
નાસા
નાસા (National Aeronautics and Space Administration) એ અમેરિકન અવકાશ સંશોધન (Space Research) એજન્સી છે. જેની સ્થાપના 29 જુલાઈ 1958ના રોજ થઈ હતી. તે અવકાશ સંશોધન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક અગ્રણી સંસ્થા છે. નાસાએ સૌપ્રથમ 1969માં એપોલો મિશન હેઠળ ચંદ્ર પર માનવીઓને મોકલ્યા હતા.
તેના મુખ્ય કાર્યક્રમોમાં સ્પેસ શટલ, માર્સ રોવર મિશન, જેમ્સ વેબ ટેલિસ્કોપ અને આર્ટેમિસ મિશનનો સમાવેશ થાય છે. તે મંગળ અને અન્ય ગ્રહોના સંશોધનમાં પણ એક્ટિવ છે. વોશિંગ્ટન, ડી.સી.માં નાસાનું મુખ્ય મથક છે અને વિશ્વભરના વૈજ્ઞાનિકો અને ઇજનેરો સાથે મળીને કામ કરે છે.
નાસા અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) વચ્ચે અનેક Space co-operation છે, જેમ કે નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (NISAR) મિશન, જે પૃથ્વીના પર્યાવરણીય ફેરફારો પર નજર રાખશે.
સુનિતા વિલિયમ્સની સાથે અંતરિક્ષમાં 9 મહિના રહેલા બૂચ વિલ્મોર કોણ છે ? શું કરે છે ?
Who is Butch Wilmore : 9 મહિના લાંબા અવકાશ મિશન પછી, સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. પરંતુ તમે બુચ વિલ્મોર નામના બીજા અવકાશયાત્રી વિશે કેટલું જાણો છો, જે સુનિતા વિલિયમ્સની સાથે આ જ મિશન પર અવકાશમાં ગયા હતા? બુચ વિલ્મોર ફક્ત આ મિશનનો જ નહીં, પરંતુ સુનિતા વિલિયમ્સની કારકિર્દી દરમિયાન ઘણી ઐતિહાસિક અવકાશ ઉડાનોનો ભાગ રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Mar 19, 2025
- 9:36 pm