AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lottery Fraud: તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે ! જો આવો મેસેજ કે કોલ આવે તો રહો સાવધાન, જુઓ Video

લોકો સાથે ઓનલાઈન છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તમને લોટરી (Lottery Fraud) લાગી છે તેવા કોલ, મેસેજ અને ઈમેઈલ હાલમાં લોકોને આવી રહ્યા છે અને તેના દ્વારા છેતરેપિંડી કરવામાં આવી રહી છે.

Lottery Fraud: તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે ! જો આવો મેસેજ કે કોલ આવે તો રહો સાવધાન, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 11:54 AM
Share

છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. બેંકિંગથી લઈને લગભગ બધા જ કામ ઓનલાઈન થઈ રહ્યા છે. તેથી ફ્રોડ કરનારા લોકોએ પણ ઓનલાઈન છેતરપિંડી (Cyber Crime) કરવાનું શરૂ કર્યું છે. લોકો સાથે ઓનલાઈન છેતરપિંડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તમને લોટરી (Lottery Fraud) લાગી છે તેવા કોલ, મેસેજ અને ઈમેઈલ હાલમાં લોકોને આવી રહ્યા છે અને તેના દ્વારા છેતરેપિંડી કરવામાં આવી રહી છે.

તમારે કંપનીના નિયમોનું પાલન કરવું પડશે

તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે આ પ્રકારનો મેસેજ અથવા તો મોબાઈલ પર કોલ આવે છે. તેમાં કહેવામાં આવે છે કે આ રૂપિયા મેળવવા માટે તમારે કંપનીના નિયમોનું પાલન કરવું પડશે. મેસેજમાં કહેવામાં આવે છે કે તમે લોટરી મેનેજરને સામાન્ય કોલ કરી શકતા નથી, તેથી તમારે વોટ્સએપ કોલ દ્વારા તેમનો સંપર્ક કરવો પડશે.

પ્રોસેસિંગ ફી જમા કરાવો

કોલ પર કહેવામાં આવે છે કે તમે લોટરીમાં જીતેલી રકમ મેળવવા માટે પ્રોસેસ કરવાની રહે છે. તેના માટે કેટલીક રકમ પ્રોસેસિંગ ફી તરીકે જમા કરવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત લોટરી ઇનામની સમાપ્તિ તારીખ ટાંકીને વ્યક્તિગત માહિતી અને ડિપોઝિટ ફીની પણ માંગણી કરે છે. આ રકમ રોકડમાં અથવા સ્કેમર્સ દ્વારા નિયંત્રિત બેંક ખાતામાં કરવાની માગ કરવામાં આવે છે અને છેતરપિંડી કરનારાઓ ખોટી રીતે પૈસા પડાવી લે છે.

થોડી બેદરકારી તમને કોઈ મોટા નુકસાનમાં ફસાવી શકે

તેથી જો તમને આવી કોઈ લોટરી જીતવા અંગે છેતરપિંડી કરનારાઓ તરફથી ફોન કોલ, ઈમેઈલ, મેસેજ મળે તો તરત જ સાવધાન થઈ જાઓ. તમારી થોડી બેદરકારી તમને કોઈ મોટા નુકસાનમાં ફસાવી શકે છે. જો તમને ફેક મેઈલ મળે છે, તો સૌથી પહેલા તેની ભાષા અને લખવાની રીતને ધ્યાનથી જુઓ, તમને ખબર પડી જશે કે આ મેઈલ નકલી છે.

આ પણ વાંચો : Fake Job Offer Fraud: નોકરી આપવાના નામે તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જાણો શું ધ્યાન રાખવું, જુઓ Video

આ રીતે રહો સાવચેત

1. બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, ફોન અથવા ઈમેઈલ જેવી તમારી અંગત માહિતી જાહેર કરશો નહીં કારણ કે તેનાથી ડેટાની ચોરી થઈ શકે છે.

2. શંકાસ્પદ ઈમેઈલનો જવાબ આપશો નહીં અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં કારણ કે તેમાં વાયરસ હોઈ શકે છે.

3. છેતરપિંડી કરનાર દ્વારા મોકલવામાં આવેલ ઓનલાઈન ફોર્મ ક્યારેય ભરશો નહીં.

4. લોટરીના રૂપિયા લેવા માટે ક્યારેય કોઈને એડવાન્સ ફી ન આપો.

5. જો તમે લોટરીમાં ભાગ લીધો નથી તો તમે ક્યારેય લોટરી જીતી શકશો નહીં.

6. જો કોઈ તમને તમારી અંગત માહિતી, બેંકની વિગતો અથવા OTP પૂછે તો આપવો નહીં.

7. બેંક કે તેમના અધિકારીઓ ક્યારેય તમારી પાસેથી OTP માંગતા નથી, તેથી જો કોઈ તમારી સાથે આવું કંઈક કરવાનો પ્રયાસ કરે છે, તો તમારે તરત જ સાવધાન થઈ જવું જોઈએ.

8. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
રાજ્યમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત વ્યવસ્થા
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">