AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલે U-19 બોયઝ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં મેળવ્યો વિજય

ભગવતી ઈન્ટરનેશનલ સ્કૂલ, પાટણ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત CBSE ક્લસ્ટર XIII U-19 બોયઝ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં અમદાવાદ બોપલમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલ ગોલ્ડ મેડલ મેળવી વિજયી બની છે.

અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ, બોપલે U-19 બોયઝ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં મેળવ્યો વિજય
Chirag Shah
| Edited By: | Updated on: Sep 11, 2024 | 6:28 AM
Share

ફૂટબોલની આ CBSE ક્લસ્ટર XIII U-19 બોયઝ ટુર્નામેન્ટમાં 32 ટીમો સ્પર્ધામાં ઉતરી હતી, જેમાં શાંતિ એશિયાટિક સ્કૂલની ટીમે અસાધારણ કૌશલ્યનુ પ્રદર્શન કર્યું હતું, અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પ્રતિસ્પર્ધિ ટીમોને કોઈ ગોલ કરવા દીધા ન હતા, અને ક્લીન શીટ તરીકે રેકોર્ડ જાળવી રાખ્યો હતો.

ધોરણ સાતના ગોલ કીપર પંથ સુતરિયાના શાનદાર પ્રદર્શનને કારણે કોઈપણ વિરોધી ટીમ કોઈ પોઈન્ટ મેળવી શકી નહીં. ધોરણ 12ના કેપ્ટન સક્ષમ શર્માની આગેવાનીએ આમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને નોંધપાત્ર સિદ્ધિ મળી હતી. આ સાથે શાંતિ એશિયાટિક સ્કૂલ 12મી ઓક્ટોબર 2024ના રોજ ભોપાલમાં યોજાનાર CBSE નેશનલ્સમાં CBSE ક્લસ્ટર XIII નું પ્રતિનિધિત્વ કરશે.

  • મેચ 1: BVBM સુરત સામે – સ્કોર: 5-0
  • ક્વાર્ટર ફાઈનલ: આગા ખાન સ્કૂલ સામે, મુન્દ્રા – સ્કોર: 7-0
  •  સેમિફાઇનલ: ચૈતન્ય સ્કૂલ સામે, ગાંધીનગર – સ્કોર: 1-0
  • ફાઈનલ: DCIS સામે, મહેસાણા – સ્કોર: 1-0

g clip-path="url(#clip0_868_265)">