Breaking News : ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પરિવારે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય લીધો
Dharmendra Discharge : બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ હવે પરિવાર અને ચાહકોની પ્રાર્થનાની અસર જોવા મળી છે. ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને લઈ તેના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે બુધવારે સવારે 7:30 કલાકે તેને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરિવારે તેને ઘરે જ સારવાર આપવાનો નિર્ણય લીધો છે. જેને લઈ સવારે એમ્બુલન્સમાં ઘરે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પહેલા તેનો દીકરો બોબી દેઓલ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલમાં હી-મેન ધર્મેન્દ્ર ઘરે છે તેમજ તેના સ્વાસ્થમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો જોવા મળ્યો
બુધવાર સવારે બોબી દેઓલ પણ હોસ્પિટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યો હતો. હવે તેના પિતા ઘરે પરત ફર્યા છે. છેલ્લા કેટલાક દિવસથી તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારના રોજ અભિનેતાની તબિયત વધુ ખરાબ થઈ હતી. ત્યારબાદ પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા. અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેને પરિવારે ઘરે લઈ જવાનો નિર્ણય લીધો છે.
View this post on Instagram
પરિવારનું પહેલું સ્ટેટમેન્ટ
ધર્મેન્દ્રના પરિવાર તરફથી હવે ઓફિશિયલ જાણકારી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેની સારવાર હવે ઘરે થશે. મીડિયા અને લોકોને રિકવેસ્ટ છે કે, તે ખોટી અફવા ન ફેલાવે, તેના પરિવારની પ્રાઈવેસીનું સન્માન કરે. અમે તેના જલ્દી સ્વસ્થ થવા અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરીએ. તેમજ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના માટે તમારો આભાર માનું છુ.
આ સ્ટેટમેન્ટ બોબી દેઓલે ઘરે પહોંચ્યા બાદ આપ્યું હતુ. હોસ્પિટલથી એમ્બયુલન્સમાં ઘરે લઈ જવામાં આવ્યા હતા. પીટીઆઈ સાથે વાતચીતમાં પહેલા જ ડોક્ટરે કહ્યું હતુ કે, તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેની આગળની સારવાર ઘરે જ કરવામાં આવશે.મંગળવારના રોજ જ્યારે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના મૃત્યુના ખોટા સમાચાર ફેલાયા તો બીજી પત્ની હેમા માલિની ખરાબ રીતે ભડકી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેના મૃત્યુને નકાર્યું હતુ.
