શાંતિ બિઝનેસ સ્કૂલમાં બ્લાઇન્ડ્સ પીપલ એસોસિએશનના સહયોગ સાથે “ધ રાખી રેડિયન્સ” યોજાયો
શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિધ્યાર્થીઓ દ્વારા અંધજનોએ બનાવેલી રાખડીઓના પ્રદર્શન અને વેચાણ માટે "ધ રાખી રેડિયન્સ" યોજાયો. "ઈવેન્ટ દરમિયાન રૂપિયા 49,000 ની રાખડીઓનુ વેચાણ થયું હતું, જેનો સીધો ફાયદો વિઝ્યુઅલી ચેલેન્જ્ડ કારીગરોને થયો.
SBS ના ડાયરેક્ટર ડૉ. નેહા શર્માના માર્ગદર્શન હેઠળ, માર્કેટિંગ ક્લબ ઑફ શાંતિ બિઝનેસ સ્કૂલના વિધ્યાર્થીઓએ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન સાથે મળી વિઝ્યુઅલી ચેલેન્જ્ડ વ્યક્તિઓને તેમની હાથથી બનાવેલી રાખડીઓ વેચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને સશક્ત બનાવવા માટે ‘ધ રાખી રેડિયન્સ’ ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ શાંતિ બિઝનેસ સ્કૂલના ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા સંયુક્ત પ્રયાસ હતો.
ઈવેન્ટનો પ્રાથમિક ઉદ્દેશ્ય બ્લાઈન્ડ કારીગરોને તેમની હાથથી બનાવેલી રાખડીઓના વેચાણમાં મદદ કરવાનો અને આ પહેલમાં સામેલ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને વેચાણ કૌશલ્ય શિખવવાનો હતો. સેવા કરવાના ઉમદા હેતુ માટે, આ કાર્યક્રમ શાંતિ બિઝનેસ સ્કૂલ કેમ્પસ, શાંતિ કોર્પોરેટ ઓફિસ, અને તેમજ સંસ્થાની નજીકની સોસાયટીઓ જેવા વિવિધ સ્થળોએ યોજવામાં આવ્યો હતો.
લોકો દ્વારા મળેલા જબરજસ્ત પ્રતિસાદે ઇવેન્ટની સફળતામાં ફાળો આપ્યો હતો, જ્યાં ઈવેન્ટ દરમિયાન રૂ.49,000 ની રાખડીઓનુ વેચાણ થયું હતું, જેનો સીધો ફાયદો વિઝ્યુઅલી ચેલેન્જ્ડ કારીગરોને થયો હતો.
રાખી રેડિયન્સ” રક્ષાબંધનની ભાવનાની ઉજવણી સાથે વિદ્યાર્થીઓને સામાજિક જવાબદારી પ્રત્યે સભાન બનાવવામાં પ્રેરણા રુપ રહેશે. આ ઇવેન્ટ સહાનુભૂતિ, સમજણ અને સમુદાયની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ હતી.”