જો કોઈ દેશ સમુદ્રમાં ડૂબી જાય… પરંતુ નાગરિકો બચી જાય તો શું નક્શામાં એ દેશ રહેશે કે ખોવાઈ જશે? શું કહે છે ઈન્ટરનેશનલ કાયદો?
માલદીવ સહિત વિશ્વના અનેક દેશો એવા છે જેના પર નક્શામાંથી ખોવાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યુ છે. હકીકતમાં જેમ જેમ દિવસો જઈ રહ્યા છે. આ ટાપુ દેશોનો થોડો-થોડો ભાગ સમુદ્રમાં સમાઈ રહ્યો છે. અહીંના નાગરિકો પણ ખુદને ક્લાઈમેટ રેફ્યુજી ગણાવી રહ્યા છે. આ દેશોની ધરતી જો ક્યારેક સંપૂર્ણપણે ડૂબી જશે તો શું તેમનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જશે?

સામાન્ય રીતે ક્લાઈમેટ ચેન્જ સાઈન્સ ફિક્શન કે સંશોધનનો મુદ્દો લાગે છે પરંતુ હકીકતમાં તે એટલુ પણ દૂરનો મુદ્દો નથી. ક્લાઈમેટ ચેન્જના કારણે તાપમાન વધી રહ્યુ છે. વધતા તાપમાનને કારણે બરફ ઓગળી રહી છે. જે સમુદ્રનું સ્તર વધારી રહી છે અને આ સ્તર વધવાને કારણે અનેક દેશ સમુદ્રમાં ડૂબી રહ્યા છે. માલદીવથી લઈને કિરીબાતી અને તુવાલુ જેવા ટાપુ દેશો પર ડૂબવાનું સૌથી વધુ જોખમ રહેલુ છે. આ તમા ઘટનાક્રમ વચ્ચે સવાલ એ પણ ઉઠે છે કે શું કોઈ દેશ ડૂબી જાય તો સંયુક્ત રાષ્ટ્રમાંથી તેનું નામ પણ દૂર કરી દેવાશે કે તેના નામે નવી જમીન ફાળવવામાં આવશે? ટાપુ દેશોના ડૂબવાનો ખતરો કેટલો ગંભીર? ઓસ્ટ્રેલિયાઈ થિંક ટેંક ઈન્સ્ટીટ્યુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસની એક રિસર્ચ કહે છે કે આવનારા 25 વર્ષમાં વિશ્વભરમાંથી 1.2 બિલિયન લોકો વિસ્થાપિત થશે. આ બધા ક્લાઈમેટ...
