AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરે બાપરે ….આ દેશે શું કામે 58 ટન સોનું વેચ્યું! શું પાકિસ્તાનની જેમ કંગાળ થવાના આરે છે આ દેશ

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સાથે દુશ્મની રાખનારા આ દેશે માત્ર 15 દિવસમાં વેચી દીધું 58 ટન સોનું શું કંગાળ થવાના આરે છે આ દેશ જાણો કેમ અચાનક સોનું વેચીને ડોલર ભેગા કરવા મજબૂર બન્યું આ દેશ.

અરે બાપરે ....આ દેશે શું કામે 58 ટન સોનું વેચ્યું! શું પાકિસ્તાનની જેમ કંગાળ થવાના આરે છે આ દેશ
Image Credit source: AI
| Updated on: Mar 29, 2026 | 8:56 PM
Share

ઈરાન યુદ્ધની અસર હવે દુનિયાના અર્થતંત્ર પર દેખાવવા લાગી છે. ભારત સાથે જૂની દુશ્મની ધરાવતા તુર્કીએ પોતાની કરન્સી લીરાને બચાવવા માટે માત્ર બે અઠવાડિયામાં 58 ટન સોનું વેચી દીધું છે. કાચા તેલની વધતી કિંમતો અને આયાત બિલને પહોંચી વળવા માટે તુર્કીના સેન્ટ્રલ બેંકે આ મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. જાણો શું તુર્કીની હાલત પણ પાકિસ્તાન જેવી થવા જઈ રહી છે?

ઈરાન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થયેલા તોતિંગ વધારાએ અનેક દેશોની કમર તોડી નાખી છે. આ યાદીમાં ભારતનો વિરોધ કરનાર તુર્કી સૌથી ઉપર દેખાઈ રહ્યું છે. વધતા જતા આયાત બિલને કારણે તુર્કીની કરન્સી લીરામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પોતાની કરન્સીને પતનથી બચાવવા અને ડોલરની અછત પૂરી કરવા માટે તુર્કીએ છેલ્લા બે અઠવાડિયામાં અધધ 58 ટન સોનું વેચી માર્યું છે.

આ વેચાણથી તુર્કીને 8 અબજ ડોલરથી વધુની રકમ મળી છે. આ સાથે જ તુર્કીનો ગોલ્ડ રિઝર્વ હવે ઘટીને 513 ટન રહી ગયો છે, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. તુર્કીએ 13 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 6 ટન અને 20 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 52 ટન સોનાનું વેચાણ કર્યું હતું.

સોનું વેચવા પાછળનું અસલી કારણ

તુર્કીની કરન્સી લીરાને બચાવવા માટે ત્યાંની સેન્ટ્રલ બેંક સતત ડોલર ખર્ચી રહી છે. યુદ્ધના કારણે તેલ અને ગેસની આયાત મોંઘી થઈ ગઈ છે, જેના કારણે દેશના વિદેશી મુદ્રા ભંડાર પર ભારે દબાણ છે. તુર્કીનો વિદેશી મુદ્રા ભંડાર 40 અબજ ડોલર ઘટીને 175 અબજ ડોલર પર આવી ગયો છે, જે 2025 પછીનું સૌથી ઓછું સ્તર છે. પોતાની અર્થવ્યવસ્થાને ડૂબતી બચાવવા માટે તુર્કી પાસે સોનું વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

બીજી તરફ ભારત, ચીન અને પોલેન્ડ જેવા દેશો સતત સોનાની ખરીદી કરી રહ્યા છે ત્યારે તુર્કીનું આ પગલું વૈશ્વિક બજાર માટે ચિંતાનો વિષય છે. હાલમાં સોનાની કિંમતોમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર રોકાણકારો પર પડી રહી છે.

શું તુર્કી પણ પાકિસ્તાનની રાહ પર?

નિષ્ણાતો માની રહ્યા છે કે જો ઈરાન યુદ્ધ લાંબુ ચાલ્યું અને તેલના ભાવ ન ઘટ્યા, તો તુર્કી પાસે પોતાનો બાકીનો ખજાનો પણ વેચવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. જે રીતે પાકિસ્તાન દેવા નીચે દબાયેલું છે, તેવી જ સ્થિતિ હવે તુર્કીની થવા જઈ રહી છે. ભારત સાથે દુશ્મની વહોરનારા આ દેશ માટે હવે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની રહ્યું છે.

Breaking News: પાકિસ્તાનમાં લાગ્યુ લોકડાઉન, શાળાઓ અને ઓફિસોમાં ફરજિયાત વર્ક ફ્રોમ હોમનો આદેશ, ઈંધણની કટોકટી વચ્ચે લેવાયો નિર્ણય

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
g clip-path="url(#clip0_868_265)">