Breaking News: માતા બનવા જઈ રહી છે પરિણીતી ચોપરા, રાઘવ ચઢ્ઢાએ પ્રેગ્નેન્સી કરી અનાઉન્સ
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે ટૂંક સમયમાં નાનું મહેમાન આવવાનું છે. પરિણીતી લગ્નના લગભગ દોઢ વર્ષ પછી માતા બનવા જઈ રહી છે.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે ટૂંક સમયમાં નાનું મહેમાન આવવાનું છે. પરિણીતી લગ્નના લગભગ દોઢ વર્ષ પછી માતા બનવા જઈ રહી છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ મોટી ખુશી શેર કરી છે.
બોલીવુડના પાવર કપલ્સમાંથી એક પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ચાહકોને મોટી ખુશખબર આપી છે. આ કપલ તાજેતરમાં કપલ શર્માના શોમાં જોવા મળ્યું હતું. આ દરમિયાન રાઘવે સંકેત આપ્યો હતો કે તે ટૂંક સમયમાં ચાહકોને ખુશખબર આપશે. દરમિયાન, હવે રાઘવ અને પરીએ સારા સમાચાર આપ્યા છે.
કપલે પોસ્ટ શેર કરી
રાઘવ અને પરીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ચાહકોને આ ખુશખબર આપી છે. કપલે એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે નાના મહેમાનના પ્રેમાળ કેક સાથે આવવાના સમાચાર શેર કર્યા. આ પોસ્ટમાં, જોઈ શકાય છે કે એક સુંદર કેક દેખાય છે, જેના પર લખ્યું છે કે 1+1=3 અને બાળકના પગના નિશાન છે.
View this post on Instagram
આ કપલનો વીડિયો પણ ખૂબ જ ક્યૂટ
આ ઉપરાંત, આ પોસ્ટમાં એક વીડિયો પણ છે, જેમાં બંને બગીચામાં ફરતા જોવા મળે છે. વીડિયોમાં બંનેનો બેકલુક દેખાય છે. પોસ્ટ શેર કરતી વખતે, એક ખૂબ જ ક્યૂટ કેપ્શન પણ લખવામાં આવ્યું છે. પરી અને રાઘવની આ પોસ્ટ બહાર આવતાની સાથે જ બધા ખૂબ ખુશ થઈ ગયા અને બધાએ કપલને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છેમ.
યુઝર્સે પાઠવી શુભેચ્છા
એક યુઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરીને લખ્યું કે ખુબ ખુબ અભિનંદન. બીજા યુઝરે કહ્યું કે વાહ, શું વાત છે. ત્રીજા યુઝરે કહ્યું કે તમને બંનેને ખુબ ખુબ અભિનંદન. બીજા યુઝરે કહ્યું કે ખુબ ખુબ આશીર્વાદ.
