વલસાડના 10 ગામને દરિયો ગળી જશે, દર વર્ષે સમુદ્ર આગળને આગળ જ વધી રહ્યો છે, જુઓ વીડિયો

વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા 10 ગામ ઉપર નષ્ટ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ 10 ગામને અરબી સમુદ્ર ગળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 18 વર્ષથી અરબી સમુદ્ર, દરિયાકાંઠાના ગામ તરફ આગળને આગળ જ વધી રહ્યો છે.

| Updated on: Jul 25, 2024 | 3:33 PM

દક્ષિણ ગુજરાતના વલસાડના દરિયાકાંઠે આવેલ એવા કેટલાક ગામ છે, જે અરબી સમુદ્રમાં ગરકાવ થઈ જશે. આજે વલસાડ જિલ્લાના સમુદ્ર કાંઠે આવેલા 10 ગામ ઉપર નષ્ટ થવાનું સંકટ તોળાઈ રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી અરબી સમુદ્ર કાંઠા વિસ્તારના ગામ તરફ આગળ ઘપી રહ્યો છે. પંદર વર્ષ પહેલા જ્યા ગામની જમીન જોવા મળતી હતી ત્યાં આજે દરિયાના પાણી જ પાણી જોવા મળે છે. ગામની જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે.

સ્થાનિકોનું કહેવું છે કે, ગામને હજુ પણ બચાવવા હોય તો, દરિયાકાંઠે પ્રોટેકશન વોલ બનાવવી જોઈએ. જેથી દરિયો જે ઝડપે દરિયાકાંઠાના ગામ તરફ આગળ વધી રહ્યો છે કે આગળ વધતો અટકે. આ વિસ્તારમાં ચોમાસામાં સૌથી કફોડી સ્થિતિ સર્જાય છે.

વલસાડના દાતીગામના રહીશોના ઘર સુધી દરિયાના પાણી ઘુઘવે છે. ચોમાસામાં ઉછળતા ઊચા મોજા ગ્રામ્ય વિસ્તારના ઘરો ઉપર અથડાય છે. ચોમાસામાં લોકો ભયના માર્યા ઘર છોડીને અન્યત્ર રહેવા ચાલ્યા ગયા છે. જો આવી જ સ્થિતિ રહી તો આગામી પાંચ સાત વર્ષમાં ગામની જગ્યાએ માત્ર દરિયાના પાણી જ જોવા મળશે.

વલસાડના દાંતી ગામની ભૌગોલીક સ્થિતિ એવી છે કે, સૌથી પહેલુ આ ગામ જ દરિયામાં ગરકાવ થઈ જશે. એક તરફ અંબિકા નદી અને ખાડી છે તો બીજી તરફ અરબી સમુદ્ર છે. સ્થાનિકોના જણાવ્યાનુંસાર, ચોમાસામાં થતા ધોવાણને પગલે, છેલ્લા પાંચ વર્ષમાં અરબી સમુદ્ર બે કિલોમીટર જેટલો અંદર આવી ગયો છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, અંબિકા નદીના પટમાં ગેરકાયદે થતા રેતીના ખનનને કારણે દરિયો વધુ આગળ વધી રહ્યો છે. જો સરકારી તંત્ર દરિયાકાંઠે પ્રોટેકશન વોલ બનાવે અને અંબિકા નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનને અટકાવે તો દરિયો જે ઝડપે આગળ વધી રહ્યો છે તેની ઝડપ ઓછી થાય અને ગામના અસ્તિત્વ સામે જે જોખમ ઊભુ થયુ છે તે દૂર થાય.

Follow Us:
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">