અક્ષય-ટાઈગરની ધમાકેદાર બાઈક એન્ટ્રી પાછળ છુપાયેલું ‘માર્કેટિંગ ખેલ’, માત્ર 1% લોકો સમજી શક્યા!
Akshay and Tiger Video: અભિનેતા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે એક કાર્યક્રમમાં બાઇક પર ભવ્ય એન્ટ્રી કરી. જેનાથી ચાહકો તેમના સ્ટાઇલિશ દેખાવથી રોમાંચિત થઈ ગયા. પરંતુ આ ઈવેન્ટમાં ટીવીએસ કંપનીએ સ્પોન્સર હતા.
મુંબઈના એક એવોર્ડ ફંક્શનમાં બોલિવુડના ઘણા સેલિબ્રિટી ઉપસ્થિત રહ્યા હતા. અક્ષય બ્રાઉન થ્રી-પીસ સૂટ અને સનગ્લાસમાં શાર્પ દેખાતો હતો, જ્યારે ટાઇગરે કાળા સૂટમાં ખુલ્લા શર્ટ અને મેચિંગ શેડ્સ સાથે બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યું હતું. બંનેએ રેડ કાર્પેટ પર જ બાઇક રોકી, કેમેરા માટે પોઝ આપ્યો અને તરત જ સ્પોટલાઇટ પર આવી ગયા હતા. જ્યારે તે બંને આવ્યા ત્યારે સીધા જ બાઈક લઈને હોટલના મેઈન ગેટ અંદર રેડ કાર્પેટ પર બાઈક ઊભી રાખી.
અક્ષય કુમાર બાઈક લઈને કેમ આવ્યા?
આ એવોર્ડ ફંક્શનના સ્પોન્સર દેશની ટુ વ્હિલર બનાવતી કંપની TVS હતી. પણ જે રીતે ખેલાડી કુમાર અને ટાઈગર આવ્યા તો બધા લોકોનું ધ્યાન બાઈક પર જ ગયું. સામાન્ય રીતે આવડી મોટી ઈવેન્ટમાં સેલિબ્રિટી લક્ઝરી કારમાં આવતા હોય છે. પરંતુ આ વખતે એવું તે શું થયું કે અક્ષય કુમાર બાઈક લઈને આવ્યા?
મોટી ઈવેન્ટમાં માર્કેટિંગ
અક્ષય પાસે જે બાઈક હતી તે હોન્ડા કંપનીની હતી. તો જોતા જ ખબર પડી જાય છે કે સ્પોન્સર કંપની TVS છે અને સ્પોન્સર વગર જ હોન્ડા કંપનીએ અક્ષય કુમાર પાસે આવડી મોટી ઈવેન્ટમાં માર્કેટિંગ કરાવી લીધું. આ વસ્તુ તમે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો.
બાઈક એકદમ નવી
જોતા જ ખબર પડે છે બાઈક એકદમ નવી છે. ટાઈગરે હેલમેટ હાથમાં પકડ્યા છે. હોન્ડા કંપનીએ હોંશિયારીથી બાઈકનું માર્કેટિંગ કરાવી લીધું છે. જો કે જોવા જઈએ તો અક્ષયકુમારને બાઈકનો મી.ધોની તેમજ જ્હોન અબ્રાહમ જેટલો શોખ નથી. તેની પાસે 4 બાઈક છે.

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો

વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video

જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું

દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
