Breaking News : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે ગુંજી કિલકારી, બેબી બોયનું કર્યું વેલકમ
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ બેબી બોયને જન્મ આપ્યો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક દીકરાના માતા પિતા બન્યા છે. રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ ઓગસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેના પતિ, રાઘવ ચઢ્ઢાએ, તેના પહેલા બાળકના સ્વાગત માટે તૈયાર હતા. આજે બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ બેબી બોયને જન્મ આપ્યો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક દીકરાના માતા પિતા બન્યા છે. રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે.
25 ઓગ્સટના રોજ પ્રેગ્નન્સીની જાહેરાત કરી
પરિણીતી ચોપરાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત 25 ઓગસ્ટના રોજ પોતાના સોશિયલ મીડિયા પર કરી હતી. તેમણે એક ફોટો અને વીડિયો શેર કરી કહ્યું હતુ કે, 1+1=3 . અભિનેત્રીએ પોસ્ટના કૈપ્શનમાં લખ્યું હતુ કે, અમારું નાનકડું બ્રહ્માંડ, પ્રેગ્નન્સીની જાહેરાતના 3 મહિના બાદ પરિણીતી ચોપરાએ બાળકને જન્મ આપ્યો છે.
View this post on Instagram
રાઘવ અને પરિણીતીના લગ્ન 2023માં થયા
રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. રાઘવ અને પરિણીતીએ એકબીજાને ડેટ કર્યા પછી લગ્નના બંધનમાં બંધાયા હતા. આ દંપતીએ 13 મે, 2023 ના રોજ સગાઈ કરી. ચાર મહિના પછી, 36 વર્ષીય રાજકારણીએ 24 સપ્ટેમ્બર, 2023 ના રોજ પરિણીતી સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં એક ભવ્ય સમારોહમાં થયા. તેમના લગ્નના બે વર્ષ પછી, આ દંપતી માતાપિતા બન્યા છે.
તેઓ પહેલી વાર લંડનમાં મળ્યા
પરિણીતીએ એક પોડકાસ્ટમાં રાઘવ સાથેના પોતાના સંબંધોની ચર્ચા કરતી વખતે ખુલાસો કર્યો કે તેઓ પહેલી વાર લંડનમાં મળ્યા હતા. તે સમયે તે રાઘવ વિશે કંઈ જાણતી નહોતી. જોકે, જ્યારે તેને પાછળથી તેના વિશે ખબર પડી, ત્યારે તે ખૂબ પ્રભાવિત થઈ. બંને વારંવાર મળતા હતા, અને ટૂંક સમયમાં પ્રેમમાં પડી ગયા.
લોકો તેમને ખૂબ પ્રેમ કરે છે
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોની વાત કરીએ તો, તેમણે 13 મે, 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. જોકે, તેમના સંબંધોના સમાચારથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા. તેમની સગાઈના એક વર્ષ પછી, તેમણે 24 સપ્ટેમ્બર, 2023ના રોજ ઉદયપુરમાં લગ્ન કર્યા. આ કપલને લોકો ખૂબ પસંદ કરે છે.
