બોબી દેઓલ
વિજય સિંહ દેઓલ બોબી દેઓલ તરીકે ફેમસ છે, જે એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. તે ફેમસ ફિલ્મ એક્ટર ધર્મેન્દ્રનો નાનો પુત્ર છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ થયો હતો. તેને હિન્દી સિનેમાની ઘણી મોટી ફિલ્મોમાં લીડ રોલ કર્યા છે. બોબી દેઓલ હિન્દી સિનેમામાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. બોબી દેઓલની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘બરસાત’થી થઈ હતી, તેને ડેબ્યૂ ફિલ્મમાં જ શાનદાર એક્ટિંગ કરી હતી.
બોબી ફિલ્મ ધરમ વીર (1977)માં બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો. તેની ફિલ્મોમાં ગુપ્ત (1997), સોલ્જર (1998), બાદલ (2000), બિચ્ચુ (2000), અજનબી (2001) અને હમરાઝ (2002), અપને (2007), યમલા પગલા દીવાના (2011), રેસ 3 (2018) અને હાઉસફુલ 4 (2019) જેવી સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. બોબી દેઓલે ઓટીટી પર રિલીઝ થયેલી ’83 (2022) અને લવ હોસ્ટેલ (2022) ફિલ્મોમાં પણ રોલ પ્લે કર્યો છે. આ સિવાય બોબી દેઓલે વેબ સિરીઝ આશ્રમમાં પણ લીડ રોલ કર્યો છે.
બોબીનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ મુંબઈમાં થયો હતો. તે પંજાબી જાટ પરિવારનો છે. તે બોલિવુડ સ્ટાર ધર્મેન્દ્રનો પુત્ર છે અને તેની માતાનું નામ પ્રકાશ કૌર છે. એક્ટર સની દેઓલ તેનો મોટો ભાઈ છે. તેને બે બહેનો છે વિજેતા અને અજેતા. એક્ટ્રેસ હેમા માલિની તેની સાવકી માતા છે અને તેની બે સાવકી બહેનો છે, એક્ટ્રેસ એશા દેઓલ અને આહાના દેઓલ. એક્ટર અભય દેઓલ તેનો કઝીન છે. બોબી દેઓલે 1996માં તાન્યા દેઓલસાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે.