રાજકોટમાં રાષ્ટ્રપતિના કાફલા પહેલા શહેરને ઢોરમુક્ત બનાવવા માટે મનપાની ટીમ દ્વારા ચલાવાઈ રહેલી કામગીરી દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. મેગો માર્કેટ નજીક મનપાની ટીમે રોડ પરથી 5 ઢોર પકડી કાઢ્યા હતા, પરંતુ ત્યાં એકઠા થયેલા 20-25 લોકોના ટોળાએ દાદાગીરી કરી પશુઓ મનપાના વાહનમાંથી છોડાવી લઈ ગયા. આ સમગ્ર ઘટના પોલીસ અને વિજિલન્સ સ્ટાફની હાજરીમાં બની હોવા છતાં મનપા સ્ટાફે ઉચ્ચ અધિકારીઓને કોઇ જાણ કરી નહોતી. માત્ર પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટરે અરજી આપી ગુસ્સો શમાવ્યો. અધિકારીઓના અસંવેદનશીલ વલણ અને દાદાગીરીના ખુલ્લેઆમ પ્રદર્શને મનપાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે.
10 ઓકટોબરના મહત્વના સમાચાર : અમદાવાદના સારંગપુર ઓવરબ્રિજનું પુનર્નિર્માણ ઑગસ્ટ 2026 સુધીમાં થઈ જશે
આજે 10 ઓક્ટોબરને શુક્ર વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 10 ઓક્ટોબરને શુક્ર વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પાલડીના અશાંતધારાને લઈને બે કોમ વચ્ચે વૈમનસ્ય સર્જતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકનાર સામે કેસ
પાલડીમાં એક સોસાયટીમાં લઘુમતી સમાજને બંગ્લો વેચી દીધા હોવાની અને મીઠાખળીમાં માંસના ટુકડા નાખવા બાબતે એક શખ્સે વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. પાલડી વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ અને દ્વેષની ભાવના ઉત્પન્ન થાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા પાલડી પોલીસે ગુનો નોંધ્યો છે. પાલડી પોલીસે ગુનો નોંધીને આરોપી ધરપકડ કરી..
-
બિહાર ભાજપના નેતાઓની, આવતીકાલે અમિત શાહની ઉપસ્થિતિમાં જે પી નડ્ડાના નિવાસસ્થાને બેઠક યોજાશે
બિહાર ભાજપના નેતાઓની બેઠક આવતીકાલે સવારે 11 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાશે. કોર ગ્રુપ વિધાનસભા ઉમેદવારોના નામોની ચકાસણી કરશે. ગૃહમંત્રી અમિત શાહ, ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્ય પ્રભારી વિનોદ તાવડે, બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, સંગઠન મંત્રી ભીખુ ભાઈ દલસાનિયા, પ્રાદેશિક સંગઠન મંત્રી નાગેન્દ્ર, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેઠકમાં હાજરી આપશે.
-
-
અમદાવાદના સારંગપુર ઓવરબ્રિજનું પુનર્નિર્માણ ઑગસ્ટ 2026 સુધીમાં થઈ જશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. પુનર્વિકાસ કાર્ય અંતર્ગત સારંગપુર રોડ ઓવરબ્રિજ (ROB)નું પુનર્નિર્માણ કાર્ય પણ ઝડપી પ્રગતિ પર છે. આ પુલના પુનર્નિર્માણનું કાર્ય જાન્યુઆરી 2025માં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) ને સોંપવામાં આવ્યું હતું. પુનર્નિર્માણ બાદ રેલવે ભાગમાં લેનની સંખ્યા વધારીને છ કરવામાં આવશે, જેથી વાહનવ્યવહાર વધુ સુવિધાજનક બનશે અને ટ્રાફિક જામમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પુલ અમદાવાદ સ્ટેશનના આવનારા એલિવેટેડ રોડ નેટવર્ક સાથે પણ જોડાશે, જેના કારણે મુસાફરો તથા નાગરિકોને વધુ સારી કનેક્ટિવિટી મળશે.
