AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Low Electricity Bill: ઉનાળામાં AC અને પંખાના વપરાશ છતાં વીજળીનું બિલ આવશે ઓછું! અપનાવો આ સરળ રીત

શું ઉનાળાની શરૂઆત સાથે જ તમને વધતા વીજળીના બિલની ચિંતા સતાવી રહી છે? નાના ફેરફારો તમારા માસિક બિલમાં મોટો ઘટાડો લાવી શકે છે.

Low Electricity Bill: ઉનાળામાં AC અને પંખાના વપરાશ છતાં વીજળીનું બિલ આવશે ઓછું! અપનાવો આ સરળ રીત
| Updated on: Mar 11, 2026 | 2:58 PM
Share

ગરમીનો પારો વધતાની સાથે જ ઘરોમાં એસી, પંખા અને કુલરનો વપરાશ વધી જાય છે, જેની સીધી અસર ખિસ્સા પર એટલે કે વીજળીના બિલ પર પડે છે. જોકે, નિષ્ણાતોના મતે આપણી રોજિંદી આદતોમાં થોડો ફેરફાર કરીને આપણે વીજળીનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ.

AC નો સ્માર્ટ ઉપયોગ

  • તાપમાનનું સેટિંગ: એસીને 18 ડિગ્રીને બદલે 24 થી 26 ડિગ્રી વચ્ચે સેટ કરો. માત્ર એક ડિગ્રી તાપમાન વધારવાથી વીજળીમાં અંદાજે 6% ની બચત થઈ શકે છે.
  • પંખાનો સાથ: એસીની સાથે સીલિંગ ફેનને ધીમી ગતિએ ચલાવવાથી ઠંડી હવા આખા રૂમમાં ઝડપથી ફેલાય છે અને એસી પર લોડ ઓછો પડે છે.
  • ફિલ્ટરની સફાઈ: એસીના એર ફિલ્ટરને દર 15 દિવસે સાફ કરો. ગંદા ફિલ્ટરને કારણે મોટરને વધુ કામ કરવું પડે છે, જે વધુ વીજળી વાપરે છે.

કુદરતી ઠંડકની પદ્ધતિઓ

  • પડદાનો ઉપયોગ: બપોરના સમયે ઘરના બારી-બારણાં બંધ રાખી ઘાટા રંગના પડદા લગાવો. આનાથી સૂર્યની સીધી ગરમી અટકે છે અને રૂમ ઠંડો રહે છે.
  • વેન્ટિલેશન: સાંજના સમયે બારીઓ ખોલી દો જેથી તાજી હવા અંદર આવે. જો તમે ઉપરના માળે રહેતા હોવ, તો ધાબા પર સફેદ રિફ્લેક્ટિવ પેઇન્ટ લગાવવાથી ઘરનું તાપમાન ઓછું રહે છે.

રેફ્રિજરેટરની કાળજી

  • ફ્રીજને દીવાલથી ઓછામાં ઓછું 6 ઇંચ દૂર રાખો જેથી તેની ગરમી સરળતાથી બહાર નીકળી શકે.
  • ગરમ ખોરાક સીધો ફ્રીજમાં ન મૂકો અને દરવાજો વારંવાર ખોલવાનું ટાળો. ફ્રીજને ‘વિન્ટર મોડ’ માંથી ‘સમર મોડ’ પર સ્વિચ કરવાનું ભૂલશો નહીં.

ઉપકરણોને અનપ્લગ કરો

ટીવી, લેપટોપ ચાર્જર કે માઇક્રોવેવ જેવા ઉપકરણો રિમોટથી બંધ કર્યા પછી પણ ‘સ્ટેન્ડબાય મોડ’ માં વીજળી વાપરતા હોય છે. વપરાશ ન હોય ત્યારે તેને સ્વીચ બોર્ડથી જ બંધ કરો અથવા પ્લગ કાઢી નાખો.

LED બલ્બ અપનાવો

જૂના ફિલામેન્ટ બલ્બ કે ટ્યુબલાઇટ વધુ ગરમી પેદા કરે છે અને વીજળી પણ વધુ વાપરે છે. તેને સ્થાને LED બલ્બ લગાવો, જે ઓછી વીજળીમાં વધુ પ્રકાશ આપે છે અને લાંબો સમય ચાલે છે.

AC ચાલુ કરતા જ થયો જોરદાર ધડાકો, જાણો એસીમાં બ્લાસ્ટ કેમ થાય છે અને કેવી રીતે રહેવું સુરક્ષિત?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">