ઉત્તર પ્રદેશ કબડ્ડી લીગ સીઝન 2 માટે ખેલાડીઓનું ઓક્શન 3 નવેમ્બરે નોયડામાં યોજાશે
ઉત્તરપ્રદેશ કબડ્ડી લીગ સીઝન-2 માટે ખેલાડીઓનું ઓક્શન 3 નવેમ્બરના રોજ નોઈડામાં યોજાશે.આમ સીઝન 2માં કુલ 10 ટીમો મેદાનમાં ઉતરશે.યુપીકેએલની ઓફિશિયલ ટેગલાઈન છે. અપના ભારત,અપના ખેલ ખેલ રહા હૈ મેરા પ્રદેશ,

ઉત્તરપ્રદેશ કબડ્ડી લીગની સીઝન 2 માટે ખેલાડીઓનું ઓક્શન 3 નવેમ્બરના રોજ ગ્રેટર નોયડા વેસ્ટના હોટલ સરોવર પોર્ટિકોમાં યોજાશે. લીગના સંસ્થાપક સંભવ જૈને જણાવ્યું કે, પહેલી સીઝનની સફળતા બાદ લીગનો વિસ્તાર થયો છે અને આ વખતે અલીગઢ ટાઈગર્સ અને કાનપુર વોરિયર્સ નામની બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આમ સીઝન 2માં કુલ 10 ટીમો મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત, લખનૌ લાયન્સ, યમુના યોદ્ધા, નોઈડા નિન્જા, કાશી કિંગ્સ, અવધ રામદૂત, બ્રિજ સ્ટાર્સ, સંગમ ચેલેન્જર્સ અને મિર્ઝાપુરની ગંગા કિંગ્સ પહેલાથી જ લીગનો ભાગ છે.
કુલ 10 ટીમો મેદાનમાં ઉતરશે
સંભવ જૈને જણાવ્યું કે, આ ઈવેન્ટ ક્રિકબૈટલ દ્વારા સંચાલિત હશે.જેને યુપીકેએલના ઓફિશિયલ ઓક્શન ટેક્નોલોજી પાર્ટનર બનાવવામાં આવી છે. ઓક્શન એક ઓપન-બિડ લાઈવ ફોર્મેટમાં હશે. જે ફ્રેન્ચાઈઝી માલિકો, ટીમ અધિકારીઓ અને લીગ પ્રતિનિધિયોની હાજરીમાં યોજાશે.ખેલાડીઓને તેના અનુભવ પર્ફોર્મન્સ લેવલના આધાર પર 4 કેટેગરીમાં રાખવામાં આવી છે. એ કેટેગરીમાં બે પ્રાઈઝ એક લાખ રુપિયા, બી કેટેગરીમાં 60 હજાર, સીમાં 40 હજાર અને ડી કેટેગરીમાં બેસ પ્રાઈઝ 25 હજાર રુપિયા રાખવામાં આવ્યા છે.
પ્રોફેશનલ કબ્ડ્ડીમાં કરિયર બનાવવા માટે એક મંચ
યુપીકેએલની ઓફિશિયલ ટેગલાઈન છે. અપના ભારત,અપના ખેલ ખેલ રહા હૈ મેરા પ્રદેશ, એસજે અફલિફ્ટ કબડ્ડી દ્વારા સંચાલિત અને ઉત્તરપ્રદેશ કબડ્ડી એસોશિએશન દ્વારા સમર્થિત આ લીગમાં ઉભરતા એથલીટો માટે પોતાનું કૌશલ્ય દેખાડવા અને એક પ્રોફેશનલ કબ્ડ્ડીમાં કરિયર બનાવવા માટે એક મંચના રુપમાં કામ કરે છે. યુપીકેએલ સીઝ 2 આધિકારિક તરીકે 25 ડિસેમ્બર 2025ના રોજ શરુ થશે. જેમાં લગભગ 64 મેચ હશે. જે તમામ નોઈડામાં રમાશે. યુપીકેએલ ભારતની પ્રમુખ રાજ્ય-સ્તરીય કબડ્ડી લીગમાંથી એક છે. જે એક પ્રોફેશનલ , પારદર્શી અને બધાને સાથે લઈને ચાલનારું ફોર્મેટ દ્વારા ઉત્તરપ્રદેશમાં આ રમતને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ લીગમાં ઉભરતા એથલીટો દ્વારા પોતાનું કૌશલ્ય દેખાડવા અને એક પ્રોફેશનલ કબડ્ડીમાં કરિયર બનાવવા માટે એક મંચના રુપમાં કામ કરે છે.
