ભારત સાથે જોડાયેલો હોવા છતાં નામ અરબ પર કેમ ? જાણો અરબી સમુદ્રના નામ પાછળની કહાની

હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ ભાગને અરબી સમુદ્ર કહેવામાં આવે છે. ભારતના પશ્ચિમ કિનારે આવેલા અરબી સમુદ્રને નામ આપવા પાછળનું કારણ માત્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક જ નથી, પણ ભૌગોલિક સંયોગ પણ છે. ત્યારે આ લેખમાં આપણે જાણીશું કે ભારત સાથે જોડાયેલા અરબી સમુદ્રના નામકરણ પાછળની કહાની શું છે અને તેનું ઐતિહાસિક મહત્વ શું છે.

ભારત સાથે જોડાયેલો હોવા છતાં નામ અરબ પર કેમ ? જાણો અરબી સમુદ્રના નામ પાછળની કહાની
Arabian Sea
Follow Us:
| Updated on: Aug 28, 2024 | 3:55 PM

અરબી સમુદ્ર ભારત સાથે જોડાયેલો હોવા છતાં નામ અરબ પર કેમ ? આ પ્રશ્ન એક રસપ્રદ ઐતિહાસિક અને ભૌગોલિક ઇતિહાસ સાથે જોડાયેલો છે. ભારતના પશ્ચિમ કિનારે આવેલા અરબી સમુદ્રને નામ આપવા પાછળનું કારણ માત્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક જ નથી, પણ ભૌગોલિક સંયોગ પણ છે. જેણે વિવિધ સામ્રાજ્યો અને વેપાર માર્ગોને એકબીજા સાથે જોડ્યા છે. આ લેખમાં આપણે જાણીશું કે ભારત સાથે જોડાયેલા અરબી સમુદ્રના નામકરણ પાછળની કહાની શું છે અને તેનું ઐતિહાસિક મહત્વ શું છે.

હિંદ મહાસાગરના ઉત્તર-પશ્ચિમ ભાગને અરબી સમુદ્ર કહેવામાં આવે છે. યુરોપના લોકો આ માર્ગેથી ભારતમાં આવતા રહ્યા છે. તે પૂર્વમાં ભારત, પશ્ચિમમાં આફ્રિકન દ્વીપકલ્પ અને અરેબિયન દ્વીપકલ્પ, ઉત્તરમાં ઈરાન અને પાકિસ્તાન અને દક્ષિણમાં હિંદ મહાસાગરના બાકીના ભાગોથી ઘેરાયેલો છે. બંગાળની ખાડીની તુલનામાં અહીં ઓછા દબાણ સાથે ચક્રવાત રચાય છે.

અરબી સમુદ્ર સાથે જોડાયેલા ફેક્ટસ

અરબી સમુદ્ર લગભગ 38,62,000 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. આ સમુદ્રની મહત્તમ પહોળાઈ આશરે 2,400 કિમી છે અને તેની મહત્તમ ઊંડાઈ 4,652 મીટર એટલે કે 15,262 ફૂટ છે. મહાસાગરમાં વહેતી સૌથી મોટી નદી સિંધુ નદી છે. અરબી સમુદ્રની બે મહત્વની શાખાઓ છે. જેમાં દક્ષિણ-પશ્ચિમમાં એડનનો અખાત છે, જે બાબ-અલ-મંડેબના તંરગો દ્વારા લાલ સમુદ્ર સાથે જોડાય છે અને ઉત્તર-પશ્ચિમમાં ઓમાનનો અખાત પર્સિયન ગલ્ફ સાથે જોડાયેલો છે. તો ખંભાત, કચ્છ અને મન્નારનો અખાત પણ ભારતીય દરિયાકિનારે આવેલા છે.

