તમિલનાડુ
તમિલનાડુ ભારતના દક્ષિણ ભાગમાં આવેલું એક મહત્વપૂર્ણ રાજ્ય છે. તેની રાજધાની ચેન્નાઈ છે. રાજ્ય પૂર્વ અને દક્ષિણ બાજુએ હિંદ મહાસાગરથી ઘેરાયેલું છે, જ્યારે તેની સીમાઓ કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સાથે જોડાયેલી છે. તમિલનાડુમાં કુલ 38 જિલ્લાઓ છે અને અહીં મુખ્યત્વે તમિલ ભાષા બોલાય છે. રાજ્યનો સંસ્કૃતિક વારસો અને પરંપરાઓ અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે.
આ રાજ્યમાં ટેક્સટાઇલ, કમર્શિયલ વાહનો, ઓટોમોબાઇલ, આઈટી, બેન્કિંગ, કૃષિ અને ખાદ્ય ઉદ્યોગ, તેમજ ફાર્માસ્યુટિકલ જેવા અનેક ક્ષેત્રોમાં વિકસેલી ઉદ્યોગ વ્યવસ્થાઓ છે, જે રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તમિલનાડુ ખાસ કરીને તેની પ્રસિદ્ધ કાંચીપુરમ સિલ્ક સાડીઓ, તંજાવુર પેઇન્ટિંગ તેમજ પિત્તળ અને કાંસાના કળાત્મક કામ માટે ઓળખાય છે.
અહીંનું ભોજન પણ ખૂબ જ લોકપ્રિય છે. ઉત્તપમ, ડોસા અને રસમ જેવી વાનગીઓ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. રાજ્યમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે, જેમાં મહાબલીપુરમના પ્રાચીન મંદિરો અને સ્મારકો ખાસ આકર્ષણ છે. ઉપરાંત, અહીંના સુંદર હિલ સ્ટેશનો પણ પ્રવાસીઓ માટે લોકપ્રિય પ્રવાસ સ્થળો ગણાય છે.
Read MoreBreaking News: ₹100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, MS ધોનીને નહીં મળે VIP ટ્રીટમેન્ટ
IPL 2013ના સ્પોટ ફિક્સિંગ કૌભાંડ સાથે જોડાયેલા ₹100 કરોડના માનહાનિ કેસમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ભૂતપૂર્વ IPS અધિકારી જી. સંપત કુમારની અરજી પર કોર્ટે ધોનીનું નિવેદન કોર્ટ પરિસર અથવા સરકારી ઇમારતમાં નોંધવાનો નિર્ણય કર્યો છે. સાથે જ નિવેદનના વીડિયો રેકોર્ડિંગ અને ન્યાયિક અધિકારીની દેખરેખની માંગ પણ સ્વીકારવામાં આવી છે.
- Smit Chauhan
- Updated on: Sep 2, 2026
- 8:37 pm
ભારતમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાત આમાં કેટલું આગળ? જાણો કયું રાજ્ય છે ‘નંબર-1’
તહેવારોની સીઝન પહેલા જ ખાંડના ભાવમાં આવેલો મોટો ઉછાળો સામાન્ય માણસના ખિસ્સા પર સીધો બોજ નાખી રહ્યો છે. મીઠાઈ, ચાથી લઈને કોલ્ડ ડ્રિંક્સ સુધીની દરેક વસ્તુ મોંઘી થવાની ભીતિ વચ્ચે, દેશના ખાંડ ઉત્પાદનની સ્થિતિ સમજવી જરૂરી બની છે.
- Ravi Prajapati
- Updated on: Aug 23, 2026
- 3:20 pm
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ત્રિશા થલાપતિ વિજયના માતા-પિતા સાથે બેસેલી જોવા મળી Video જુઓ
ચેન્નાઈમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તમિલનાડુના મુખ્યમંત્રી વિજય જોસેફે ધ્વજ ફરકાવ્યો હતો. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી અને તેમની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 1:19 pm
Breaking News : મેચ દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત કરવી મોંઘી પડી, BCCIએ ખેલાડીને દંડ ફટકાર્યો
જાણકારી મુજબ ઓલરાઉન્ડરની ઓળખ સાર્વજનિક કરવામાં આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, એસીએસયુએ ઉલ્લંધનના રિપોર્ટ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનને આપી છે. જે ટીએનપીએલનું આયોજન કરે છે.
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 8:45 am
ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય બન્યો પ્રજ્ઞાનંદ, જુઓ પરિવાર
પ્રજ્ઞાનંદ ભારતીય ચેસનો ધુરંધર ખેલાડી છે. તેમણે 18 વર્ષની ઉંમરે ભારતનો નંબર વન ખેલાડી બન્યો હતો. આ મામલે વિશ્વનાથ આનંદને પણ પાછળ છોડ્યા હતા. વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને હરાવી ચૂકનાર પ્રજ્ઞાનંદનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Aug 28, 2026
- 9:25 am
Breaking News : તમિલનાડૂના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ઉદયનિધિની ધરપકડ, અભિનેત્રી ત્રિશા અંગે કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
મીડિયા અહેવાલો અનુસાર, કાવેરી જળ વિવાદ પર કેન્દ્રિત તંજાવુરમાં એક જાહેર સભા દરમિયાન નેતાએ, ફિલ્મ અભિનેત્રી વિશે દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી. જ્યારે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે ભીડમાંથી કેટલાક લોકોએ "ત્રિશા, ત્રિશા" ના નારા લગાવવાનું શરૂ કર્યું ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા.
