પહલગામ આતંકી હુમલામાં પ્રત્યક્ષદર્શી મહિલાનો ચોંકાવનારો દાવો, સ્કેચમાં દેખાઈ રહેલા આતંકીએ જ તેમને કરાવી હતી ખચ્ચર રાઈડ, પ્લાન A અને B નો ઉલ્લેખ
જૌનપુરની રહેવાસી મહિલા પ્રવાસીએ દાવો કર્યો છે કે પહલગામ હુમલા પહેલા 20 એપ્રિલે સ્કેચમાં દેખાઈ રહેલા સંદિગ્ધે તેમને ખચ્ચરની સવારી કરાવી હતી. મહિલા પર્યટકના જણાવ્યા અનુસાર વાતચીતમાં તેણે હથિયાર, બ3ેક ફેલ અને પ્લાન A,B નો ઉલ્લેખ કર્યો છે. મહિલા પર્યટકે તેને કરાયેલા ધર્મ સંબંધી સવાલ અને સંદિગ્ધ ગતિવિધિઓની જાણકારી સુરક્ષા એજન્સીઓને આપી છે.

પહલગામ આતંકી હુમલામાં એકતરફ સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગેલી છે. તો બીજી તરફ ઉત્તરપ્રદેશના જોનપુરની રહેનારી મહિલા પર્યટકે ચોંકાવનારો દાવો કર્યો છે. મહિલાનું કહેવુ છે કે એટેક કર્યાના બે દિવસ પહેલા એટલે કે 20 એપ્રિલે એ જ્યારે બાઈસરન વેલી ફરવા ગઈ હતી. ત્યારે હુમલા બાદ જારી કરાયેલા આતંકીઓના સ્કેચ પૈકીના એક એ તેમને ખચ્ચર રાઈડ કરાવી હતી.
મહિલા પ્રવાસીએ દાવો કર્યો કે એ સંદિગ્ધ ખચ્ચર રાઈડવાળાએ તેમને અનેક અજીબ સવાલ કર્યા હતા. જેમા ધર્મ, ધાર્મિક સ્થળોની યાત્રા અને મિત્રોની ધાર્મિક ઓળખ સહિતના પ્રશ્નો સામેલ હતા. મહિલા પ્રવાસીએ તેના ફોનમાં રહેલા વ્હોટ્સએપ ગૃપના સ્ક્રીનશોટમાં દેખાડ્યુ. જેમા તેના મિત્રોએ પણ એ સંદિગ્ધની ઓળખ કરી રહ્ય છે. ફોટોમાં એક વ્યક્તિ મરૂન કલરની જેકેટ અને પાઈજામો પહેરેલ દેખાઈ રહ્યો છે.
મહિલાએ જણાવ્યુ કે આ શખ્સ તેમને પૂછી રહ્યો હતો કે શું તેઓ ક્યારેય અજમેર દરગાહ કે અમરનાથ યાત્રા પર ગયા છે, જ્યારે મહિલાએ જણાવ્યુ કે તેમણે અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન તો કરાવ્યુ છે પરંતુ હજુ સુધી ગઈ નથી તો સંદિગ્ધે જણાવ્યુ કે તમે રજિસ્ટ્રેશન ન કરાવો, તમે બસ તારીખ જણાવો, અમારો માણસ તમને લેવા આવી જશે. આ વાતચીત દરમિયાન જ્યારે મહિલા પ્રવાસીએ તેનો ફોન નંબર માગ્યો તો એ વ્યક્તિએ કહ્યુ કે તેનો ફોન ખરાબ છે અને તેમાં બહુ અવાજ આવે છે.
“પ્લાન A બ્રેક ફેલ, પ્લાન B 35 બંદૂકો મોકલી છે”
જે બાદ આ વ્યક્તિના ફોન પર એક કોલ આવ્યો, જેમા મહિલાએ પ્લાન A અને પ્લાન B જેવી કોડેડ વાતો સાંભળી, કોલમાં કહી રહ્યો હતો કે “પ્લાન A બ્રેક ફેલ, પ્લાન B- 35 બંદૂકો મોકલી છે, ઘાસમાં છુપાવી છે.” જે બાદ જ્યારે આ સંદિગ્ધને એવુ લાગ્યુ કે મહિલા તેની વાતો ધ્યાનથી સાંભળી રહી છે તો તેણે તેની સ્થાનિક ભાષામાં વાતો કરવાનું શરૂ કરી દીધુ,

તમને હિંદુ ધર્મ વધુ પસંદ છે કે મુસ્લિમ?
મહિલા પર્યટકે જણાવ્યુ કે જે બાદ એ વ્યક્તિએ મહિલાને પૂછ્યુ કે તમને હિંદુ ધર્મ વધુ પસંદ છે કે મુસ્લિમ, મહિલા પર્યટકે જવાબ આપ્યો કે બંને ધર્મ પસંદ છે. ત્યારે આ સંદિગ્ધ વ્યક્તિએ બીજો સવાલ કર્યો કે કેટલા હિંદુ મિત્રો છે અને કેટલા મુસ્લિમ મિત્રો છે? જે બાદ એ પણ પૂછ્યુ કે શું ક્યારેય કુરાન વાંચી છે? મહિલાએ કહ્યુ કે મને ઉર્દુ નથી આવડતી, એટલે મે કુરાન નથી વાંચી તો આ વ્યક્તિએ જવાબ આપ્યો કે હિંદીમાં પણ ઉપલબ્ધ છે. જે બાદ મહિલાને ત્યાં ડર લાગવા લાગ્યો.
20 એપ્રિલે જ થઈ જવાનો હતો આતંકી હુમલો
મહિલા પર્યટકે એવો પણ દાવો કર્યો છે કે ઘટનાસ્થળે એ દિવસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હતી અને 20 એપ્રિલે જ હુમલો થવાની શક્યતા હતી. પરંતુ કોઈ કારણોવશ ટળી ગયો હતો. તેમણે જણાવ્યુ કે તેમના મિત્ર આ ઘટનાથી ડરેલા છે અને ખુલીને સામે આવવા નથી માગતા. પરંતુ વ્હોટ્સઅપ ચેટમાં તે લોકોએ આ આતંકીને ઓળખી લીધો છે.
