હરિદ્વારમાં અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી ગંગામાં ડૂબવા લાગ્યો, અને પછી જે થયું, જુઓ Video
હરિદ્વારમાં અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી સાથે મોટી દુર્ધટના થતા રહી ગઈ હતી. ભારતીય ટીમનો કેપ્ટન રહી ચૂકેલ આ ખેલાડીને ગંગા નદીમાં ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

બુધવારે હરિદ્વારમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અર્જુન એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી દીપક હુડ્ડાને PAC જવાનોએ ગંગામાં ડૂબતા બચાવી લીધો હતો. હરિયાણાથી હરિદ્વાર આવેલો કબડ્ડી ખેલાડી દીપક હુડ્ડા શિવ ઘાટ પર ગંગામાં સ્નાન કરતી વખતે અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો.
PACના જવાનોએ દીપક હુડ્ડાને બચાવ્યો
દીપક હુડ્ડાને ડૂબતા જોઈને તેની સાથે હરિદ્વાર પહોંચેલા લોકોએ એલાર્મ વગાડ્યો અને ઘાટ પર તૈનાત 40મી બટાલિયન PACના જવાનોએ તેને રાફ્ટ બોટ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લીધો. દીપક હુડ્ડા ભારતીય કબડ્ડી ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. તે એશિયન ગોલ્ડ મેડલિસ્ટ અને અર્જુન એવોર્ડ વિજેતા પણ છે.
દીપક હુડ્ડા પત્ની સાથે વિવાદને લઈ ચર્ચામાં
તમને જણાવી દઈએ કે કબડ્ડી ખેલાડી દીપક હુડ્ડા તાજેતરમાં ખૂબ જ સમાચારમાં હતો. તેનું કારણ તેની પત્ની સાથેનો વિવાદ હતો, જે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. દીપક હુડ્ડાની પત્ની સ્વીટી બોરા પણ એક જાણીતી આંતરરાષ્ટ્રીય બોક્સર છે. સ્વીટી બોરાએ દીપક પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. એટલું જ નહીં, હરિયાણાના હિસાર જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની અંદર બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
हरिद्वार: गंगा नदी के तेज बहाव फंसे अर्जुन अवॉर्डी कबड्डी प्लेयर दीपक हुड्डा का सुरक्षा बल के जवानों ने किया रेस्क्यू #Haridwar | #DeepakHooda pic.twitter.com/euPsdsImav
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) July 23, 2025
બચાવનો વીડિયો સામે આવ્યો
આ સમયે, કાવડ યાત્રા ચાલી રહી છે અને યુપી, દિલ્હી, હરિયાણાના કાવડીઓ પાણી લેવા માટે હરિદ્વાર પહોંચી રહ્યા છે. બુધવારે, કબડ્ડી ખેલાડી દીપક હુડા પણ તેના કેટલાક મિત્રો સાથે ગંગામાં સ્નાન કરવા માટે હરિદ્વાર પહોંચ્યો હતો. સ્નાન કરતી વખતે, દીપક હુડા ગંગાના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો. સદનસીબે, ઘટનાસ્થળે તૈનાત 40મી બટાલિયન પીએસી, હરિદ્વારની આપત્તિ રાહત ટીમે સમયસર દીપક હુડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ગંગાના તીવ્ર પ્રવાહમાં તરતા દીપક હુડાના બચાવનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
150 કાવડિયાઓને ડૂબતા બચાવી લેવાયા
કાવડ મેળા દરમિયાન હરિદ્વારમાં ગંગા નદીમાં કાવડીઓના વહી જવાના બનાવો વધે છે. તેથી, હરિદ્વાર પોલીસે વિવિધ ઘાટ પર SDRF અથવા જલ પોલીસ તેમજ PAC તૈનાત કર્યા છે. આ વર્ષે કાવડ યાત્રા શરૂ થઈ ત્યારથી SRDF, જલ પોલીસ અને PACના જવાનો દ્વારા 150થી વધુ કાવડીઓને ડૂબતા બચાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: IND vs ENG : માન્ચેસ્ટરમાં યશસ્વી જયસ્વાલની ઐતિહાસિક ઈનિંગ, 51 વર્ષ પછી કોઈ ભારતીય ઓપનરે કર્યું આવું