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

અરબી સમુદ્ર પર દરિયાકિનારા ધરાવતા દેશોમાં ભારત, પાકિસ્તાન, સોમાલિયા, યમન, ઓમાન, અને માલદીવ્સ છે. તેના કિનારે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ રાજ્યો આવેલા છે. ભારતના લક્ષદ્વીપ, દાદર, નગર હવેલી અને દમણ-દીવ આ સમુદ્રમાં છે. તો આ દરિયા કિનારે માલે, કાવારત્તી, કન્યાકુમારી, કોવલમ, તિરુવનંતપુરમ, કોચી, કોઝિકોડ, કન્નુર, કસરાગોડ, મેંગ્લોર, વાસ્કો, માલવણ, રત્નાગીરી, અલીબાગ, મુંબઈ, દમણ, વલસાડ, સુરત જેવા અનેક મોટા શહેરો આવેલા છે.

અરબી સમુદ્રને સિંધુ સમુદ્ર, અખ્ઝર સમુદ્ર અને એરીથ્રીયન સમુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંધુ નદી આ મહાસાગરમાં આવેલી છે. સિંધુ નદી ઉપરાંત નેત્રાવતી, શરાવતી, નર્મદા, તાપ્તી, માહી અને કેરળની નદીઓનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર આવેલા મુખ્ય બંદરોની વાત કરીએ તો, તેમાં કરાચી બંદર, ગ્વાદર બંદર, કંડલા પોર્ટ, મુંબઈ બંદર, જવાહરલાલ નેહરુ આંતરરાષ્ટ્રીય બંદર (ન્હાવા શેવા), મડગાંવ બંદર, કોલ્લમ બંદર, કોચી બંદર, કાલિકટનું બંદર અને એર્નાકુલમ બંદરનો સમાવેશ થાય છે.

અરબી સમુદ્રનું શું મહત્વ છે ?

અરબી સમુદ્ર એ ભારતીય ઉપખંડના પશ્ચિમ કિનારે સ્થિત એક મહત્વપૂર્ણ સમુદ્ર છે, જે ભારતને અરબી દ્વીપકલ્પથી અલગ કરે છે. આ સમુદ્ર હિંદ મહાસાગરનો એક ભાગ છે, જે ઉત્તરમાં પાકિસ્તાન, પશ્ચિમમાં ઈરાન અને દક્ષિણમાં ભારત સાથે સરહદો ધરાવે છે. અરબી સમુદ્રનું નામ ‘અરબ’ શબ્દ પરથી પડ્યું છે, જે અરબી દ્વીપકલ્પ અને આરબ લોકો સાથે સંકળાયેલું છે.

નામકરણનો વિશેષ ઇતિહાસ છે

અરબી સમુદ્રનું નામ ઐતિહાસિક અને વેપારી સંપર્કોના આધારે રાખવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં આ વિસ્તાર ખાસ દરિયાઈ માર્ગ તરીકે જાણીતો હતો. જ્યારે આરબ વેપારીઓ અને નાવિકોએ આ માર્ગનો ઉપયોગ કર્યો ત્યારે અરબી સમુદ્રનું વ્યાપારી મહત્વ વધી ગયું. આ વેપાર માર્ગ ભારતીય ઉપખંડ અને અરબી દ્વીપકલ્પ વચ્ચે પરિવહનનું મુખ્ય માધ્યમ હતું.

આરબ વેપારીઓ અને ખલાસીઓ ભારતના પશ્ચિમ કિનારે આવેલા મોટા બંદરો પરથી મસાલા, કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો વેપાર કરતા હતા. આ ઉપરાંત ભારતીય અને આરબ વેપારીઓ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ થયું, જેના કારણે આ દરિયાઈ વિસ્તાર ‘અરબિયન સમુદ્ર’ તરીકે ઓળખાવા લાગ્યો અને તેનું નામ અરબી સમુદ્ર થઈ ગયું.

ભારત અને અરબી સમુદ્ર વચ્ચેના સંબંધો

ભારત અને અરબી સમુદ્ર વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો પણ ગાઢ છે. અરબી સમુદ્રના કાંઠે આવેલા ભારતીય રાજ્યો, જેમ કે મુંબઈ, ગુજરાત અને ગોવા, ઐતિહાસિક રીતે આરબ વેપારીઓના સંપર્કમાં હતા. આ વેપારીઓની હિલચાલથી ભારતીય અને આરબ સંસ્કૃતિના પરસ્પર પ્રભાવમાં વધારો થયો, તેથી જ અરબી સમુદ્રનું નામ અરબી દ્વીપકલ્પ સાથે જોડાયેલું છે, જે તે સમયના વેપાર અને સાંસ્કૃતિક વિનિમયનું પ્રતીક પણ માનવામાં આવે છે.

