મોરને જોઈને નાચવા લાગી અભિનેત્રી, ઝાડ પરથી કેરી તોડતો વીડિયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મોરની જેમ નાચતી જોઈ શકાય છે. અભિનેત્રીનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કંગના રનૌત બોલિવુડની સુંદર અભિનેત્રીમાંથી એક છે, કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ લાઈફની સાથે-સાથે પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વસ્તુઓ પોતાના ચાહકોની સાથે શેર કરતી રહે છે. હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મોર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે અને ઝાડ પરથી કેરી તોડી રહી છે. અભિનેત્રીનો શાનદાર અંદાજ તેના ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.ચાહકો તેના વખાણ પણ કરી રહ્યા છે.
મોરને જોઈ નાચવા લાગી કંગના
કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે,અભિનેત્રી જયપુરની કોઈ હોટલમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેની સામે એક મોર આવે છે.જેને જોઈ અભિનેત્રી ખુબ ખુશ થઈ જાય છે અને કળા કરી રહ્યો છે. આ સાથે મોર ડાન્સ કરી રહી છે.વીડિયો શેર કરતી વખતે કેપ્શન લખ્યું ઝિંદા રહને કે લિયે એક ચીજ જરુરી છે અને જિંદગી , ઉમ્મીદ છે કે, હમ સિફ જિએગે હી નહી બલ્કિ જિંદા ઔર જિંદાદિલ ભી બને રહેગે, આ વીડિયો હવે અભિનેત્રીના ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. એક યૂઝરે તેના વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, મોરની જેમ ડાન્સ,મૈમ તમને જોઈ ખુશ થયા.
View this post on Instagram
ભારત-પાકિસ્તાનના તણાવને લઈ વાત કરી
તમને જણાવી દઈ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. ત્યારે કંગના પણ આ મુદ્દાને લઈ સતત રિએક્શન આપતા જોવા મળી રહી છે.પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમણે ઈન્ડિયન એર ફોર્સનો એક ક્વોટ શેર કર્યો. જેમાં લખ્યું હતું કે, અમારું કામ લક્ષ્ય પર નિશાન સાધવાનું છે. મૃતદેહની ગણતરી કરવાનો નહી
આ સિવાય એક સ્ટોરીમાં તેમણે પોતાનો ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું આપણે માત્ર પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કર્યા નથી પરંતુ ચીનની નાપાક યોજનાઓને પણ ધ્વસ્ત કરી બધાને શુભકામનાઓ