Breaking News : મહિલા કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી, છેતરપિંડી અને માનસિક ત્રાસથી હતી પરેશાન
નાગપુરમાં એક કબડ્ડી ખેલાડીએ આત્મહત્યા કરી છે, તેના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. તેના મૃત્યુનું કારણ પણ બહાર આવ્યું છે. તો ચાલો જાણીએ કબડ્ડી પ્લેયરના આત્મહત્યા પાછળ કારણ શું છે.

ક્યારેક ક્યારેક એવો કેસ સામે આવે છે કે, જેને સાંભળી રુંવાડા ઉભા થઈ જાય છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક એવી ઘટના સામે આવી કે જેને સાંભળી હૈયું હચમચી જશે. 29 વર્ષની એક મહિલા કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી છે. તેના મૃત્યુનું કારણ સાંભળી લોકો ચોંકી ગયા છે. કબડ્ડી પ્લેયરની આત્મહત્યાનું કારણ ખુબ જ જટિલ છે.પોલીસે આ મામલાને લઈ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 108 હેઠળ કેસ નોંધ્યો છે, જે આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત છે.
કબડ્ડી પ્લેયરે કરી આત્મહત્યા
મીડિયા રિપોર્ટ મુજબ કબડ્ડી પ્લેયર કિરણ સુરજ પૈસાથી ખુબ જ પરેશાન હતી. વર્ષ 2020માં તેના લગ્ન સ્વપ્નિનલ જયદેવ લામધરે સાથે થયા હતા. લગ્ન દરમિયાન 30 વર્ષની સ્વપ્નિલે કિરણ અને તેના ભાઈને વચન આપ્યું હતુ કે, તેને નોકરી મળી જશે. જેનાથી તે આર્થિક તંગીમાંથી બહાર આવી શકે પરંતુ નેશનલ લેવલની કબડ્ડી પ્લેયર કિરણને બાદમાં સમજાયું કે, તેની સાથે દગો થયો છે.
પતિ કરતો હતો પરેશાન
જ્યારે સ્વપ્નીલે નોકરીની ઓફરમાં વિલંબ કરવાનું ચાલુ રાખ્યું, તેને માનસિક રીતે હેરાન કરવાનું ચાલુ રાખ્યું અને સેકસુઅલ માંગણી કરવાનું ચાલુ રાખ્યું, ત્યારે તેમણે ઘર છોડીને તેના માતાપિતાના ઘરે પાછી જવા કહ્યું. ત્યારબાદ, તેને ધમકીઓ અને દુર્વ્યવહાર મળવાનું શરૂ થયું, જેના કારણે તેના પરિવારને ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરવાની ફરજ પડી. ત્યારબાદ તેમણે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ત્રણ દિવસ હોસ્પિટલમાં જીવન સામે લડતી રહ્યી અને અંતે તેનું મોત નીપજ્યું.
પોલીસે આ મામલાને લઈ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 108 હેઠળ કેસ નોંધ્યો છે, જે આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત છે. કેસ નોંધવા ઉપરાંત, પોલીસ સ્વપ્નિલની પણ શોધ કરી રહી છે.મહારાષ્ટ્રના નાગપુરમાં, 29 વર્ષીય રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી ખેલાડી કિરણ સૂરજ દધેએ આત્મહત્યા કરી. તેના પતિએ લગ્ન પહેલા તેને નોકરી આપવાનું વચન આપ્યું હતું.સતત હેરાનગતિ અને આર્થિક તણાવથી કિરણ માનસિક રીતે ભાંગી પડી હતી. કામ ન મળતાં, તેણે ડેન્ટલ ક્લિનિકમાં પણ કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ સ્વપ્નિલની હેરાનગતિ વધતી ગઈ હતી.
