Shubhanshu Shukla Return : 18 દિવસ અંતરિક્ષ સ્ટેશન પર રહી શુભાંશુ શુક્લા શું લાવી રહ્યા છે, જાણો
ભારતીય મૂળના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ISS પર 18 દિવસ વિતાવ્યા પછી 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે. Axiom-4 મિશન હેઠળ, તેઓ આજે પરત ફરશે.આજે પૃથ્વી પર સુરક્ષિત લેન્ડિંગ 15 જુલાઈ બોપરના 3 કલાકે થશે

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર 18 દિવસ રહ્યા બાદ અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કરી ભારતીય મૂળના અંતરિક્ષ શુભાંશુ શુક્લા આજે ધરતી પર પરત ફરી રહ્યા છે.Axiom-4 મિશન હેઠળ તે 3 અન્ય અવકાશયાત્રી સાથે રિટેન આવી રહ્યા છે. નાસાના અનુસાર તેનું પૃથ્વી પર સુરક્ષિત લેન્ડિંગ 15 જુલાઈ બોપરના 3 કલાકે થશે.

શુભાંશુ શુક્લાનો જન્મ ૧૦ ઓક્ટોબર ૧૯૮૫ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો હતો. તેમને નાનપણથી જ વિમાનોનો શોખ હતો.

NASAએ જાણકારી આપી કે, આ મિશનમાં સામેલ એસ્ટ્રોનોટ્સ અનેક દુલર્ભ અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સામગ્રીઓ અંતરિક્ષથી લઈ પરત ફરી રહ્યા છે. જેમાં અંદાજે 263 કિલો વજનના વૈજ્ઞાનિક ઉપકરણ નાસાના સ્પેસ હાર્ડવેયર અને 60થી વધારે સાયન્સ એક્સપેરિમેન્ટસના ડેટા સામેલ છે.

આ પ્રયોગ અંતરિક્ષમાં કર્યા છે અને ભવિષ્યની સ્પેસ ટેક્નોલોજી અને મેડિકલ સાયન્સ માટે મહત્વ માનવામાં આવી રહ્યું છે.

Axiom-4 ક્રુના તમામ વૈજ્ઞાનિક પ્રયોગ પૂર્ણ થઈ ચૂક્યા છે. તેની રિટેન આવવાની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. ભારતીય સમયઅનુસાર 14 જુલાઈથી અનડોર્કિંગની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. આજે પૃથ્વી પર સુરક્ષિત લેન્ડિંગ 15 જુલાઈ બોપરના 3 કલાકે થશે

Axiom-4 ટીમમાં કોણ કોમ છે, આ મિશનમાં 4 સભ્યોની ટીમ સામેલ છે. પેગી વ્હિટસન મિશન કમાન્ડર,શુભાંશુ શુક્લા-પાયલોટ, સ્લાવોજ ઉજ્નાનસ્કી વિસ્નીવ્સ્કી-મિશન વિશેષજ્ઞ અને ટિબોર કાપુ- મિશન વિશેષજ્ઞ સામેલ છે.

શુંભાશું શુક્લા માટે આ અંતરિક્ષ યાત્રા ખુબ જ મહત્વની છે. તે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી પહોંચનાર પહેલો ભારતીય બની ગયો છે.
17 દિવસ અવકાશમાં રહ્યા બાદ 23 કલાકની મુસાફરી કરીને, શુભાંશુ શુક્લા આજે બપોરે 3 કલાકે સમુદ્રમાં સ્પેલૈશડાઉન કરશે , અહી ક્લિક કરો
