AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત સાથે દુશ્મની મોંઘી પડી… ઈયુ સાથે ભારતની સૌથી મોટી ડીલથી બાંગ્લાદેશ- તુર્કીયના પગ તળેથી જમીન સરકી ગઈ- આ છે કારણ

India-EU Free Trade Deal: ભારત અને યુરોયિયન યુનિયન સાથે સૌથી મોટી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થી ભારતીય ટેક્સ્ટાઈલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. આ સમજૂતી થતા ભારતીય વસ્ત્રોને ઈયુ માર્કેટમાં કોઈ જ ડ્યુટી વિના ફ્રી પ્રવેશ મળશે, જેનાથી નિકાસ બમણી થવાની આશા સેવાઈ રહી છે. આ ડિલ બાંગ્લાદેશ અને તુર્કીય જેવા દેશો માટે ચિંતાનો વિષય બની છે.

ભારત સાથે દુશ્મની મોંઘી પડી… ઈયુ સાથે ભારતની સૌથી મોટી ડીલથી બાંગ્લાદેશ- તુર્કીયના પગ તળેથી જમીન સરકી ગઈ- આ છે કારણ
| Updated on: Jan 27, 2026 | 7:44 PM
Share

ભારતે યુરોપીયન યુનિયન સાથે ઈતિહાસનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પુરો કર્યો છે. તેની જાહેરાત થતા જ ભારત અને યુરોપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. તેનાથી વિપરીત, બાંગ્લાદેશ અને તુર્કી જેવા દેશો ભયથી ઘેરાયેલા હતા. ભારત અને EU વચ્ચેના આ કરારથી અન્ય ઉદ્યોગોની સાથે સાથે વસ્ત્ર અને કાપડ ઉદ્યોગોને પણ મોટો ફાયદો થવાની અપેક્ષા છે. નિષ્ણાતોએ આ બાબતે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં બાંગ્લાદેશે છેલ્લા ઘણા વર્ષોમાં પોતાની પકડ મજબૂત કરી છે. EU સાથેના ભારતના કરારથી ભારતીય નિકાસકારોને યુરોપિયન બજારમાંથી બાંગ્લાદેશ અને તુર્કીને ખદેડવામાં મોટી મદદ મળશે. જે બાંગ્લાદેશની કમર તોડી શકે છે. બાંગ્લાદેશની કુલ નિકાસ આવકમાં કાપડ ઉદ્યોગનો હિસ્સો 80% થી 85% છે.

વસ્ત્ર અને ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીએ ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (FTA)ને આવકાર્યો છે. આ ઐતિહાસિક કરાર બાદ, આગામી ત્રણ વર્ષમાં ભારતીય વસ્ત્ર નિકાસ બમણી થવાની ધારણા છે. એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) ના અધ્યક્ષ ડૉ. એ. શક્તિવેલે જણાવ્યું હતું કે આ કરાર ભારતીય કાપડ ઉદ્યોગ માટે એક મોટું પગલું છે. તેનાથી નિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને ભારત “વિકસિત ભારત” બનવા તરફ એક મોટી છલાંગ લગાવશે.

EU બજારમાં ડ્યુટી-ફ્રી એન્ટ્રી

આ FTA હેઠળ, ભારતીય વસ્ત્રોને EU બજારમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે. આનાથી યુરોપિયન બજારમાં ભારતની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો થશે. ઉદ્યોગના અંદાજ મુજબ, FTA લાગુ થયા પછી ભારતીય વસ્ત્રોની નિકાસ વાર્ષિક 20-25% વધી શકે છે. હાલમાં, EU બજારમાં ભારતનો નિકાસ વૃદ્ધિ દર માત્ર 3.01% છે.

“આ ડીલ ભારતીય કાપડ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. તે આપણી નિકાસને બમણી કરવામાં મદદ કરશે. ભારતને વિકસિત દેશ બનાવવા તરફ આ એક મોટું પગલું છે.”  ડૉ. એ. શક્તિવેલ, ચેરમેન, AEPC

ડૉ. શક્તિવેલે સમજાવ્યું કે આ FTA ભારતીય કંપનીઓને કિંમત કરતાં ગુણવત્તા, ડિઝાઇન અને ટકાઉપણું જેવા ધોરણો પર વધુ સ્પર્ધા કરવામાં મદદ કરશે. આ કરાર વસ્ત્રોની તમામ ટેરિફ લાઇનના 100% પરની ડ્યુટી દૂર કરશે. આનાથી તમામ EU સભ્ય દેશોમાં ભારતીય કાપડ માટે બજાર ઍક્સેસ વધશે.

