ધ કેરલા સ્ટોરી ફિલ્મ જેવી રિયલ કહાની…ઇસ્લામિક ધર્માંતરણ ષડયંત્રનો ભોગ બનેલી એક હિંદુ યુવતીએ જણાવી આપવીતી
ઇસ્લામિક ધર્માંતરણના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે એક આવા જ ષડયંત્રનો ભોગ બનેલી હિન્દુ યુવતીએ પોતાની આપવીતી વર્ણવી છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે ધર્મ પરિવર્તન અને બાદમાં સનાતન ધર્મમાં પાછા આવવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.
ક્યારેક પોતાની ઓળખ છુપાવીને, ક્યારેક પ્રેમની જાળમાં ફસાવીને, ક્યારેક લગ્નનું બહાનું આપીને તો ક્યારેક અન્ય કોઈ બહાને હિંદુ યુવતીઓનું શોષણ કરીને પછી તેમને ઈસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરવાના અનેક કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવે છે. ઇસ્લામિક ધર્માંતરણ ષડયંત્રનો ભોગ બનેલી ડૉ.અનગા જયગોપાલ પણ તેમાંથી એક છે. કેરળના થ્રિસુરની રહેવાસી અનગાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે ધર્મ પરિવર્તન અને પછી સનાતન ધર્મમાં પાછા આવવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. અનગાએ આર્ષ વિદ્યા સમાજમ દ્વારા હિંદુઓને જાગૃત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
અનગા જયગોપાલ કેરળની રહેવાસી છે. તેના સહપાઠીઓ અને સહકર્મીઓ દ્વારા તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. જયગોપાલે કહ્યું કે, હું બૌદ્ધિક જેહાદનો શિકાર બની હતી. જયગોપાલે કહ્યું કે, મારા ધર્મ પરિવર્તનની કહાની 2013-2014થી શરૂ થાય છે. ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું મુખ્ય પાત્ર શાલિની ઉન્નક્રિષ્નનને જે પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એ જ પ્રશ્નોનો મને પણ મારા રૂમમેટ્સ અને સહકર્મીઓ વગેરે તરફથી સામનો કરવો પડયો હતો. તે સમયે હું મૌન રહી કારણ કે હું આ પ્રશ્નોના જવાબ જાણતી નહોતી.
જ્યારે મેં મારા માતા-પિતાને તે પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેઓ પણ તેનો જવાબ આપી શક્યા નહીં. તેનું કારણ હતું તેમને પણ ધર્મ વિશે જાણકારી નહોતી. તેથી મને લાગ્યું કે હિંદુ ધર્મનો કોઈ અર્થ નથી. આ તકનો લાભ લઈને મારા મુસ્લિમ મિત્રોએ મારું બ્રેઈનવોશ કરવાનું શરૂ કર્યું. તેઓએ હિંદુ ધર્મની ટીકા કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે તેમણે મને ઈસ્લામ વિચારધારામાં ખેંચી લીધી.
ધીરે ધીરે, તેમણે મારી સાથે કુરાનના અનુવાદો અને એમએમ અકબર અને ઝાકિર નાઈકના વીડિયો શેર કર્યા. મેં તે બધા વીડિયો જોવાનું શરૂ કર્યું અને 5-6 વર્ષના ઇસ્લામિક અભ્યાસ પછી હું હિંદુ વિરોધી, રાષ્ટ્ર વિરોધી અને માનવ વિરોધી પણ બની ગઈ. હું માનવા લાગી કે બિન-ઇસ્લામિક લોકો ફક્ત કાફિર છે. હું હિન્દુ દેવતાઓ, હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને નફરત કરવા લાગી હતી. છ વર્ષ પછી, હું સમાજમાં એક મુસ્લિમ મહિલા તરીકે મારી ઓળખ સ્થાપિત કરવા માંગતી હતી. તેથી મારે કાયદેસર રીતે ધર્મપરિવર્તન કરવું પડ્યું.
ત્યાર બાદ મેં મુસ્લિમ મહિલાની જેમ ઇસ્લામને અનુસરવાનું શરૂ કર્યું. મેં હિજાબ અને ફુલ સ્લીવ્ઝ પહેરવાનું શરૂ કર્યું. મારા માતા-પિતાને જ્યારે આ વાતની જાણ થઈ તો તેઓ આઘાતમાં સરી પડ્યા. ત્યારે મારા પિતરાઈ ભાઈને ખબર પડી કે, હું ધર્મ પરિવર્તન કરવા જઈ રહી છું. મારો પરિવાર એક સંસ્થા સાથે છે જેનું નામ આર્ષ વિદ્યા સમાજ છે. મારો ભાઈ મારી પાસે આવ્યો અને કહ્યું કે એવું ન વિચારો કે કોઈની પાસે તારા પ્રશ્નોના જવાબ નથી. એવી જગ્યા છે જ્યાં તમામ પ્રશ્નોના જવાબો મળી શકે છે.
મેં કહ્યું હતું કે હું એક શરતે ત્યાં આવવા તૈયાર છું. એકવાર હું તે સ્થાન છોડી દઉં તો હું સંપૂર્ણ હિંદુ અથવા સંપૂર્ણ મુસ્લિમ બની જઈશ. આ શરત સાથે હું અરશા વિદ્યા સમાજમાં આવી. ત્યાં હું આચાર્ય મનોજને મળી. તેમણે કુરાન અને હદીસના તથ્યો તરફ ઈશારો કરીને મને ઈસ્લામની કપટ અને જોખમનો અહેસાસ કરાવ્યો. મને ત્યારે અચાનક જ સમજાયું કે હું કેટલા જોખમી માર્ગ પર જઈ રહી છું અને મેં ઈસ્લામ ધર્મને ત્યાગી દીધો અને હિંદુ ધર્મ અપનાવ્યો. ત્યાર બાદ મેં નક્કી કર્યું કે હું જેમાંથી પસાર થઈ છું તેમાંથી બીજી કોઈ છોકરીએ પસાર થવું ન પડે. તેથી હું આવી યુવતીઓન અને હિંદુ સમાજને જાગૃત કરવા માટે કામ કરી રહી છું.