માલદીવ
માલદીવ શ્રીલંકાની દક્ષિણે હિંદ મહાસાગરમાં સ્થિત નિષ્કલંક દરિયાકિનારાનું ઉષ્ણકટિબંધીય આશ્રયસ્થાન છે, જે 1,192 કોરલ એટોલ્સનો કુદરતી દ્વીપસમૂહ છે. સ્કુબા ડાઈવિંગ જેવી વોટર સ્પોર્ટ્સ આકર્ષક પ્રવૃત્તિઓ માટે ફેમસ, માલદીવ તેના વાદળી પાણીમાં વિવિધ દરિયાઈ જીવન અને રેતાળ દરિયાકિનારા માટે પણ ફેમસ છે. જેના કારણે તે વોટર સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે એક પોપ્યુલર ડેસ્ટિનેશન બની ગયું છે. માલદીવમાં છેલ્લા 10 વર્ષોમાં મોટા ફેરફારો થયા છે અને વસવાટવાળા ટાપુઓમાં સુધારો થયો છે અને પ્રવાસીઓ માટે અનુકૂળ છે. જેના કારણે તે હવે વિશ્વના સૌથી વધુ જોવામાં આવતા પર્યટન સ્થળોમાંનું એક બની ગયું છે
ભારત સાથે માલદીવના સાંસ્કૃતિક સંબંધો પણ છે. તે માલદીવના નામથી જ શરૂ થાય છે. એવું કહેવાય છે કે માલદીવમાં ‘માલ’ શબ્દ મલયાલમ શબ્દ ‘માલા’ પરથી આવ્યો છે. માલદીવમાં ‘માલ’ એટલે માળા અને દીવ એટલે ટાપુ.
શ્રીલંકાના પ્રાચીન મહાવંશામાં ‘મહિલાદિવા’ લખવામાં આવ્યું છે. તેનો અર્થ ‘મહિલાદ્વિપ’ કહેવાય છે. મહાવંશ પાલી ભાષામાં છે અને એવું કહેવાય છે કે પાલી ભાષામાં મહિલા માટેના શબ્દનો ભૂલથી સંસ્કૃતમાં માલા તરીકે અનુવાદ થયો હતો. માલદીવ નામનો અર્થ થાય છે ટાપુઓની માળા. મતલબ એક દેશ જે ઘણા ટાપુઓનો સમૂહ છે. માલદીવની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ માલાદ્વીપ પરથી થઈ છે.
માલદીવ એ 1,192 ટાપુઓનો સમૂહ છે જે ભારતના દક્ષિણ કિનારે 700 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. 1965 માં બ્રિટનથી આઝાદી મેળવ્યા પછી તે શરૂઆતમાં એક રાજાશાહી હતી અને નવેમ્બર 1968 માં તેને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.