બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત

25 એપ્રિલ, 2025

જ્યારે પણ પૌષ્ટિક ખોરાકની વાત આવે છે, ત્યારે સૌ પ્રથમ ડોકટરોથી લઈને આરોગ્ય નિષ્ણાતો સુધી દરેક વ્યક્તિ ડ્રાયફ્રૂટ્સ ખાવાની ભલામણ કરે છે.

ડ્રાયફ્રુટમાં પણ, ખાસ કરીને બદામ. તે પ્રોટીન, ફાઇબર, હેલ્ઘી, વિટામિન ઇ, મેગ્નેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.

લોકો બદામ ખૂબ જ શોખથી ખાય છે. પરંતુ તેમને સંગ્રહિત કરતા પહેલા, શું તમે ક્યારેય વિચાર્યું છે કે બદામને બગડવામાં કેટલા દિવસ લાગે છે?

જો નહીં, તો આજે અમે તમને જણાવીશું કે બદામ કેટલા દિવસમાં બગડે છે.

તમને જણાવી દઈએ કે, બદામની શેલ્ફ લાઈફ ઘણી લાંબી હોય છે. પરંતુ જો તમે તેમને યોગ્ય રીતે સંગ્રહિત કરો છો તો તે લાંબા સમય સુધી સારા રહે છે. એવું માનવામાં આવે છે કે જો બદામને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો તે બે વર્ષથી વધુ સમય સુધી ખાવા યોગ્ય રહે છે.

જો તમે કાચા બદામને રેફ્રિજરેટર અથવા ફ્રીઝરમાં રાખો છો, તો તે બે વર્ષથી વધુ સમય સુધી ખાવા યોગ્ય રહે છે.

જો તમે બદામ શેકીને સંગ્રહિત કરો છો, તો તે એક વર્ષ સુધી સ્વાદિષ્ટ રહે છે. શેક્યા પછી એરટાઇટ કંન્ટેનરમાં સંગ્રહિત કરીને ફ્રિજમાં આવે તો તે જલદી બગડતી નથી.

પરંતુ જો તમે બદામ લાવીને રસોડામાં રાખો છો, તો તે 1 મહિના એટલે કે 30 દિવસમાં બગડવા લાગે છે.

ધ્યાનમાં રાખો કે જો બદામ ખાતી વખતે ખાટી લાગે છે, તો તે ખરાબ થઈ ગઇ છે એમ સમજવું.