લો બોલો ! પોતાની થનારી સાસુ સાથે ભાગી ગયેલ જમાઈની તસવીર આવી બહાર, ફોટો જોતાં જ દુલ્હન હકીબકી થઈ ગઈ અને કહી દીધી આ વાત
એક મહિલા પોતાની પુત્રીના થનારા વરરાજા સાથે ભાગી ગઈ. પરિવારને આ અંગે કોઇ જાણ હતી જ નહી. આખરે જાણ થતા જ ભાગી ગયેલ મહિલાના પતિ જીતેન્દ્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અલીગઢમાં એક વરરાજા તેની થનારી સાસુ સાથે ભાગી ગયો હોવાની એક તસવીર સામે આવી છે. તસવીરમાં બંને જોડે દેખાઈ રહ્યા છે. આ તસવીર જોઈને દુલ્હન અને તેના પિતા તો આશ્ચર્ય થઈ ગયા. તેમણે કહ્યું કે, તેમની સાથે અમારો સંબંધ હવે રહ્યો નથી. દીકરીએ કહ્યું કે, મારી માતાએ જે કર્યું તે પછી મને કોઈ ફરક પડતો નથી, પછી ભલે તે જીવે છે કે મરે છે. બસ તે ઘરમાંથી જે રોકડ અને ઘરેણાં લઈને ભાગી ગઈ છે તે પાછા આપી દો.
વાત એમ છે કે, ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મહિલા પોતાની પુત્રીના થનારા વરરાજા સાથે ભાગી ગઈ. હવે બંને વચ્ચે અફેર ક્યારે શરૂ થયું તે કોઈને ખબર ન પડી. ત્યારબાદ, જ્યારે તેમના અફેર અને ભાગી જવાના સમાચાર બહાર આવ્યા ત્યારે બંને પરિવારો સ્તબ્ધ થઈ ગયા. પરિવારને પણ આ અંગે કોઇ જાણ હતી જ નહી. એવામાં હવે બંનેની એક તસવીર સામે આવી છે.
આ તસવીર જોતાં જ દુલ્હન ગુસ્સે થઈ ગઈ. દુલ્હનના પિતાની પણ આવી જ કઇંક હાલત હતી. પત્નીનો ફોટો જોઈને તેઓને પણ ગુસ્સો આવ્યો. બંનેએ કહ્યું કે, તેઓ જીવે કે મરે અમને કોઈ ફરક પડતો નથી.બસ ઘરેથી જે કંઈ રોકડ અને ઘરેણાં લીધા હોય તે પાછા આપી જાય. હવે અમારો તેમની સાથે કોઈ જ સંબંધ નથી.
જાણો ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ આ પ્રેમકથા?
આ ઘટના મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારના મનોહરપુર ગામની છે. અહીં રહેતા જીતેન્દ્ર કુમાર બેંગ્લોરમાં કામ કરે છે. થોડા મહિના પહેલા તેમણે પોતાની દીકરી શિવાનીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા. પુત્રીના લગ્ન માટે પિતાએ 5 લાખ રૂપિયાના ઘરેણાં તૈયાર કરાવ્યા હતા અને 3 લાખ 50 હજાર રૂપિયાની અલગથી વ્યવસ્થા કરી હતી.જો કે, આ સંબંધ સાથે એક વિચિત્ર પ્રેમગાથા શરૂ થશે તે કોઇને ખબર નહોતી.
ખરેખરમાં, જ્યારે શિવાની અને રાહુલના સંબંધ બંધાયા ત્યારે શિવાનીની માતાએ તેના જમાઈને સ્માર્ટફોન આપ્યો. આ જ સ્માર્ટફોન સાસુ અને તેના ભાવિ જમાઈ વચ્ચેના સંબંધનું કારણ બન્યો. શિવાનીને બદલે, રાહુલે તેની માતા સાથે એટલે કે તેની સાસુ સાથે વાત કરવાનું શરૂ કર્યું. સાસુને પણ તેના થનારા જમાઈ રાહુલની વાતો ગમવા લાગી અને તે બંને કલાકો સુધી વાતો કરવા લાગ્યા. જો કે, દીકરી અને તેના પિતાએ આ બધી વાતોને અવગણી કરી.
શિવાનીના લગ્નને ફક્ત 9 દિવસ બાકી હતા અને 16 એપ્રિલે તો તેમના લગ્ન હતા. પિતા જીતેન્દ્ર પણ તેમની પુત્રીના લગ્ન માટે ઘરે આવ્યા હતા. આખો પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યો હતો. એવામાં રવિવારે શિવાનીની માતા કોઈ બહાનાથી ઘરની બહાર જતી રહી હતી. થોડા સમય સુધી તેની માતા ઘરે ન આવતા પરિવારે મહિલાની શોધ ચાલુ કરી. શોધ દરમિયાન મહિલાના પરિવારને સમાચાર મળ્યા કે, તેમનો થનાર જમાઈ રાહુલ પણ ઘરેથી ગાયબ છે અને ત્યારબાદ જે સત્ય બહાર આવ્યું તેનાથી આખા પરિવારને આઘાત લાગ્યો છે.
લાખોની રોકડ અને દાગીના ગાયબ
તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે, થનાર જમાઈ રાહુલ તેની સાસુ સાથે ભાગી ગયો હતો. તેમજ મહિલા તેની પુત્રીના લગ્ન માટે ઘરમાં રાખેલા 5 લાખ રૂપિયા અને 3.5 લાખ રૂપિયાના ઘરેણાં લઈને ગાયબ થઈ ગઈ હતી. દીકરી કહે છે કે, તેની માતાએ ઘરમાં 10 રૂપિયા પણ છોડ્યા નથી. હાલમાં, મહિલાના પતિ જીતેન્દ્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જીતેન્દ્ર અને તેમની પુત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ફક્ત તેમના ઘરમાં રહેલા સોનું, ચાંદી અને પૈસા પાછા ઇચ્છે છે. દીકરી શિવાનીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, હવે તેનો તેની માતા સાથે કોઈ સંબંધ નથી. તે જીવે કે મરે, તેને કોઈ ફરક પડતો નથી.
આ પણ વાંચો: ચીન અને અમેરિકાના ટેરિફ યુદ્ધથી ભારતમાં હાશકારો, સસ્તી થશે આ પ્રોડક્ટ્સ!