રેમન્ડ ગ્રુપના MD ગૌતમ સિંઘાનિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વેપાર કરારથી ભારતના કાપડ ઉદ્યોગને ઘણો ફાયદો થશે. ખાસ કરીને, કાપડ પર શૂન્ય-ડ્યુટી સુવિધા નવી રોજગારીની તકો ઊભી કરશે. સિંઘાનિયાના મતે, કાપડ ઉદ્યોગ ભારતમાં સૌથી વધુ લોકોને રોજગારી આપે છે. EU બજારમાં વધારે પહોંચથી તેને નોંધપાત્ર ફાયદો થશે.

“કાપડ પર શૂન્ય ડ્યુટી ભારતીય ઉદ્યોગ માટે અને રોજગારના દૃષ્ટિકોણથી ખૂબ ફાયદાકારક રહેશે. EU સાથે મજબૂત સોદો એક મહત્વપૂર્ણ પગલું છે.”  -ગૌતમ સિંઘાનિયા, MD, રેમન્ડ ગ્રુપ

બાંગ્લાદેશની ઊંઘ ઉડી જશે

ભારત સાથે EUનો વેપાર કરાર બાંગ્લાદેશ માટે ખરાબ સમાચાર છે. EU બાંગ્લાદેશ માટે સૌથી મોટું એકસપોર્ટ ડેસ્ટીનેશન છે. EU બાંગ્લાદેશની કુલ નિકાસમાં આશરે 45% થી 50% હિસ્સો ધરાવે છે. આ નિકાસનો નોંધપાત્ર હિસ્સો નીટવેર, રેડીમેડ ગાર્મેન્ટ અને ગાર્મેન્ટ હોઝિયરીનો છે. ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટ (RMG) ક્ષેત્ર બાંગ્લાદેશના કુલ GDPમાં આશરે 11% થી 13% ફાળો આપે છે. ભારત સાથે EUનો કરાર બાંગ્લાદેશના બજાર હિસ્સા પર સીધી અસર કરશે. ટેરિફ દૂર થવાથી, ભારત બાંગ્લાદેશને બદલવાની સ્થિતિમાં આવી શકે છે.

EU વિશ્વનો સૌથી મોટો વસ્ત્ર આયાતકાર

EU વિશ્વનો સૌથી મોટો વસ્ત્ર આયાતકાર છે. 2024-25 નાણાકીય વર્ષમાં, EU એ US$202.8 બિલિયનના વસ્ત્રોની આયાત કરી હતી. જર્મની, ફ્રાન્સ, સ્પેન અને ઇટાલી જેવા મુખ્ય યુરોપિયન દેશો ભારતમાંથી નોંધપાત્ર પ્રમાણમાં વસ્ત્રો ખરીદે છે. આ કરાર આ દેશોમાં ભારતના વસ્ત્રોની નિકાસને વધુ વેગ આપશે.

હાલમાં, ભારતના કુલ વસ્ત્ર નિકાસમાં EUનો હિસ્સો આશરે 28% છે. દરમિયાન, EUના કુલ વસ્ત્ર બજારમાં ભારતનો હિસ્સો ફક્ત 2.9% છે. ભારતીય વસ્ત્ર ઉત્પાદનો પરની જકાત નાબૂદ કરવાથી ભારતીય કાપડ ઉદ્યોગને નોંધપાત્ર ફાયદો થશે. આનાથી ભારતને બાંગ્લાદેશ, તુર્કી અને વિયેતનામ જેવા દેશો સાથે સ્પર્ધામાં સમાન તક મળશે, જેઓ પહેલાથી જ EUમાં ડ્યુટી-ફ્રી અથવા કન્સેશનલ ઍક્સેસનો લાભ લઈ રહ્યા છે.

ભારતીય કાપડ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ વળાંક

આ કરાર ભારતીય કાપડ ઉદ્યોગ માટે એક વળાંક છે. તે માત્ર નિકાસમાં વધારો કરશે નહીં પરંતુ વૈશ્વિક કાપડ બજારમાં ભારતને એક મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કરશે. યુરોપિયન બજારોમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ ભારતીય ઉત્પાદકોને તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા અને ગુણવત્તા સુધારવાની તક પૂરી પાડશે. આનાથી રોજગારની નવી તકો પણ ઊભી થશે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.

આ FTA ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પણ પ્રોત્સાહન આપશે. યુરોપિયન ખરીદદારો હવે ભારતીય કપડાં વધુ સરળતાથી અને સ્પર્ધાત્મક ભાવે ખરીદી શકશે. આ ભારતીય ડિઝાઇનર્સ અને ઉત્પાદકોને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કરાર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.

પ્રખ્યાત હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ બાદ હવે પદ્મશ્રી હાજી કાસમ નું નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ થયુ હોવાનો કોંગ્રેસનો આરોપ-  જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">