કબડ્ડી
કબડ્ડી દક્ષિણ એશિયામાં ખૂબ પ્રખ્યાત છે અને તે બાંગ્લાદેશ અને નેપાળની રાષ્ટ્રીય રમત પણ છે. રમતના ફોર્મેટમાં બે ટીમોના ખેલાડીઓ જીતવા માટે એકબીજા સાથે ટકરાય છે અને જેની પાસે સૌથી વધુ પોઈન્ટ છે તે જીતે છે. તેમજ શ્વાસ અટકાવી કબડ્ડી-કબડ્ડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષનાં ખેલાડી કે ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે. સામેના પક્ષનાં જે ખેલાડીને આઉટ કરી લે તે ખેલાડી મેદાનમાંથી દૂર થઈ જાય છે.
પ્રો કબડ્ડી લીગએ ભારતમાં એક વ્યાવસાયિક કબડ્ડી લીગ છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના ફોર્મેટ પર આધારિત છે. તે વિશ્વની સૌથી લોકપ્રિય કબડ્ડી લીગ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી તે ભારતમાં બીજી સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ લીગ પણ છે. લીગની શરૂઆત 2006 એશિયન ગેમ્સમાં કબડ્ડી ટુર્નામેન્ટની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈ હતી. સ્પર્ધાનું ફોર્મેટ આઈપીએલથી પ્રભાવિત હતું. પ્રો કબડ્ડી લીગ ફ્રેન્ચાઇઝી-આધારિત મોડલનો ઉપયોગ કરે છે અને તેની પ્રથમ સીઝન 2014માં યોજાઇ હતી જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. હાલમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.