AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ઇસ્લામિક નાટો’ સાબિત થયો કાગળનો વાઘ, હુથીના હુમલા સામે સાઉદી અરેબિયાની મદદે ના આવ્યા પાકિસ્તાન-તુર્કીયે

પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીયે એ મક્કા કરાર હેઠળ, ત્રણેય રાષ્ટ્રોમાંથી કોઈપણ એક પર હુમલો થાય તોએ એ બધા પર હુમલો માનવામાં આવે છે તેવો કરાર કર્યો હતો. આમ છતાં, હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર વારંવાર હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું છે. ત્યારે પાકિસ્તાન કે તુર્કીયે એ સાઉદી અરેબિયાને અત્યાર સુધી કોઈપણ લશ્કરી સહાય પૂરી પાડી નથી.

'ઇસ્લામિક નાટો' સાબિત થયો કાગળનો વાઘ, હુથીના હુમલા સામે સાઉદી અરેબિયાની મદદે ના આવ્યા પાકિસ્તાન-તુર્કીયે
| Updated on: Sep 09, 2026 | 7:15 PM
Share

છેલ્લા અઠવાડિયાથી, સાઉદી અરેબિયા હુથી બળવાખોરોથી ભારે ફટકો સહન કરી રહ્યું છે. ગઈકાલ મંગળવારે 8 સપ્ટેમ્બરના રોજ, હુથી બળવાખોરોએ, ચાર સાઉદી શહેરો પર એક સાથે હુમલાઓ કર્યા. આ હુમલાઓમાં સાઉદી અરેબિયામાં 73 લોકો ઘાયલ થયા હતા. તેની સાથેસાથે સાઉદીના તેલ વેપારને પણ ભારે અસર થઈ હતી. હુથી દ્વારા કરાયેલા હુમલાથી અસરગ્રસ્ત વિસ્તારમાંથી અગાઉ દરરોજ 400,000 બેરલ જેટલી ઓઈલની નિકાસ થતી હતી. જે આ હુમાલ બાદ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ.

મકકા કરારથી એકબીજા સાથે બંધાયેલા હોવા છતાં, પાકિસ્તાન કે તુર્કીમાંથી બેમાંથી કોઈએ પણ સાઉદી અરેબિયાને ટેકો આપ્યો નથી. આ પરિસ્થિતિ મુસ્લિમ નાટોને લઈને ઘણાબધા પ્રશ્નો ઉભા કરે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને હવે સંભવિત સહાય અંગે નિવેદન જાહેર કર્યું છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના મતે, પાકિસ્તાન સાઉદી અરેબિયાનો બચાવ કરવા માટે મધ્ય પૂર્વના સંઘર્ષમાં કૂદી શકે છે.

આસિફે જણાવ્યું હતું કે જો સાઉદી અરેબિયા પર હુથી હુમલા ચાલુ રહેશે, તો પાકિસ્તાન યુદ્ધમાં પ્રવેશી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે હુથી હુમલાઓએ મક્કા કરારને અસરકારક રીતે સક્રિય કર્યો છે. પત્રકારો સાથે વાત કરતા, ખ્વાજા આસિફે ખાતરી આપી હતી કે તેઓ સતર્ક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મક્કા કરાર હેઠળ સહાય પૂરી પાડવી એ તેમની જવાબદારી છે.

મક્કા કરાર શું છે

સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીયે એ તાજેતરમાં મક્કા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, ત્રણેય રાષ્ટ્રોમાંથી કોઈપણ એક પર હુમલો તેમના બધા પર હુમલો માનવામાં આવે છે. આ કરાર સંયુક્ત સંરક્ષણ કવાયતો માટેની જોગવાઈઓ પણ દર્શાવે છે અને વિશ્વભરના અન્ય રાષ્ટ્રોને સમાવવા માટે જોડાણને વિસ્તૃત કરવાની શક્યતાની ચર્ચા કરે છે.

મક્કા કરાર નાટોના મોડેલ પર બનાવવામાં આવ્યો છે. સભ્ય રાષ્ટ્રો તેમના સંરક્ષણ બજેટ અને ગુપ્ત માહિતી એકબીજા સાથે શેર કરશે. તેને “ઇસ્લામિક નાટો” તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. સાઉદી અરેબિયામાં 8,000 પાકિસ્તાની સૈનિકોની તહેનાતી પર મૌન છે.

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, સાઉદી અરેબિયામાં 8,000 પાકિસ્તાની સૈનિકો તહેનાત છે. જોકે, પાકિસ્તાને હજુ સુધી હૂથીઓ અંગે કોઈ નિર્ણય લીધો નથી, આ સૈનિકોને ત્યાં જ તહેનાત રાખ્યા છે. પાકિસ્તાને આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરેબિયાના સંરક્ષણ માટે આ સૈનિકો મોકલ્યા હતા. વધુમાં, તેની પ્રતિબદ્ધતાઓ અનુસાર, પાકિસ્તાન સાઉદી અરેબિયા અને તુર્કી જેવા રાષ્ટ્રોનું રક્ષણ કરવા માટે 80,000 સુધી સૈનિકો તહેનાત કરી શકે છે. પાકિસ્તાને આ દેશોને પરમાણુ સુરક્ષાનું પણ વચન આપ્યું છે.

Breaking News : શું BRICS ખતમ કરશે દુનિયામાં ડોલરનું વર્ચસ્વ? બેઠક પહેલાં અમેરિકામાં વધ્યું ટેન્શન !

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">