કેટલા ભણેલા ગણેલા છે 4 હજાર કરોડની ફિલ્મ રામાયણના સ્ટાર ? એક તો ડોક્ટરની નોકરી છોડી બોલિવુડમાં આવી
રામાયણ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મ હશે અને આ ફિલ્મમાં અનેક સ્ટાર કલાકારો જોવા મળશે. આજે અમે તમને ફિલ્મના મુખ્ય કલાકારોના એજ્યુકેશન વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કે, રામાયણનો ક્યો કલાકાર સૌથી વધારે ભણેલો ગણેલો છે.

ડાયરેક્ટર નમિશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાની ફિલ્મ રામાયણ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. આનું બજેટ એટલુ છે કે, તમે વિચારી પણ ન શકો. તેમજ નમિતે જણાવ્યું કે, 2 પાર્ટમાં બની રહેલી રામાયણનું બજેટ 4 હજાર કરોડ રુપિયા છે. પહેલો પાર્ટ દિવાળી 2026માં રિલીઝ થશે.આ પહેલા તમને જણાવી દઈએ કે, રામાયણના લીડ સ્ટાર કાસ્ટ કેટલું ભણેલા છે.

રામાયણમાં ભગવાન શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે રણબીર કપૂર, તેમણે બંન્ને પાર્ટ માટે 150 કરોડનો ચાર્જ લીધો છે. રણબીર કપૂરે શાળાનો અભ્યાસ સ્કોટિશ સ્કુલમાંથી કર્યો છે. ત્યારબાદ એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં પ્રી-યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ ન્યુયોર્કમાં સ્કુલ ઓફ વિજ્યુઅલ આર્ટસમાં ફિલ્મમેકિંગનો કોર્સ કર્યો છે.

રામાયણમાં માતા સીતાની ભૂમિકામાં સાઉથ ઇન્ડિયાની અભિનેત્રી સાંઈ પલ્લવી જોવા મળશે. આ પાત્ર માટે તેમણે 6 કરોડ રુપિયાનો ચાર્જ મળી રહ્યો છે. તેના એજ્યુકેશનની વાત કરીએ તો સાંઈએ ત્બિલિસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે.

પરમ રામ ભક્ત હનુમાનનું પાત્ર નિભાવનાર દિગગ્જ અભિનેતા સની દેઓલ પણ જોવા મળશે. સની દેઓલ સારો અભ્યાસ કર્યો છે. અભિનેતાએ મુંબઈમાં કોર્મસની ડિગ્રી લીધી છે.

કન્નડ ફિલ્મ સ્ટાર યશ રામાયણમાં લંકાપતિ રાવણના પાત્રમાં જોવા મળશે. યશે મૈસુરની મહાજન હાઈસ્કુલમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આગળના અભ્યાસ માટે એસબીઆરઆર મહાજન પ્રી યુનિવર્સિટી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

નિતેશ તિવારી અને નિમિતની ફિલ્મમાં ભગવાન શ્રીરામના નાના ભાઈના પાત્રમાં ટીવીનો ફેમસ અભિનેતા રવિ દુબિ એક્ટિંગ કરતો જોવા મળશે. તેમણે મુંબઈની રાજીવ ગાંધી ઈન્સટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી ટેલીકોમ એન્જિન્યરિંગનો અભ્યાસ કર્યો છે.
એક એવો પરિવાર જેના પર આખી ફિલ્મ બની જાય, અભિનેતાથી લઈને વિલેન પરિવારમાં સામેલ રણબીર કપૂરના પરિવાર વિશે વધુ જાણવા અહી ક્લિક કરો
