Plastic Bottle Broom Viral Video : પ્લાસ્ટિક બોટલને રિસાઈકલિંગ કરીને બનાવ્યું ઝાડુ, લોકોએ કહ્યું-આઈડિયો સારો છે પણ….

Plastic bottle broom viral video : પ્લાસ્ટિકને ખતમ કરવાની કોઈ રીત નથી, પરંતુ તેને ફક્ત રિસાયકલ કરી શકાય છે અને આ સૌથી યોગ્ય વિકલ્પ પણ છે, જેની મદદથી માણસ પ્લાસ્ટિકનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે.

Plastic Bottle Broom Viral Video : પ્લાસ્ટિક બોટલને રિસાઈકલિંગ કરીને બનાવ્યું ઝાડુ, લોકોએ કહ્યું-આઈડિયો સારો છે પણ....
Plastic bottle broom viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 12:57 PM

આજના સમયમાં પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા તમામ તત્વોમાં પ્લાસ્ટિક સૌથી ખતરનાક છે. પ્લાસ્ટિક પર્યાવરણમાં સેંકડો વર્ષો સુધી રહે છે અને ક્યારેય નાશ પામતું નથી. પ્રાણીઓની સાથે-સાથે આજે પ્લાસ્ટિક માણસોના શરીરમાં પણ પ્રવેશવા લાગ્યો છે, જેના કારણે તેમના શરીરને ઘણું નુકસાન થાય છે. જો કે પ્લાસ્ટિકને ખતમ કરવાની કોઈ રીત નથી, પરંતુ તેને ફક્ત રિસાયકલ કરી શકાય છે અને આ સૌથી યોગ્ય વિકલ્પ પણ છે, જેની મદદથી માણસ પ્લાસ્ટિકનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો : Viral Video : ચિપ્સના પેકેટમાંથી બનાવ્યા ‘ચશ્મા’, પ્લાસ્ટિકનો આવો ઉપયોગ જોઈને લોકોએ કર્યા વખાણ-જુઓ વાયરલ વીડિયો

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

હાલમાં જ આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં પ્લાસ્ટિકની બોટલની સાવરણીનો વાયરલ વીડિયો રિસાયકલ થતો બતાવવામાં આવી રહ્યો છે. રિસાઈકલિંગથી પ્લાસ્ટિકને બીજા સ્વરૂપમાં લાવવામાં આવે છે જેથી તેનો ફરીથી ઉપયોગ કરી શકાય. આ વીડિયોમાં બોટલમાંથી એવી વસ્તુ બનાવવામાં આવી રહી છે, જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.

જુઓ પ્લાસ્ટિકની બોટલમાંથી કેવી રીતે બને છે ઝાડુ

વીડિયોમાં એક યુવતી પ્લાસ્ટિકની બોટલના પાતળા ટુકડા કરતી જોવા મળી રહી છે. જ્યારે તે ટુકડાઓમાં કાપવામાં આવે છે, ત્યારે તે તેને ભેગા કરે છે અને પછી તેને આગળના મશીનમાં મૂકીને તેની આગળ પ્રક્રિયા કરે છે. દોરા જેવું બનાવ્યા પછી તે એક બાજુથી બંધ કરી દે છે અને પછી એક ડંડામાં ફિટ કરવામાં આવે છે. અંતે જોવા મળે છે કે પ્લાસ્ટિકની બોટલે લાંબી સાવરણીનું રૂપ ધારણ કરી લીધું છે. આ એક અદ્ભુત કૌશલ્ય છે પરંતુ લોકોએ આ વિચારને સારો ગણાવ્યો નથી.

ટ્વિટર એકાઉન્ટ @fasc1nate પર આ ચોંકાવનારો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને 39 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને ઘણા લોકો કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે કહ્યું કે, આ આઈડિયા સારો છે પણ ઝાડુ ઘસાવાના કારણે માઈક્રો ફાઈબર તુટીને બહાર પડશે તે નુકસાન પહોંચાડશે. આ ઝાડુ વધારે માઈક્રો પ્લાસ્ટિક એકત્ર કરશે. અન્ય યુઝરે કહ્યું કે, આ આઈડિયા કમાલનો છે અને દુનિયાભરમાં લોકો આનો ઉપયોગ કરશે તો સારૂ રહેશે.

g clip-path="url(#clip0_868_265)">