Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જાણો તમામ વિગતો

ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઈમનો પણ ખતરો રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં વધી રહી છે. દરરોજ એવી ઘણા સાયબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે સૌ કોઈ જાણે છે.

Cyber Crime: સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી? જાણો તમામ વિગતો
Cyber Crime
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 11:01 AM

આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યુ છે. આજે ઘણા બધા રોજીંદા કામ સ્માર્ટ ફોન (Smart Phone) દ્વારા ઓનલાઈન કરી શકાય છે. આ સાથે જ ઓનલાઈન ફ્રોડના (Online Fraud) કેસ પણ વધી રહ્યા છે. ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઈમનો પણ ખતરો રહે છે. હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં વધી રહી છે. દરરોજ એવા ઘણા સાયબર ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે સૌ કોઈ જાણે છે.

સાયબર ક્રાઈમનો શિકાર બનો તો કેવી રીતે બચી શકાય

શું તમે જાણો છો કે અજાણતા જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનશો તો તમે કેવી રીતે બચી શકશો? તમારામાંથી મોટાભાગના લોકો આ વિશે જાણતા નથી. આજે આપણે જાણીશું કે, આ પ્રકારની ઘટના જો તમારા સાથે બને છે તો કોઈ જગ્યાએ ભટકવા કરતા તમે યોગ્ય જગ્યાએ ફરિયાદ કરો તે વધુ સારું છે, જેથી તમને મદદ મળી શકે.

ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરો

આ માટે સૌથી પહેલા ઓનલાઈન નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર જાઓ. આ પ્લેટફોર્મ પર તમે સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ કરી શકો છો. આ પોર્ટલ પર હેકિંગ કેસ, ઓનલાઈન સ્કેમ, ઓળખ કાર્ડની ચોરીના કેસ અને સાયબર ધમકી જેવા ઘણા સાયબર ક્રાઈમ કેસની જાણ કરી શકાય છે.

શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી

ઓનલાઇન ફરિયાદની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવી

ઓનલાઈન પોર્ટલ ઉપરાંત તમે જે વિસ્તારમાં રહો છે તે વિસ્તારમાં આવેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકો છો. આ પ્રકારની ઘટના અંગેની જાણ પોલીસને કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી સાથે આવો કોઈ કેસ બને છે, તો ઓનલાઇન ફરિયાદની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ તેની જાણ કરવી જરૂરી છે.

આ પણ વાંચો : Influencer Guide : પૈસા કમાવાની આ રીત પડી શકે છે ભારે, આવી Reels બનાવશો તો થશે દંડ

હેલ્પલાઇન નંબર પર કોલ કરી ફરિયાદ કરી શકો

હેલ્પલાઇન નંબર વિશે વાત કરીએ તો, 1930 એ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર છે, તે સાયબર ક્રાઇમ કેસોની ફરિયાદ કરવા માટેનો નંબર છે. આ હેલ્પલાઇન નંબર તમારી મદદ માટે 24×7 ઉપલબ્ધ રહે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">