આ પુલની કુલ લંબાઈ બે ભાગોમાં વિભાજિત છે — એપ્રોચની લંબાઈ 497 મીટર અને રેલવે સ્પેનની લંબાઈ 138 મીટર છે, જેમાં 107 મીટરનો સિંગલ સ્પેન બો-સ્ટ્રિંગ ગર્ડર બ્રિજનો સમાવેશ થાય છે. જૂના એપ્રોચ તથા રેલવે સ્પેનને દૂર કરવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ કાર્ય અત્યંત પડકારજનક હતું, જેને રેલવે સંચાલનને અસર કર્યા વગર ટ્રાફિક બ્લોક દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.હાલમાં કાર્ય ઝડપી પ્રગતિ પર છે — 132 પાઇલિંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, 23માંથી 18 પિલર તૈયાર થઈ ગયા છે અને 76માંથી 44 ગર્ડર કાસ્ટ થઈ ચૂક્યા છે. સમગ્ર પ્રોજેક્ટનું કામ ઑગસ્ટ 2026 સુધી પૂર્ણ થવાની સંભાવના છે.
-
રાજકોટ શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં, મેયર નયના પેઢડિયા- ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે તું-તું, મૈં-મૈં થઈ
રાજકોટ ભાજપમાં ફરી જુથવાદ સામે આવ્યો. સંકલનની બેઠકમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે થઇ બબાલ. દિવાળી કાર્નિવલના કાર્યક્રમની પત્રિકાને લઇને થઇ બબાલ. મેયર નયના પેઢડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે બબાલ. કાર્નિવલની પત્રિકામાં માત્ર એક જ ધારાસભ્ય દર્શિતા શાહનું નામ લખવાનું કહેતા થઇ બબાલ. ધારાસભ્ય દર્શિતા શાહે અન્ય ધારાસભ્યોના નામ લખવા અંગે વિરોધ નોધાવ્યો હોવાનો કર્યો દાવો. શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે તું-તું મૈં-મૈં થઈ હતી.
-
PSIનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં બહાર પડાશે, ત્યાર બાદ પોલીસ ભરતી ફેઝ 2ની જાહેરાત કરાશે
પોલીસ ભરતી ફેઝ 2ની જાહેરાત આગામી સમયમાં થશે. પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેની, સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિગતો આપવામાં આવી છે. PSIની સીધી ભરતી પ્રક્રિયામાં 50,000 ઉત્તરવહી તપાસવામાં આવી રહી છે. PSIનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં બહાર પડાશે. ફેઝ 1ની સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફેઝ 2 ની જાહેરાત થશે. તજજ્ઞો સરળતાથી મળતા ન હોવાથી પેપર ચેક કરવામાં વિલંબ થઈ રહ્યો છે તેમ સરકારી વકીલે જણાવ્યું હતું.
પોલીસમાં સર્વિસ સંબંધિત કેસો ટાળવા માટે પણ કોર્ટ મિત્ર સાથે ચર્ચા કરી શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટનું સરકારને સૂચન, પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ અને બાદમાં નીચી પોસ્ટનું પરિણામ બહાર પાડો. જેથી નીચી પોસ્ટમાં જગ્યાઓ ખાલી ના રહે.
નીચી પોસ્ટ બાદ ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરવાથી બંનેમાં સિલેક્ટ થયેલા ઉમેદવાર ઊંચી પોસ્ટમાં જાય તો નીચી પોસ્ટમાં જગ્યા ખાલી રહે છે તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. પ્રમોશનલ પોસ્ટમાં ખાલી રહેલ 10 હજાર પોસ્ટમાંથી હવે માત્ર 1297 પ્રમોશનલ જગ્યા જ ખાલી છે તેમ પણ સરકારી વકીલે જણાવ્યું હતું.
-
-
વાપીના ડુગરામાંથી ગુમ થયેલ દંપતિ મુદ્દે મોટો ખુલાસો, બન્નેનુ ઓનર કિલિગ કરાયુ હતું
વલસાડ જિલ્લાના વાપીના ડુંગરામાંથી ગુમ થયેલ પતિ પત્નીનો મામલે મોટો ખુલાસો થયો છે. ગુમ થયેલ દંપતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક મુન્ની કુમારી અને તેના પતિ દુખન સાવની કરપીણ હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઓનર કિલિંગના મામલે ડબલ મર્ડરનો ખુલાસો થતા જ પોલીસ તપાસનો ધમધમાટ થયો હતો. વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલ્યો છે. વલસાડ જિલ્લા પોલીસે ઉત્તર પ્રદેશમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય એક આરોપી વોન્ટેડ છે. મૃતક યુવતીના પરિવારજનોએ જ બંનેની ગોળી મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પરિવારજનોની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનો એ બંનેની હત્યા કરી નાખી હતી.
-
ધાડપાડુ લૂંટારૂ ટોળકી ગુનો આચરે તે પહેલા કાલાવડમાંથી ઝડપાઈ
જામનગર પંથકમાં ધાડપાડુ લૂંટારૂ ટોળકીને જામનગર-લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. કાલાવડ તાલુકાના મછલીવાડ ગામ નજીકથી લૂંટારૂ ટોળકીના માણસો જીવલેણ ધાતક હથીયારો ધારણ કરી લૂંટને અંજામ આપે તે પૂર્વે જ ઝડપી પાડ્યા. પાંચ જેટલાં ઇસમોને જીવલેણ ધાતક હથિયાર તથા લૂંટના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. લૂંટારુઓ પાસેથી ધાતક હથિયાર, કોયતો, છરી, ધારીયુ, ધોકો, પાઇપ સહિતના 4 લાખથી વધુનો મુદામાલ ઝપ્ત કરવામાં આવેલ છે.
આ ઝડપાયેલ આરોપીઓ ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે. તેઓ અગાઉ રાજકોટ તથા જામનગર, દેવભૂમી દ્રારકા જિલ્લામા ખૂન, ખૂનની કોશીષ, લુંટ, ધરફોડ ચોરી, વાહન ચોરી, કેબલ ચોરી, મારા મારી, દારૂ , જુગારના ગુનાઓમાં સંડોવાયેલ છે.હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
-
નવસારીમાં વાવાઝોડાની સહાયના મુદ્દે ભાજપ- કોંગ્રેસ સામસામે, તાલુકા પંચાયત કચેરીને ટોળા એકઠા થયા
નવસારીમાં આવેલા વાવાઝોડાની સહાય મુદ્દે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સરકારમાંથી યોગ્ય સહાય ના મળવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. વાંસદા બાદ આજે ચીખલીમાં કોંગ્રેસે રેલી સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી TDO ને કરવાની હતી રજૂઆત. આ સમયે કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહી હોવાના આક્ષેપો સાથે ભાજપના કાર્યકરો પણ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસ આપદામાં અવસર શોધી ખોટી રાજનીતિ કરતી હોવાનો ભાજપ કાર્યકરોએ આક્ષેપો કર્યાં છે. કોંગ્રેસના આંદોલન સામે ભાજપીઓ પણ ભેગા થતા તંત્ર મૂકાયું ચિંતામાં.
ભાજપી કાર્યકર્તાઓ તાલુકા પંચાયતે ભેગા થયાની જાણ થતા ધારાસભ્ય નરેશ પટેલ પણ તાલુકા પંચાયત પર પહોંચ્યા હતા. સમાજસેવી સંસ્થાઓ, સંગઠન અને સરકાર દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોની છત થાય એવા પુરા પ્રયાસો થયા છે. ધારાસભ્ય નરેશ પટેલે કાર્યકર્તાઓને સમજાવી પરત મોકલ્યા. ભાજપીઓએ તાલુકા પંચાયત પ્રાંગણ છોડ્યા બાદ કોંગ્રેસીઓ રેલી લઈ પહોંચ્યા હતા. કોંગી ધારાસભ્ય અનંત પટેલે દરેક ઘરોને 5 લાખની સહાયની માંગ સાથે TDO ને આપ્યું આવેદન.
-
અમદાવાદના નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલમાં સાધ્વીઓ રહેતી હોવાથી DEO એ કારણદર્શક નોટિસ ફટકારી
અમદાવાદના નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલમાં સાધ્વીઓ રહેતી હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. શૈક્ષણિક સંસ્થામાં સાધ્વીઓના રહેણાંક હોવાથી નોટિસ ફટકારાઈ છે. CBSE સ્કૂલમાં શિક્ષણ સાથે સાધ્વીઓને રહેવા માટે એક ફ્લોર છે. નિયમ મુજબ જ્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં અન્ય પ્રવૃતિઓ ના થઈ શકે. સ્કૂલના ક્લાસરૂમ સાથે જ મહિલા સંતોના રહેવાની કરાઈ છે વ્યવસ્થા. DEO એ કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. માત્ર શૈક્ષણિક હેતુ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ થઈ શકે.
-
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આવકારવા વડોદરા ભાજપે શરૂ કરી તૈયારી
વડોદરામાં આગામી મંગળવારે, ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખનુ આગમન થશે. શહેર ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને આવકારવા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પ્રદેશ પ્રમુખને આવકારવા બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખના વડોદરા શહેર પ્રવેશથી લઈને સભાસ્થળ સુધી રોડ શો કરાશે. રોડ શો દરમિયાન વિવિધ સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ભવ્ય સ્વાગત કરાશે. અંબાલાલ પાર્ક ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ભાજપના કાર્યકરોને સંબોધન કરશે.
-
વેજલપુરમાં બંટી બબલીએ તાંત્રિક બનીને 14 લાખની ઠગાઈ કરી
અમદાવાદના વેજલપુરમાં તાંત્રિક વિધિના નામે છેતરપીંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુ ટ્યુબ ચેનલ મારફતે ફરિયાદી મહિલા તાંત્રિકના સંપર્ક આવી હતી. ફરિયાદીના પુત્ર અને પતિનું મોત થતા તાંત્રિકનો સોશિયલ મીડિયા સંપર્ક થયો હતો. તાંત્રિક બનેલા બંટી બબલીએ 14 લાખની ઠગાઈ કરી છે. 2024માં મહિલાના પતિ અને 2 વર્ષનું બાળક અવસાન થતાં મહિલા તાંત્રિકની જાળમાં ફસાઈ હતી. પોલીસે ઠગ તાંત્રિકની કરી ધરપકડ. રામ પ્રતાપ ભાર્ગવ ધનરાજની ધરપકડ કરાઈ. ગુરુમાતા ઉર્ફે વીજેન્દ્રદેવી હાલ ફરાર છે. પોલીસે રાજસ્થાન બિકાનેર ડુંગરપુરથી રામ પ્રતાપ ભાર્ગવ ધનરાજની ધરપકડ કરી છે. પતિ અને પુત્રનું મોત તાંત્રિક વિધિના કારણે થયું છે અને હવે ફરિયાદીનું પણ મોત થશે તેવો ડર બતાવતા હતા. મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે આરોપી વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ. રામ પ્રતાપ ભાર્ગવ ધનરાજ અને ગુરુમાતા ઉર્ફે વીજેન્દ્રદેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
-
2000થી વધુ લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવનાર રાજેશ મંડલને ઝારખંડના જામતાડામાંથી ભરૂચ પોલીસે ઝડપ્યો
દેશના સાઇબર ક્રાઇમ હબ અને ફિશિંગ કેપીટલ ગણાતા ઝારખંડના જામતાડામાં ભરૂચ પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. 2018 લોકોને સાઈબર ફ્રોડનો શિકાર બનાવનાર રાજેશ મંડલને ઝડપી પાડી ભરૂચ લવાયો છે. 24 વર્ષીય રાજેશ મંડલએ સાઇબર ફિશિંગ સ્કેમ માટે 70 લોકોને નોકરી પર રાખી સાઇબર ક્રાઇમની ઓફિસ ચલાવતો હતો. ડિસેમ્બર 2024 માં પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી ફ્રોડ દ્વારા 5.50 લાખની છેતરપિંડી બાદ તપાસમાં આખું નેટવર્ક સામે આવ્યું. ભરૂચ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેકટર વી બી બારડે ત્રણ દિવસ ભરૂચ અને ઝારખંડના 25 પોલીસકર્મીઓની ટીમ સાથે વોચ ગોઠવી તક મળતા રાજેશ મંડલને ઝડપી પાડી ભરૂચ રવાના થયા છે. જામતાડાને ભારતનું “ફિશિંગ કેપિટલ” કહેવામાં આવે છે. અડધાથી વધુ ઓનલાઇન ફ્રોડ અને ફિશિંગના ગુનાને અહીંથી અંજામ અપાય છે. ઠગ લોકોના બેંક ડીટેલ્સ, OTP અને અન્ય માહિતીની ચોરી કરી પૈસા પડાવે છે.
-
અમદાવાદની નારાયણ ગુરુ કોલેજે 900 વિદ્યાર્થીઓ પાસેથી વધુ ઉઘરાવી ફી
અમદાવાદની નારાયણ ગુરુ કોલેજે 900 વિદ્યાર્થીઓની વધારે ફી લઈ લીધી હોવાનુ પ્રકાશમાં આવ્યું છે. ચાર વર્ષીય કોર્ષની ફી રેગ્યુલરના વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસૂલી લીધી છે. વિદ્યાર્થીદીઠ 1750 વધારે ફી લેતા NSUI એ કોલેજ ખાતે દેખાવો કર્યાં હતા. કોલેજે ભૂલથી વધારે ફી ઉઘરાવાઈ હોવાનુ સ્વીકાર કર્યું હતું. કોલેજે FRC એ નિયત કરેલ ટ્યુશન ફી કરતા વધુ ઉઘરાવી હતી. વિરોધ બાદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ફી પરત આપવા ખાતરી આપી છે.
-
રૂપિયા 200 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ફરાર 2 આરોપી ઝડપાયા
સુરત સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા રૂપિયા 200 કરોડના ફ્રોડ કેસના ફરાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. Lcb ઝોન 3 ની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ફ્રોડ કેસમાં ગુજસીટોક હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં આરોપીઓ છેલ્લા નવ માસથી ફરાર હતા. બંને આરોપીઓ 200 કરોડના ફ્રોડ કેસના મુખ્ય આરોપી મિલન દરજીના સુત્રધાર હોવાનું કહેવાય છે. ઉપરાંત ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમના ગુનામાં પણ આરોપીઓ ફરાર હતા. બંને આરોપીઓ પાસેથી pos અને paytm મશીન, લેપટોપ,વાઇફાઇ રાઉટર, આઈપી કેમેરો, સ્ટેમ્પ, sbi બેંકની ચેકબૂક, મોબાઈલ ફોન મળી3.08 લાખનો મુદ્દામાલ મળી આવતા કબજે કર્યો છે. આરોપીઓ નિખિલ દિનેશ મકવાણા અને પ્રતીક દિનેશ મકવાણાની ધરપકડ કરાઈ છે.
-
નોબેલ શાંતિ પુરસ્કાર 2025ની થઇ જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કાર 2025ની જાહેરાત થઇ ચુકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળ્યો, મારિયા કોરિના મચાડોને આ નોબેલ પુરસ્કાર મળ્યો છે. વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને સરમુખત્યારશાહીથી લોકશાહીમાં ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણ પ્રાપ્ત કરવા માટેના તેમના સંઘર્ષ માટે મારિયા કોરિના મચાડોને નોબલપીસપ્રાઇઝ મળ્યો છે.
-
કચ્છઃ ફટાકડાના વેપારીઓ પર GST વિભાગના દરોડા
કચ્છઃ ફટાકડાના વેપારીઓ પર GST વિભાગે દરોડા પાડ્યા. ગાંધીધામમાં ફટાકડાના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ. બે મોટા ફટાકડાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી. GST ચોરી કરતા ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
-
સુરત: ઇચ્છાપોર ગામે 22 વર્ષીય યુવકનું રહસ્યમયી મોત
સુરત: ઇચ્છાપોર ગામે 22 વર્ષીય યુવકનું રહસ્યમયી મોત થયુ. તાડી પીવા ગયેલા યુવકનું મોત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાડી વેચનારના ઘરે જઇ ગ્રામજનોએ વિરોધ કર્યો. તાડી પીવાના કારણે યુવકનું મોત થયાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા હાથ તપાસ ધરાઇ. પોસ્ટમોર્ટમ બાદ યુવકની મોતનું કારણ સામે આવશે.
-
સુરત: સાયબર ગુનામાં ગુજસીટોકના 2 વોન્ટેડ પકડાયા
સુરત: સાયબર ગુનામાં ગુજસીટોકના 2 વોન્ટેડ પકડાયા. કતારગામના ઉદયનગરમાં સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાંથી પકડાયા. આરોપીઓ છેલ્લા 9 મહિનાથી નાસતા-ફરતા હતા. બંને આરોપીઓ પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સાયબર ફ્રોડમાં અન્ય એક શખ્સ પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. LCB અને ચોક બજાર પોલીસે આરોપીઓને ઝડપ્યા છે.
-
સુપ્રીમ કોર્ટ સંકુલમાં દરેક માટે મફત વાઇ-ફાઇ ઉપલબ્ધ રહેશે
સુપ્રીમ કોર્ટ કોર્ટ સંકુલમાં બધા વકીલો અને મુલાકાતીઓને મફત વાઇ-ફાઇ પ્રદાન કરશે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “તમે પૂછો તે પહેલાં, હું તમને જણાવવા માંગુ છું કે, ડિજિટલ પ્રગતિમાં એક પગલું આગળ વધતાં, બધા વકીલો, અરજદારો અને મુલાકાતીઓ માટે કોર્ટ સંકુલમાં મફત વાઇ-ફાઇ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”
-
ઔરંગાબાદ: સોન નદીમાં હોડી પલટી જતાં એક વ્યક્તિનું મોત, સાત ગુમ
ઔરંગાબાદમાં સોન નદીમાં હોડી પલટી જતાં એક વ્યક્તિનું મોત અને સાત ગુમ છે. આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હોડીમાં 17 લોકો સવાર હતા. ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
-
દિવાળીમાં પણ વરસાદની અંબાલાલ પટેલની આગાહી
દિવાળીના તહેવારો પર રાજ્યમાં માવઠાનો માર પડી શકે છે. બેસતા વર્ષના દિવસે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 13 ઓક્ટોબરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે. 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાશે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. નવેમ્બર મહિનામાં પણ મોસમનો બેવડો માર સહન કરવો પડી શકે.
-
રાજકોટઃ જેતપુર ચોકડી નજીક રિક્ષા પલટી
રાજકોટઃ જેતપુર ચોકડી નજીક રિક્ષા પલટી ગઇ. રિક્ષામાં સવાર 9 મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ રિક્ષાચાલક ફરાર થયો. પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી.
-
રાજકોટઃ મનપાની ટીમ સાથે પશુ માલિકોની દાદાગીરી
-
સુરતઃ ફટાકડાનું ગેરકાયદેર ગોડાઉન ઝડપાયું
સુરતઃ ફટાકડાનું ગેરકાયદેર ગોડાઉન ઝડપાયું છે. માંગરોળના પીપોદર ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ હતો. ફાયર સેફ્ટી વગર ગોડાઉનમાં ફટાકડા રાખ્યા હતા. 86 લાખ 71 હજારની કિંમતના ફટાકડા જપ્ત કરાયા. ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કર્યા વગર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કર્યો હતો.
-
સ્વદેશી પ્લેટફોર્મ zohoનો ઉપયોગ કરવા સરકારનો નિર્દેશ
સ્વદેશી ભારતને લઈ રાજ્ય સરકારે વધુ એક પહેલ શરુ કરી છે. ડિજિટલ, સ્વદેશ તથા આત્મનિર્ભર ભારત હેઠળ મહત્વનો નિર્ણય લેવાયો છે. સ્વદેશી પ્લેટફોર્મ zohoનો ઉપયોગ કરવા નિર્દેશ કરાયો. રાજ્યના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે પરિપત્ર કર્યો. સરકારના તમામ વિભાગ, બોર્ડ, નિગમ તથા જાહેર સાહસોને નિર્દેશ અપાયો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ નવા ઇમેલ zoho અંગે જાણ કરી હતી.
-
પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હવાઈ હુમલો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ગઈકાલે મોડી રાત્રે વિસ્ફોટોના અવાજથી હચમચી ઉઠી હતી જ્યારે પાકિસ્તાની લડાકુ વિમાનોએ શહેરની અંદર ટીટીપીના ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાને કાબુલમાં ટીટીપીના વડા નૂર વલી મહેસુદની કાર અને ગેસ્ટ હાઉસને નિશાન બનાવ્યું હતું.
-
ફિલિપાઇન્સમાં 7.6 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો
શુક્રવારે સવારે ફિલિપાઇન્સમાં 7.6 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
-
ગીર સોમનાથ: દરિયામાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ગીર સોમનાથ: દરિયામાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. દરિયામાં મહારાષ્ટ્રની જય નામની બોટમાંથી દારૂ ઝડપાયો. ભેંસલા ટાપુ નજીક નવાબંદર મરીન પોલીસે બોટમાં દરોડા પાડ્યા. બોટમાંથી 417 પેટી દારૂ સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બોટમાંથી સુરત અને વલસાડના 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
-
આણંદઃ ખંભાતમાં વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી
આણંદઃ ખંભાતમાં વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ખંભાત નગરપાલિકાએ ગેરકાયદે દબાણ દૂર કર્યું. આંબેડકર સ્ટેચ્યુ પાસેના ગેરકાયદે દબાણ દૂર કરાયાં. ખંભાત શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઇ.
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુકાવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત મુલાકાતે છે. આજે સવારે ગીર સોમનાથ પહોંચશે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુકાવશે.
Published On - Oct 10,2025 7:37 AM
દુનિયાનો સૌથી ખારો સમુદ્ર કયો છે?
2462 દિવસ પછી વિરાટ કોહલી સાથે આ શું થઇ ગયું?
એક્ટિંગ છોડી બિઝનેસવુમન બનેલી અભિનેત્રીનો આવો છે પરિવાર
કોફી પ્રેમીઓ, ધ્યાન રાખો! Coffee સાથે આ 5 વસ્તુઓ ખાવાનું આજથી જ કરો બંધ, નહીતર હેલ્થ બગડી શકે છે
HDFC Bank માંથી 60 લાખની લોન લેવા કેટલો પગાર જોઈએ ?
વિરાટ કોહલીએ સતત ત્રણ સદી ફટકારી, અનેક રેકોર્ડ તોડ્યા