Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર,TV9એ ઉઠાવેલા પ્રશ્નનો કેન્દ્ર સરકારે આપ્યો જવાબ જુઓ Video
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક મહિનામાં પ્લેન ક્રેશનો રિપોર્ટ આવી શકે છે , આ સાથે TV9એ ઉઠાવેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે.પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે.
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.TV9 ગુજરાતીએ લોકોના ન્યાય માટે ઉઠાવેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે.કેન્દ્રીય એવિયેશન મંત્રીએ પ્લેન ક્રેશ રિપોર્ટ અંગે માહિતી આપી છે. આગામી 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવી શકે છે. અનેક એજન્સીઓ અને AAIB હાલ તપાસ કરી રહ્યું છે.કેન્દ્ર સરકારથી પણ તમામ સહાય અત્યાર સુધી પૂરી પાડવામાં આવી છે. તપાસ હવે અંતિમ તબક્કામાં છે, જે સ્થિતિ છે તેનું મોનિટરિંગ કરી રહ્યા છે. વળતર મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. યોગ્ય રીતે તેમાં તપાસ કરવામાં આવી રહી છે.
દુર્ઘટનાને હવે એક વર્ષ પૂર્ણ થવા આવશે
12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ 171 ઉડાન ભર્યાના થોડા જ સમયમાં ક્રેશ થઈ ગઈ હતી. દુર્ઘટનાને હવે એક વર્ષ પૂર્ણ થવા આવશે. અગાઉ AAIB દ્વારા તેનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરાયો હતો. જેમાં ટેક-ઑફ બાદ તરત જ એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય બંધ થઈ જતા દુર્ઘટના સર્જાયાનું જણાવાયું હતું. જો કે પ્રારંભિક રિપોર્ટમાં અનેક ક્ષતિઓના આક્ષેપ ઉઠ્યા હતા. ત્યારે તપાસનો અંતિમ અને મુખ્ય રિપોર્ટ ક્યારે આવશે. તેની રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ બાદ જ વિમાન દુર્ઘટના કયા કારણથી સર્જાઈ તેની ચોક્કસ વિગતો સામે આવી શકે.
12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતુ. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા.
12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