- Bipin Prajapati
- Updated on: Aug 4, 2026
- 11:57 am
Jan Neta Release : તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ફિલ્મ ‘જન નેતા’નો ક્રેઝ વધ્યો, ચાહકોએ થિયેટરોમાં ડાન્સ અને લેસર શો સ્વાગત કર્યું
Jan Neta Release: અભિનેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની છેલ્લી ફિલ્મ જન નેતા અંતે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ રિલીઝ થતાં જ તમિલનાડુમાં જશ્નનો માહોલ છે. થિયેટર્સમાં એવી ભીડ છે કે, જેને જોઈ બધા હેરાન રહી ગયા છે.
- Nirupa Duva
- Updated on: Jul 23, 2026
- 12:08 pm
Breaking News: કોરોનાએ ફરી ચિંતા વધારી, એક જ મહિનામાં નોંધાયા 12 નવા કેસ અને 4 દર્દીઓના થયા મોત
કોરોના વાયરસને લઈને એકવાર ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં છેલ્લા એક મહિનાથી પણ ઓછા સમયમાં કોરોનાના નવા કેસ નોંધાતા તંત્ર એલર્ટ થયું છે. સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે, સંક્રમિત દર્દીઓમાંથી 4 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 18, 2026
- 4:43 pm
BBL 2026-27 Schedule : બિગ બેશ લીગનું શેડ્યુલ જાહેર, ચેન્નાઈમાં રમાશે પહેલી મેચ, તારીખ નોંધી લો
બિગ બેશ લીગની આગમી સીઝનને લઈ તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. હવે ભારતમાં ટૂર્નામેન્ટની પહેલી મેચ રમાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝે આની જાહેરાત કરી છે.
- Nirupa Duva
- Updated on: Jul 14, 2026
- 9:43 am
વિયેતનામમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીયોના પાર્થિવ દેહ લઈને વિમાન મુંબઈ પહોંચ્યું
હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, "અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે."
- Dhruval Shah
- Updated on: Jul 14, 2026
- 9:05 am
યૂટ્યુબ જોઈ ઘરે કરાવી ડિલિવરી, પ્રસૂતા મહિલાનું મોત; પતિ સામે FIR
તમિલનાડુમાં યુટ્યુબ વીડિયો જોઈ ઘરે પ્રસૂતિ કરાવવાનો પ્રયાસ જીવલેણ સાબિત થયો. વધુ રક્તસ્ત્રાવ બાદ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
- Sachin Agrawal
- Updated on: Jun 28, 2026
- 10:15 pm
Breaking News : ડિજિટલ અરેસ્ટ સ્કેમનો પર્દાફાશ, CBIના ઓપરેશન ચક્ર 6 હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા ! જુઓ Video
CBI એ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 2 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. CBIની લગભગ 60 વિશેષ ટીમોએ અનેક રાજ્યોમાં કાર્યવાહી કરી છે.
- Dhruval Shah
- Updated on: Jun 25, 2026
- 12:59 pm
દારૂની ખાલી બોટલ આપવા પર મળશે કેશબેક! દેશની પહેલી Reverse Vending Machine ચર્ચામાં
દેશમાં એક એવું રાજ્ય છે જ્યાં હવે તમને દારૂ પીધા પછી ખાલી બોટલના પૈસા મળી શકશે. આ રાજ્યમાં એક મશીન લગાવવામાં આવ્યું છે જે ખાલી બોટલ પરત કરવા પર તમને પૈસા પરત કરશે.
- Meera Kansagara
- Updated on: Jun 25, 2026
- 12:30 pm
Thalapathy Vijay Birthday: વિજય થલાપતિ ફિલ્મોથી મુખ્યમંત્રીની ખુરશી સુધીની તેમની સફર કેવી રહી? જાણો
'GOAT' (Greatest Of All Time) એટલે કે, સર્વશ્રેષ્ઠ, આ નામ આમતો વિજય થલાપતિની બ્લોકબસ્ટર ફિલ્મનું છે. પરંતુ તેની લોકપ્રિયતા અને કરિયર ગ્રાફ જોઈએ તો. તે ખુદ 'GOAT' છે. આજે જન્મદિવસ છે.
- Nirupa Duva
- Updated on: Jun 26, 2026
- 2:17 pm
Breaking News : ચેન્નાઈમાં ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ, 7 લોકોના મોત, 10થી વધુની હાલત ગંભીર
તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં આવેલી ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં ભયાનક એમોનિયા ગેસ લીકેજ થયું છે. આ દુર્ઘટનામાં 7 કામદારોના કરુણ મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- Sagar Solanki
- Updated on: Jun 21, 2026
- 5:27 pm