AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : અમદાવાદ કુમકુમ મંદિરનો ફૂલદોલોત્સવ, સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની પરંપરા

કુમકુમ મંદિરે ભવ્ય ફૂલદોલોત્સવ ઉજવાયો, જ્યાં સ્વામિનારાયણ ભગવાનને ગુલાલ અને કેસૂડાના જળથી રંગવામાં આવ્યા. આ 200 વર્ષ જૂની પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મહત્વ ધરાવે છે.

Chirag Shah
| Edited By: | Updated on: Mar 14, 2025 | 6:47 PM
Share

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુલાલ અને કેસૂડાંના જળથી સ્વામિનારાયણ ભગવાનને રંગવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ૨૦૦ વર્ષથી આ પવિત્ર ફૂલદોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

વિશિષ્ટ ઉજવણી

શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર – મણિનગર દ્વારા ધૂળેટી – ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા અને ગુલાલ તથા કેસૂડાંના જળથી રંગવામાં આવ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમ

નંદપદવીના સંતો દ્વારા રચિત કીર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું. બાદમાં સર્વે ભક્તોને ધાણી, ખજૂર અને ચણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો.

સંતોનું નિવેદન

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફૂલદોલોત્સવ એક શિરમોર ઉત્સવ છે.  સ્વામિનારાયણ ભગવાન દ્વારા વિવિધ સ્થળોએ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે.

ઇતિહાસ અને પરંપરા

ગઢડા, લોયા, બોટાદ, સરંગપુર અને વડતાલ જેવા સ્થળોએ ફૂલદોલોત્સવની ભવ્ય ઉજવણીની પરંપરા રહી છે. વડતાલમાં ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને તેમના બાર – બાર સ્વરૂપે ભક્તોને દર્શન કરાવ્યા હતા.

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">