Breaking News : ભારતીય જુનિયર મહિલા હોકી ટીમના કોચ પર જાતીય સતામણીનો આરોપ, રમત મંત્રાલયે તપાસના આદેશ આપ્યા
ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમના કોચ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આ મામલે હોકી ઈન્ડિયાનું કહેવું છે કે, તેમણે આ મામલે કોઈ જાણકારી નથી. પરંતુ રમત મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે.

કેન્દ્રીય રમત મંત્રાલયે ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમના કોચ પર લાગેલા યૌન શોષણના આરોપની તપાસના આદેશ આપ્યા છે. ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમને એફઆઈએચ હોકી જૂનિયર વર્લ્ડકપ 2025માં ભાગ લેવા માટે ચિલી ના સેન્ટિયોગોમાં જવાનું છે. આ ટૂર્નામેન્ટની શરુઆત 1 ડિસેમ્બરથી થશે. આ પહેલા રમતગમત મંત્રાલયે આ પગલું લીધું છે. તો ચાલો જોઈએ શું છે. આ સમગ્ર મામલો
કોચ પર લાગ્યા યૌન શોષણના આરોપ
ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ વિદેશ પ્રવાસ ગઈ હતી. આ દરમિયાન કથિત વ્યવહારનો રિપોર્ટ દાખલ થયો હતો. આ ટૂર જૂન મહિનામાં આર્જેન્ટીના, બેલ્જિયમ અને નેધરલેન્ડ અને સપ્ટેમબરમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, મહિલા ટીમની એક સભ્ય અનેક વખત કોચના રુમમાં જતી જોવા મળી હતી.
આ મામલે રમત મંત્રાલય સાથે જોડાયેલ એક અધિકારીએ કહ્યું કે, અમે પહેલા તપાસની રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ અનેક એક્શન લેવામાં આવશે. અમારું ડિપાર્ટમેન્ટ આ પ્રકારના મામલાને ખુબ ગંભીરતાથી લે છે જો કોઈ દોષી છે. તો તેની સામે અમે મોટી એક્શન લેશું. પરંતુ અત્યારસુધી ન તો રમત મંત્રાલયે તેમજ ન તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ ભારતમાં ફીલ્ડ હોકીની ગવર્નિગ બોડી હોકી ઈન્ડિયા તરફથી ફરિયાદ કરવામાં આવી છે.
રમત મંત્રાલયે તપાસના આદેશ આપ્યા
ત્યારબાદ આ મામલો સ્પોર્ટસ મિનિસ્ટર મનસુખ માંડવિયાના ધ્યાનમાં આવ્યો હતો. જેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સ્પોર્ટસ મિનિસ્ટ્રીના એક સોર્સે જણાવ્યું કે, આ ગંભીર મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. આ માટે તપાસના પણ આદેશ આપવામાં આવી ચૂક્યા છે.
