AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન! ફોન ગરમ થશે અને બેંક એકાઉન્ટ ખાલી…મુંબઈમાં સાયબર ઠગોની આ નવી ટ્રીક જાણી લો, નહીં તો પસ્તાશો!

મુંબઈમાં સાયબર ક્રિમિનલ્સે લૂંટનો એવો રસ્તો અપનાવ્યો છે કે યુઝર્સને ખબર પણ નથી પડતી અને એકાઉન્ટ સાફ થઈ જાય છે. આ સ્કેમ દરમિયાન ફોન કેમ ગરમ થાય છે? તમારા ફોનમાં કયા 5 સંકેતો દેખાય તો સમજી લેવું કે તમે ટાર્ગેટ પર છો?

| Updated on: Jun 16, 2026 | 3:18 PM
Share
ડિજિટલ દુનિયામાં સાયબર ગુનેગારો દરરોજ સામાન્ય લોકોને લૂંટવા માટે નવા કિમીયા શોધતા રહે છે. હાલમાં જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને કોઈપણ ચોંકી જશે. એક વ્યક્તિ ફેસબુક પર મહિલાઓના ફોટા જોઈ રહ્યો હતો અને અચાનક તેના બેંક એકાઉન્ટમાંથી ₹70,000 સાફ થઈ ગયા. સૌથી હેરાન કરનારી વાત એ હતી કે આ દરમિયાન તેનો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હતો, પણ તેણે તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દીધો.

1 / 5
મુંબઈ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના સોમવાર, 15 જૂનના રોજ બની હતી. પીડિત વ્યક્તિ જ્યારે સોશિયલ મીડિયા પર સ્ક્ર્રોલ કરી રહ્યો હતો, ત્યારે તેણે એક અજાણી પણ આકર્ષક લિંક સાથે જોડાયેલા ફોટા પર ક્લિક કર્યું. આ એક ક્લિક જ તેના માટે બરબાદીનું કારણ બન્યું. આ લિંક દ્વારા સાયબર ક્રિમિનલ્સે તેના સ્માર્ટફોનનો પૂરેપૂરો એક્સેસ અને કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને પીડિતને ખબર પડે તે પહેલાં ધડાધડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને હજારો રૂપિયા ઉડાવી દીધા.

2 / 5
નિષ્ણાતોના મતે, જ્યારે પણ તમારો સ્માર્ટફોન કોઈ અજાણ્યા વાયરસ કે માલવેરનો શિકાર બને છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં આપોઆપ ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય છે. હેકર્સ તમારા ડેટાની ચોરી કરવા માટે ફોનના પ્રોસેસરનો ભારે ઉપયોગ કરે છે, જેના કારણે ફોન અચાનક અસાધારણ રીતે ગરમ થવા લાગે છે. આ સિવાય ઇન્ટરનેટ ડેટાનો વપરાશ ઝડપથી વધી જાય છે અને ફોનની સ્ક્રીન પર અજાણી એપ્સ અને પોપ-અપ જાહેરાતોનો મારો શરૂ થઈ જાય છે.

3 / 5
જો તમારા ફોનમાં પણ આ લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઈ જાવ: (1) ફોનનું કારણ વગર અતિશય ગરમ થવું, (2) કોઈ પણ કારણ વગર ઇન્ટરનેટ ડેટા ઝડપથી પૂરો થઈ જવો, (3) ફોનની સ્ક્રીન પર વારંવાર પોપ-અપ એડ્સ આવવી, (4) સ્માર્ટફોન અચાનક ખૂબ જ  ધીમો થઈ જવો અને (5) સૌથી ખતરનાક - ફોનની ડિસ્પ્લે પર માઈક્રોફોન કે કેમેરાનું આઈકન આપોઆપ ઓન દેખાવું, જેનો અર્થ છે કે કોઈ તમારી ગુપ્ત વાતો સાંભળી કે જોઈ રહ્યું છે.

4 / 5
આવા સાયબર ફ્રોડથી બચવા માટે ક્યારેય પણ અજાણ્યા મેસેજ, ઈમેલ કે સોશિયલ મીડિયા પોસ્ટમાં આપેલી લિંક પર ક્લિક ન કરો. ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર સિવાય ક્યાંયથી પણ (થર્ડ પાર્ટી) એપ્સ ડાઉનલોડ ન કરો. કોઈપણ એપને ઇન્સ્ટોલ કરતી વખતે બધી જ પરમિશન (એક્સેસ) આપવાની ભૂલ ન કરો. તમારો ગુપ્ત પાસવર્ડ કે OTP ક્યારેય કોઈની સાથે શેર ન કરો. જો કમનસીબે તમારી સાથે આવો કોઈ ફ્રોડ થાય, તો તરત જ મોડું કર્યા વગર સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવો.

5 / 5

ટ્રમ્પની ચિંતા વધી! દુનિયાની સેન્ટ્રલ બેંકોએ અમેરિકાને આપ્યો મોટો ઝટકો, ડૉલર છોડી સોના તરફ કેમ વળ્યા લોકો?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં સૂપમાંથી નીકળ્યું જીવડું ! જુઓ-Video

કોવાયા ગામમાં સિંહણના હુમલાની હૃદયદ્રાવક ઘટના

કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા

રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા

ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ

સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી

NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

g clip-path="url(#clip0_868_265)">