AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking : સૂર્યકુમાર યાદવ ફરી હાર્યો ટોસ, સંજુ સેમસનનું ફ્લોપ કમબેક

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત 2026 T20 વર્લ્ડ કપમાં નામિબિયાનો સામનો કરશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ ભારત માટે સુપર 8 માં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ છે. નામિબિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

T20 World Cup Breaking : સૂર્યકુમાર યાદવ ફરી હાર્યો ટોસ, સંજુ સેમસનનું ફ્લોપ કમબેક
IND vs NAMImage Credit source: X/BCCI
| Updated on: Feb 12, 2026 | 7:22 PM
Share

2026 ના T20 વર્લ્ડ કપના 18 મા મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ગ્રુપ A માં નામિબિયા સામે ટકરાશે. ટુર્નામેન્ટમાં આ બંને ટીમો વચ્ચેનો બીજો મુકાબલો છે. બંને ટીમો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.

ભારત vs નામિબિયા

ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત યુએસએને હરાવીને કરી હતી, જ્યારે પોતાની પહેલી મેચમાં નેધરલેન્ડ્સ સામે હારી ગયેલ નામિબિયા મજબૂત ટીમ ઈન્ડિયાને પડકારવા માટે તૈયાર છે. જો ભારત આ મેચમાં નામિબિયાને હરાવે છે, તો સુપર 8 રાઉન્ડમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. આમ, સૂર્યકુમારની ટીમ કોઈપણ દબાણ વિના આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થવા માંગશે.

સંજુ- બુમરાહ પ્લેઇંગ 11 માં સામેલ

નામિબિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ સાથે, બંને ટીમોના પ્લેઇંગ ઇલેવનની પણ જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ, બંને ટીમોમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, બીમારીથી પીડાતો અભિષેક શર્મા હજુ સ્વસ્થ થયો નથી, તેથી તેના સ્થાને સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. તેવી જ રીતે, મોહમ્મદ સિરાજના સ્થાને જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યા છે, સૂર્યકુમારે માહિતી આપી.

સંજુ સસ્તામાં આઉટ

અભિષેક શર્માના સ્થાને ટીમ ઈન્ડિયા સામેલ કરવામાં આવેલ સંજુ સેમસન ફરી ફ્લોપ સાબિત થયો હતો. સંજુ સેમસને ધમાકેદાર શરૂઆત કરી હતી અને ત્રણ સિક્સર ફટકારી હતી, જો કે તે લાંબી ઈનિંગ ના રમી શક્યો અને 12 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો.

હેડ-ટુ-હેડ રેકોર્ડ

આ બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા અને નામિબિયા T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે રમી રહ્યા છે. આ પહેલા 2021ના T20 વર્લ્ડ કપમાં જ્યારે બંને ટીમો એકબીજા સામે આવી હતી ત્યારે ટીમ ઈન્ડિયાએ નામિબિયાને હરાવ્યું હતું. દુબઈમાં રમાયેલી તે મેચમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે 9 વિકેટથી એકતરફી વિજય મેળવ્યો હતો.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ટીમ ઈન્ડિયા : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટ કીપર), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.

નામિબિયા : ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), લોરેન્ટ સ્ટીનલેમ્પ, જાન ફ્રીલિંક, જોન નિકોલ લોફ્ટી-એથન, જેજે સ્મિટ, જેન ગ્રીન (વિકેટકીપર), રુબેન ટ્રમ્પેલમેન, માલન ક્રુગર, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ, બેન શિકોંગો અને મેક્સ હિંગો.

T20 World Cup Breaking : ઇટાલીએ રચ્યો ઇતિહાસ, નેપાળને માત્ર 76 બોલમાં 10 વિકેટથી હરાવી T20 વર્લ્ડ કપમાં પહેલી જીત મેળવી

Follow Us
Video News : અંબિકા, પૂર્ણા, ગુપ્તેશ્વર નદીમાં ઘૂઘવતા પૂરનો વીડિયો
Video News : અંબિકા, પૂર્ણા, ગુપ્તેશ્વર નદીમાં ઘૂઘવતા પૂરનો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, હવે ઉત્તર ગુજરાતનો વારો !
અંબાલાલ પટેલની આગાહી, હવે ઉત્તર ગુજરાતનો વારો !
અમદાવાદમાં હવે 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની
અમદાવાદમાં હવે 3 દિવસ રેડ એલર્ટની સ્થિતિઃ મ્યુ કમિશનર બંછાનિધી પાની
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ
નવસારી પૂર્ણા નદીએ ભયનજક સપાટી વટાવતા મુશ્કેલી સર્જાઇ
અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, AMTS બસ પાણીમાં ફસાઈ
અમદાવાદમાં મેઘતાંડવ ! 3 કલાકમાં 6 ઈંચ વરસાદ, AMTS બસ પાણીમાં ફસાઈ
જોધપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો,જુઓ Video
જોધપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો,જુઓ Video
અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ
અમદાવાદમાં આગામી 3 દિવસ રેડ એલર્ટ, સાબરમતીમાં પૂરનું જોખમ
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, ગોઠણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, ગોઠણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! SG હાઈવે પર ભરાયા પાણી-Video
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
g clip-path="url(#clip0_868_265)">