્દ્રા, અરણીયાળા, હાથરોટા, થાણાપીપળી, અજાબ, તેમજ સાબરકાંઠા જિલ્લાના બે ગામોમાં રિચાર્જ બોરવેલ કાર્યરત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી એ VYO અંતર્ગત 44 બોરવેલ ના લોકાર્પણ પ્રસંગના અનુસંધાનમાં ઉદબોધનમાં કરતા જણાવ્યું કે VYO ના સંસ્થાપક અને વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી નાં ધાર્મિક અને સમાજ સેવાના કાર્યની સરાહના કરી હતી. સરકાર દ્વારા બોરવેલની વ્યવસ્થા તો થઈ છે પણ એના રિચાર્જનો વિચાર આવવો એ ખૂબ ઉમદા છે, પાણી બચાવી પાણીદાર ગુજરાતની વાત કરી. એમણે એ પણ જણાવ્યું કે આપણે પાણીને ઉત્પન્ન નથી કરી શકતા તો એને બચાવવાનું આ ઉમદા કાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી અને આ સંગઠન ને આવ્યું તે ખૂબ પ્રશંસાને પાત્ર છે. કારણ કે કોરોના સમયમાં આપણે સૌએ જોયું કે મફત મળતી વસ્તુ ની આપણે કિંમત નથી કરતા પણ કોરોના સમયમાં આપણને ખબર પડી ગઈ કે ઓક્સિજનનું કેટલું મહત્વ છે ગમે તેટલા પૈસા હશે, સગવડો હશે, છતાં કુદરત દ્વારા અપાતી વસ્તુ ની કિંમત આપણે ન કરીએ, ઓક્સિજન ન હોય તો શું થાય? માટે આપણને મફત મળેલ જીવન જરૂરીયાતમાં પાણીનું મહત્વ અને એની બચત આજે ભવિષ્યમાં સંકટ આવે એ પહેલા VYO અને આચાર્યશ્રીએ સમજી ચૂક્યા છે અને પાણી પહેલા પાળ બાંધી છે આવો ધારદાર ગુજરાતમાં હું આપ સૌને અભિનંદન આપું છું.

પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ પોતાના આશીર્વચન દરમ્યાન આ પ્રસંગને યાદગાર બનવા પાછળનું કારણ દર્શાવ્યું હતું કે આજે નિર્જળા એકાદશી છે અને 18 તારીખ છે. 18 એટલે 1 + 8 = 9 શુભ આંકડો છે, એકાદશી 1 + 1 = 2 બંનેનો સરવાળો 11 જ રહે છે જે શુભ નું સૂચન કરે છે અને નિર્જળા એકાદશી કે જે બધી એકાદશીમાં સૌથી મહત્વની ફળદાઈ છે, આવા દિવસે ઉપસ્થિત રહીને સમયનું યોગદાન આપેલ સર્વને પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા. આજનો પ્રત્યેક નાગરિક પ્રકૃતિને સંરક્ષિત કરવાના કાર્યમાં મજબૂતાઈ થી જોડાઈ જાય તો ભવિષ્યની પેઢીઓને સુરક્ષતિ જીવનશૈલી પ્રદાન કરવામાં વર્તમાનનો બહુ મોટો ભાગ ભજવાશે. પૂજ્ય મહારાજશ્રીએ કુવાના પાણીનું મહત્વ સમજાવ્યું જે આપણી સંસ્કૃતિ છે પાણીના ઉભા ગ્લાસ અને બોટલો પોર્ટુગલ જેવી પાશ્ચાત સંસ્કૃતિમાંથી આવેલું કલ્ચર છે.

ઉભા વાસણ ના જલમાં એક સ્ટ્રેસ રહેલું હોય છે શાંત નથી હોતું, જ્યારે કૂવામાં કે લોટામાં રહેલું જલ શાંત હોય છે જે પીવાથી સ્ટ્રેસ દૂર થાય છે. આ એક સાયન્સની પણ સમજ આપી. આપણે પણ આપણા વડવાઓની જેમ લોટામાં પાણી પીવું જોઈએ આમ પૂજ્ય શ્રી એ આપણી જૂની સંસ્કૃતિને પાછી લાવવાનું અને જનજન સુધી એનો લાભ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ થકી ખેતીમાં, પાણીના બચાવમાં અને પાણીની ગુણવત્તા વધારવાના પ્રયાસમાં રિચાર્જ બોરવેલની અહેમ ભૂમિકા રહેશ.

VYO દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ઉપલક્ષ્યમાં આરંભાયેલા આ સેવા યજ્ઞના પ્રથમ ચરણમાં જયારે 31 રિચાર્જ બોરવેલ ગુજરાતના 31ગામોમાં લોકાર્પિત થયા હતા અને એ જ પ્રકારે આજે ગુજરાતના અન્ય 44 ગામોમાં આ રિચાર્જ બોરવેલ કાર્યરત કરીને ભારતના અમૃત મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રને 75 રિચાર્જ બોરવેલની સેવા ભેટ સમર્પિત થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે જળ, વાયુ પરિવર્તન જે વૈશ્વિક સમસ્યા છે અને દેશ અને રાજ્યમાં જળ સંસાધનોના ઘટાડાને ગંભીર સમસ્યારૂપે એની નોંધ લઇને એ દિશામાં પ્રતિબદ્ધતાથી કાર્ય કરવાના અભિગમ સાથે VYO દ્વારા કાર્યરત જળ સંરક્ષણ અભિયાન દ્વારા ગુજરાતના 50,000 ઘરોમાં વરસાદી પાણીને સંગ્રહ કરવાનું અભિયાન સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યું છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">