શું સાચી પડશે બાબા વેંગાની વિશ્વના વિનાશની ખતરનાક ભવિષ્યવાણી ? પૃથ્વી તરફ વાયુવેગે આગળ વધી રહ્યુ છે 20 કિમી લાંબુ એલિયન શિપ
બાબા વેંગાએ વર્ષ 2025માં થનારી ઘટનાઓને લઈને અનેક મોટા મોટા દાવા કર્યા છે. આ ભવિષ્યવાણીઓમા સ્માર્ટ ફોનની આદત એક બીમારી બની જવી અને એલિયન્સનું ધરતી પર આવવુ પણ સામેલ છે. જો કે સ્માર્ટ ફોનના દુષ્પરિણામો તો હાલ આપણી સામે જ છે જ્યારે એલિયયન્સ પૃથ્વી પર આવવાની ભવિષ્યવાણી સાચી પડતી જણાઈ રહી છે. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એક શહેર જેટલુ મોટુ એલિયન શિપ જેવી કોઈ વસ્તુ વાયુ વેગે પૃથ્વી તરફ આગળ વધી રહી છે. ત્યારે શું પૃથ્વીને તેનાથી કોઈ ખતરો છે કે કેમ? વાંચો

વર્તમાન વર્ષ 2025ને લઈને બલ્ગેરિયાની પ્રજ્ઞાચક્ષુ ભવિષ્યવેતા બાબા વેંગાએ મોટો દાવો કર્યો છે. આ દાવો એલિયન્સના ધરતી પર આવવા સાથે જોડાયેલો છે. વર્ષ 1996માં તેના નિધન પહેલા બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2025માં પૃથ્વીનો એક અલૌકિક જીવન સાથે સંપર્ક થશે, બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ શકે છે કારણ કે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એલિયનનું યાન પૃથ્વી તરફ વધી રહ્યુ છે. હાલ સોશિયલ મીડિયા પર આ સમાચાર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે NASA એ 20 કિમી લાંબા ઈન્ટરસ્ટેલર પિંડની શોધ કરી છે. નાસા 1 જુલાઈથી આ વસ્તુ પર નજર રાખી રહ્યુ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ વસ્તુ ધરતી તરફ 2.17 લાખ કિલોમીટર ઝડપે આગળ વધી રહ્યુ છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ કોઈ પહાડ નથી પરંતુ એલિયનનું...
