દીકરીએ ખોલ્યું જયા બચ્ચનના ગુસ્સે થવાનું રહસ્ય, જાણો શું છે કારણ?
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, જ્યારે કોઈ ફોટોગ્રાફર જાહેરમાં જયા બચ્ચનના ફોટા ક્લિક કરે છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. ઘણીવાર તેના આવા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતા હોય છે અને તેમાં દેખાઈ આવે છે કે જયા બચ્ચન પાપારાઝી પર ભડકી રહી છે.

ઘણી વખત એવા વીડિયો બહાર આવે છે, જેમાં જયા બચ્ચન પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળે છે. તેના આવા વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે કે, તે ફોટોગ્રાફર્સ અને પાપારાઝી પર કેમ ગુસ્સે થાય છે. જો કે, આની પાછળ એક રહસ્ય છુપાયેલું છે, જેના વિશે જયા બચ્ચનની દીકરીએ ખુલાસો કરી દીધો છે.
ક્યારેક એરપોર્ટની બહાર તો ક્યારેક જીમની બહાર પાપારાઝી સ્ટાર્સના ફોટા ક્લિક કરતા હોય છે અને વીડિયો બનાવતા જોવા મળે છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે, જ્યારે કોઈ ફોટોગ્રાફર જાહેરમાં જયા બચ્ચનના ફોટા ક્લિક કરે છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. ઘણીવાર તેના આવા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતા હોય છે અને તેમાં દેખાઈ આવે છે કે જયા બચ્ચન પાપારાઝી પર ભડકી રહી છે.
કરણ જોહરના શો કોફી વિથ કરણમાં થયો ખુલાસો
જો કે, આ અંગે તેમની પુત્રી શ્વેતા બચ્ચને વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ભીડ જોઈને તેમની માતા જયા બચ્ચન કેમ ગુસ્સે થાય છે. શ્વેતા અને અભિષેક બચ્ચન બંને કરણ જોહરના શો કોફી વિથ કરણમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન કરણે જયા બચ્ચનના આવા વીડિયો પર બંનેના શું રિએક્શન છે તેના વિશે પુછ્યું હતું.
અભિષેક અને શ્વેતા બચ્ચને શું કહ્યું?
આ અંગે પ્રતિક્રિયા આપતા અભિષેક બચ્ચને મજાક-મજાકમાં કહ્યું કે, જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે ત્યાં કોઈ પાપારાઝી ન હોય. શ્વેતાએ આગળ કહ્યું કે, જ્યારે તેની મમ્મીની આસપાસ ઘણા બધા લોકો હોય છે ત્યારે તેઓને ક્લોસ્ટ્રોફોબિક થઈ જાય છે. શ્વેતાએ એમ પણ કહ્યું કે, તેની મમ્મીને કોઈ પૂછ્યા વિના તેના ફોટા પાડે તે પસંદ નથી.
શ્વેતા બચ્ચને વધુમાં એમ પણ કહ્યું હતું કે, તેની મમ્મીને ભીડવાળી જગ્યાએ જવાનું પસંદ નથી. આવી સ્થિતિમાં જ્યારે તે ક્યાંક જોવા મળે છે અને પાપારાઝી અથવા ફોટોગ્રાફરો તેનો પીછો કરે છે તો તેઓ ગુસ્સે થઈ જાય છે.