Online Gaming Fraud: ઓનલાઈન ગેમિંગ એપ્સ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video

ગૂગલ પ્લે સ્ટોર પર આવી ફ્રોડ ઓનલાઇન ગેમિંગ એપ્સ ઉપલબ્ધ નથી. તેને ઈન્સ્ટોલ કરવા માટે, તેમની વેબસાઇટ પર APK ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવે છે. સાથે જ ગેમ રમતી વખતે આગળના રાઉન્ડમાં જવા માટે પોઈન્ટ્સ, કોઈન્સ, ડાયમંડ્સ વગેરે ખરીદવાનું કહેવામાં આવે છે.

Online Gaming Fraud: ઓનલાઈન ગેમિંગ એપ્સ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video
Online Gaming Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 12:13 PM

દેશમાં ઓનલાઈન ગેમ (Online Game Fraud) રમતા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. લોકો ઓનલાઈન ગેમ્સ પાછળ એટલા પાગલ થાય છે કે બધા કામ બાજુ પર રાખીને આખો દિવસ ગેમ રમે છે. આ ગેમ માત્ર મનોરંજન પુરતી જ સીમિત હોય તો ઠીક છે, પરંતુ આના દ્વારા ફ્રોડ (Cyber Crime) થવા લાગ્યા છે અને લોકો છેતરાઈ રહ્યા છે.

વોલેટના રૂપમાં બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે

હાલમાં એવી ઘણી ગેમ્સ છે જે ડાઉનલોડ કરવા માટે ક્લિક કરવા પર એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. ઓનલાઈન ગેમ્સના નામે સાયબર ઠગ ગેંગ લોકોના મોબાઈલમાં એપ્સ ઈન્સ્ટોલ કરી અને વેબસાઈટ પર એપીકે ફાઈલ ડાઉનલોડ કરવાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વોલેટના રૂપમાં બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.

આરોપી એપના એકાઉન્ટને બ્લોક કરે છે

ઘણા કિસ્સામાં લોકોએ ગેમ રમતા પહેલા રૂપિયા જમા કરાવવાના હોય છે. લોકો ગેમ રમવાનું શરૂ કરે છે ત્યારે કેટલીક વખત ગેમમાં હાર થાય છે, પરંતુ બાદમાં આરોપીઓ ગેમ જીતાડે છે. તેથી લોકોના પૈસા ડબલ થાય છે અને તેના એકાઉન્ટમાં મોકલે છે. આવી સ્થિતિમાં લોકોનો લોભ વધે છે અને તેઓ મોટી રકમ એપમાં જમા કરાવે છે. ત્યારબાદ લોકોના વધારે રૂપિયા જમા થાય ત્યારે આરોપી એપના એકાઉન્ટને બ્લોક કરે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

APK ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવે છે

એવું સામે આવ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર પર આવી ફ્રોડ ઓનલાઇન ગેમિંગ એપ્સ ઉપલબ્ધ નથી. તેને ઈન્સ્ટોલ કરવા માટે, તેમની વેબસાઇટ પર APK ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવે છે. સાથે જ ગેમ રમતી વખતે આગળના રાઉન્ડમાં જવા માટે પોઈન્ટ્સ, કોઈન્સ, ડાયમંડ્સ વગેરે ખરીદવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ ફ્રોડ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Lottery Fraud: તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે ! જો આવો મેસેજ કે કોલ આવે તો રહો સાવધાન, જુઓ Video

શું સાવચેતી રાખવી ?

1. માત્ર Google Play Store અથવા Apple App Store પરથી ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરો.

2. એપને ડાઉનલોડ કરતા પહેલા તેના રીવ્યુ વાંચો.

3. જો તમને મોટી રકમનું ઈનામ જીતવાની લાલચ આપે તો એપ્સથી સાવચેત રહો.

4. તમારી અંગત માહિતી ક્યારેય એવી એપને ન આપો જેનાથી તમે પરિચિત ન હોય.

5. ગેમિંગ કંપનીઓના ઈમેઇલ્સ અથવા ટેક્સ્ટ મેસેજની લિંક્સ પર ક્લિક કરવી નહીં.

6. ફેક ગેમિંગ એપ્લિકેશન્સ કાયદેસર ગેમિંગ એપ્લિકેશન્સ જેવી ડિઝાઇન કરવામાં આવે છે.

7. તમારી બેંકની વિગતો, OTP કે પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહી.

8. તમે ગેમિંગ એપ છેતરપિંડીનો ભોગ બન્યા છો, તો તમારે તેની જાણ પોલીસને કરવી જોઈએ.

9. તમે એપ સ્ટોરનો પણ સંપર્ક કરી શકો છો જ્યાંથી તમે એપ ડાઉનલોડ કરી છે અને રિફંડની વિનંતી કરી શકો છો.

10. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">