શાંત અરબી સમુદ્ર હવે આક્રમક બની રહ્યો છે

એક સમયે શાંત અરબી સમુદ્ર હવે ગ્લોબલ વોર્મિંગને કારણે વારંવાર ચક્રવાતનું સ્થળ બની રહ્યું છે. અરબી સમુદ્ર ભૂતકાળમાં ચક્રવાત માટે ખાસ જાણીતો ન હતો પરંતુ, હવે તે પોતાનો માર્ગ બદલી રહ્યો છે. અરબી સમુદ્રની આબોહવા તેના ભૌગોલિક સ્થાન, પવન, સમુદ્રી પ્રવાહો અને તેના પાણીની સપાટીનું તાપમાન સહિત ઘણા પરિબળોથી પ્રભાવિત છે.

અરબી સમુદ્રની સપાટીનું તાપમાન આખા વર્ષ દરમિયાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. ઉનાળામાં અહીં ગરમી પડે છે. અહીં ઉનાળામાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી અને શિયાળામાં ઉત્તર-પૂર્વ દિશામાંથી ચોમાસાના પવનો ફૂંકાય છે. આ પવનો એપ્રિલથી નવેમ્બર સુધી ચાલતી ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાન તેમજ ઉચ્ચ ભરતી લાવે છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાત પણ સામાન્ય છે, ખાસ કરીને ઉનાળા દરમિયાન જ્યારે સપાટીનું તાપમાન મહત્તમ હોય છે. તેઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ખતરનાક તોફાનો પણ લાવે છે. તેમ છતાં અરબી સમુદ્રનો પ્રદેશ આબોહવા સંશોધન અને પૃથ્વી પરની દરિયાઈ જીવસૃષ્ટિ સાથે સંકળાયેલા અભ્યાસોના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. તે અસંખ્ય જળચર પ્રજાતિઓને પોષણ આપે છે, જ્યારે લાખો લોકો આ સમુદ્રમાં માછીમારી કરી તેમની આજીવિકા ચલાવે છે.

અનેક પ્રકારના દરિયાઈ જીવોનું ઘર છે આ સમુદ્ર

અરબી સમુદ્રના કિનારે ઘણા પરવાળાના ખડકો જોવા મળે છે, જેમાંથી સૌથી પ્રસિદ્ધ ભારત, યમન અને ઓમાનના કિનારે સ્થિત છે. રંગબેરંગી માછલીઓ, ક્રસ્ટેશિયન્સ અને મોલસ્ક સહિત અનેક પ્રકારના દરિયાઈ જીવો અહીં જોવા મળે છે. અરબી સમુદ્રમાં અનેક પ્રકારના દરિયાઈ ઘાસ જોવા મળે છે અને તેના કિનારે મેન્ગ્રોવના જંગલો પણ આવેલા છે.

અરબી સમુદ્રમાં સૌથી વધુ ફેમસ પરવાળાના ખડકો પૈકીનો એક લક્ષદ્વીપ ટાપુ છે, જે ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત 36 કોરલ ટાપુઓનો સમૂહ છે. અન્ય પરવાળાના ખડકો ઓમાનમાં મુસન્ડમ પેનિનસુલા છે. આ પરવાળાના ખડકો માછલી, કાચબા, ડોલ્ફિન વગેરેની 900 પ્રજાતિઓનું ઘર છે. આ પરવાળાના ખડકો તેમની સમૃદ્ધ જૈવવિવિધતા માટે જાણીતા છે. જો કે, પ્રદૂષણ, આબોહવા પરિવર્તન અને અતિશય માછીમારી જેવી માનવીય પ્રવૃત્તિઓને કારણે તેઓ જોખમમાં છે.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">