ચીન અને અમેરિકાના ટેરિફ યુદ્ધથી ભારતમાં હાશકારો, સસ્તી થશે આ પ્રોડક્ટ્સ!
હવે અમેરિકા ચીનથી આયાત થતા માલ પર 125 ટકા ટેરિફ લાદશે. આના કારણે ચીની કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. અમેરિકન બજારમાં મુશ્કેલી થયા પછી હવે ચીની કંપનીઓનું પૂરેપરૂ ધ્યાન ભારત પર રહેશે. જો કે, આનાથી ભારતને જ ફાયદો થશે.

ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને 125 ટકા કર્યો છે. આનો અર્થ એ છે કે, હવે અમેરિકા ચીનથી આયાત થતા માલ પર 125 ટકા ટેરિફ લાદશે. આના કારણે ચીની કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. જણાવી દઈએ કે, અમેરિકા પછી હવે ભારત જ ચીન માટે એક સૌથી મોટું બજાર છે. અમેરિકાના આ ટેરિફ નિર્ણયથી ભારતને લાભ થવા જઇ રહ્યો છે. જાણો કેવી રીતે.
ચીની કંપનીઓ ભારતને આપશે ડિસ્કાઉન્ટ
અમેરિકાએ ટેરિફ લાદ્યા પછી ચીનને અમેરિકામાં વેપાર કરવો મુશ્કેલ બની જશે. જેથી હવે ચીની કંપનીઓનું પૂરેપરૂ ધ્યાન ભારત પર રહેશે. જો કે, આનાથી ભારતને જ ફાયદો થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ચીની કંપનીઓ ભારતને વધુ ડિસ્કાઉન્ટ આપશે. ટ્રમ્પના ટેરિફને કારણે ચીની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હવે ભારતને વધુ ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી કરી રહી છે.
હાલમાં, ચીનમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ બનાવતી કંપનીઓ ભારતીય કંપનીઓને કુલ નિકાસ પર 5% ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ ભારતીય જનતા માટે એક મોટી રાહત છે. કારણ કે, આ સેગમેન્ટમાં માર્જિન ઘણું ઊંચું જોવા મળે છે.
ફ્રિજ અને સ્માર્ટફોન થશે સસ્તા
ચીનથી આવતા ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટનો ઉપયોગ રેફ્રિજરેટર, ટીવી અને સ્માર્ટફોન જેવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં થાય છે. આ કારણે એવું માનવામાં આવે છે કે, ભારતીય ઉત્પાદકો માંગ વધારવા માટે ચીન પાસેથી મળતા ડિસ્કાઉન્ટનો નફો આપી શકે છે. જો આવું થશે તો ભવિષ્યમાં રેફ્રિજરેટર અને સ્માર્ટફોન પણ સસ્તા થશે તેની સંભાવના પૂરેપૂરી છે.
ચીન માટે ભારત એક મોટું બજાર
ચીન માટે અમેરિકા પછી ભારત સૌથી મોટું બજાર છે. ચીન અમેરિકાને સ્માર્ટફોન, કોમ્પ્યુટર, રમકડાં, કપડાં, વિડીયો ગેમ્સ, ઇલેક્ટ્રિકલ વસ્તુઓથી લઈને મેડિકલ પ્રોડક્ટ સુધીની બધી જ વસ્તુ વેચે છે. હવે ટેરિફને કારણે અમેરિકા તેના માટે નફાકારક બજાર રહેશે નહીં. આનો સરળ અર્થ એ જ છે કે, ચીન અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધથી ભારતને ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો: અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધમાં શું ભારત ખરેખરમાં પિસાશે? જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન?