કાનુની સવાલ: શાળાઓ એડમિશન માટે ડોનેશન માગે છે તે કેટલું યોગ્ય છે? જાણો ક્યા ફરિયાદ કરી શકો
કાનુની સવાલ: જો ભારતમાં ખાનગી શાળાઓ અથવા કોલેજો બાળકના પ્રવેશ માટે "ડોનેશન / કેપિટેશન ફી" માગે છે, તો તે ગેરકાયદેસર છે.

Right to Education Act, 2009 (RTE Act): આર્ટિકલ 13(1) "No school or person shall, while admitting a child, collect any capitation fee and subject the child or his/her parents or guardian to any screening procedure." મતલબ કે, કોઈપણ શાળાને પ્રવેશના નામે ડોનેશન લેવાની મંજૂરી નથી. આર્ટિકલ 13(2): જો કોઈ શાળા એડમિશન માટે ડોનેશન લે છે તો ડોનેશનની રકમના 10 ગણા દંડ લાદવામાં આવશે. વારંવાર ઉલ્લંઘન કરવાથી શાળાની માન્યતા રદ થઈ શકે છે.

Indian Penal Code (IPC) – જો શાળા દબાણ હેઠળ ડોનેશન એકત્રિત કરી રહી હોય તો તેને "ખંડણી" (extortion) (કલમ 383-384 IPC) અથવા "છેતરપિંડી" (કલમ 420 IPC) હેઠળ ગુનો ગણી શકાય.

State Education Acts – ઘણા રાજ્યોએ અલગ "Capitation Fee Prohibition Act" બનાવ્યો છે. જેમ કે, મહારાષ્ટ્ર Capitation Fee Act, 1987 - આમાં કેપિટેશન ફી લેવી એ સજાપાત્ર ગુનો છે. કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં પણ સમાન જોગવાઈઓ છે.

લેન્ડમાર્ક જજમેન્ટ: T.M.A. Pai Foundation vs. State of Karnataka (2002, Supreme Court, 11-Judge Bench) કોર્ટે કહ્યું કે, ખાનગી સંસ્થાઓએ પ્રવેશમાં પારદર્શિતા જાળવી રાખવી પડશે. "Profiteering" અને "capitation fee" તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

Islamic Academy of Education vs. State of Karnataka (2003, SC) કોર્ટે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓ "charitable purpose" માટે ચલાવવામાં આવે છે. નફો કમાવવા કે દાન લેવા માટે નહીં. P.A. Inamdar vs. State of Maharashtra (2005, SC) આમાં પણ એ જ રિપિટ થયું કે, કેપિટેશન ફી ગેરકાયદેસર છે અને શિક્ષણને "ધંધો" બનાવી શકાય નહીં. Modern School vs. Union of India (2004, SC) દિલ્હીની ખાનગી શાળાઓ પર નિર્ણય - મન ફાવે તેમ લેવાતી ફી અને ડોનેશન પર પ્રતિબંધ છે.

ફરિયાદ ક્યાં કરવી?: જો કોઈ શાળા પ્રવેશના નામે ડોનેશન માંગતી હોય તો તમે અહીં ફરિયાદ કરી શકો છો: જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) / રાજ્ય શિક્ષણ વિભાગમાં RTE કાયદા હેઠળ કાર્યવાહી કરવી પડશે. CBSE / ICSE / State Board- જો શાળા આ બોર્ડ સાથે જોડાયેલી હોય તો બોર્ડને લેખિત ફરિયાદ કરી શકાય છે.

National/State Commission for Protection of Child Rights (NCPCR/SCPCR) - ચાઈલ્ડ રાઈટ્સમાં ફરિયાદ નોંધાવી શકાય છે. Consumer Forum (અત્યારે Consumer Disputes Redressal Commission) જો તમે પૈસા ચૂકવ્યા અને છેતરપિંડી થઈ હોય તો તમે તેને "deficiency in service" ગણીને કેસ દાખલ કરી શકો છો. સ્થાનિક પોલીસ / કોર્ટ- IPC ની કલમ 420 (cheating) અને 384 (extortion) હેઠળ FIR નોંધાવી શકાય છે.

પ્રવેશ માટે ડોનેશન/કેપિટેશન ફી લેવી એ RTE કાયદા, 2009 હેઠળ ગુનો છે. સુપ્રીમ કોર્ટે વારંવાર તેને ગેરકાયદેસર અને ગેરબંધારણીય જાહેર કર્યું છે. શિક્ષણ વિભાગ, બોર્ડ, બાળ અધિકાર આયોગ અથવા પોલીસમાં ફરિયાદ નોંધાવી શકાય છે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Whisk)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
