AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 વર્ષ બાદ થયો આવો ચમત્કાર! કોહલીની બરાબરી અને સચિનના ક્લબમાં એન્ટ્રી, પડિક્કલે રચ્યો ‘નવો ઈતિહાસ’

શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલે શાનદાર સદી ફટકારીને કમાલ કરી દીધી છે. શ્રીલંકન ફિલ્ડરો તરફથી મળેલા બે જીવનદાનનો પૂરો ફાયદો ઉઠાવીને તેણે પોતાની કરિયરની બીજી ટેસ્ટ સદી પૂરી કરી. આ સાથે જ શ્રીલંકામાં સદી ફટકારવાના મામલે તેણે વિરાટ કોહલીની પણ બરાબરી કરી લીધી છે.

7 વર્ષ બાદ થયો આવો ચમત્કાર! કોહલીની બરાબરી અને સચિનના ક્લબમાં એન્ટ્રી, પડિક્કલે રચ્યો 'નવો ઈતિહાસ'
Image Credit source: Cricinfo
| Updated on: Aug 23, 2026 | 8:35 PM
Share

દેવદત્ત પડિક્કલે પોતાનું શાનદાર ફોર્મ કોલંબોમાં પણ જાળવું રાખ્યું. રવિવારે 23 ઓગસ્ટના રોજ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા તરફથી નંબર 3 પર બેટિંગ કરવા આવેલા પડિક્કલે શાનદાર ઈનિંગ રમી. પડિક્કલે 168 બોલમાં 10 ચોગ્ગાની મદદથી પોતાની ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી.

પડિક્કલે શ્રીલંકન ખેલાડીઓ દ્વારા આપવામાં આવેલા બે જીવનદાનનો પૂરતો ફાયદો ઉઠાવ્યો. પડિક્કલને પહેલું જીવનદાન ખાતું ખોલાવ્યા વિના અને બીજું જીવનદાન એક રનના વ્યક્તિગત સ્કોર પર મળ્યું હતું. જણાવી દઈએ કે, ચોથી ટેસ્ટમાં પડિક્કલે પોતાની બીજી સદી ફટકારી દીધી છે. તેને સાઈ સુદર્શનની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી હતી.

7 વર્ષ પછી નંબર-3 બેટ્સમેને આ કામ કર્યું

ભારત તરફથી નંબર 3 પર બેટિંગ કરતા 7 વર્ષ પછી કોઈ ખેલાડીએ બેક ટુ બેક ટેસ્ટ સદી ફટકારી. આ પહેલા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2018-19 દરમિયાન ચેતેશ્વર પૂજારાએ બેક ટુ બેક સદી ફટકારી હતી.

પૂજારાએ MCG ટેસ્ટની પહેલી ઈનિંગમાં 106 અને સિડની ટેસ્ટની પહેલી ઈનિંગમાં 193 રનની ઈનિંગ રમી હતી. પડિક્કલે ગાલે ટેસ્ટની પહેલી ઈનિંગમાં 167 અને કોલંબો ટેસ્ટની પહેલી ઈનિંગમાં 117 રનની ઈનિંગ રમી. તેણે પોતાની આ ઈનિંગમાં 12 ચોગ્ગા લગાવ્યા.

પડિક્કલે શ્રીલંકામાં આ મામલે કોહલીની બરાબરી કરી

પડિક્કલે ગાલે ટેસ્ટ મેચમાં બંને ઈનિંગ્સ મળીને જ્યાં 200 થી વધુ રન બનાવ્યા, ત્યાં કોલંબો ટેસ્ટમાં પણ હવે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગમાં તેના બેટથી 117 રનની સદીની ઈનિંગ જોવા મળી. આ સાથે જ પડિક્કલ હવે શ્રીલંકામાં ભારતીય ખેલાડી તરીકે સૌથી વધુ ટેસ્ટ સદી લગાવવાના મામલે વિરાટ કોહલીની બરાબરી પર આવી ગયો છે.

આ લિસ્ટમાં 5 સદીની ઈનિંગ સાથે સચિન તેંડુલકર પ્રથમ સ્થાન પર બિરાજમાન છે. પડિક્કલ ઉપરાંત વિરાટ કોહલીએ પણ શ્રીલંકામાં ટેસ્ટમાં બે સદીની ઈનિંગ્સ રમી છે. આ સિવાય વિનોદ કામ્બલી, મોહમ્મદ અઝહરુદ્દીન, નવજોત સિંહ સિદ્ધુ, અજિંક્ય રહાણેના બેટથી પણ 2 સદીની ઈનિંગ્સ જોવા મળી છે. વિરેન્દ્ર સહેવાગ, શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાએ શ્રીલંકામાં ટેસ્ટમાં ત્રણ સદીની ઈનિંગ્સ રમી છે.

ગિલે ઈતિહાસના પાનામાં નોંધાવ્યું નામ, કોલંબોમાં 7 રન બનાવતાની સાથે જ ‘મોટી સિદ્ધિ’ હાંસલ કરી

Follow Us
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે
Breaking News: રાજકોટમાં પદ્મિની બા વાળાનો વધુ એક વિવાદ આવ્યો સામે
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો
સુરતના વેસુમાં બ્લિન્કિટ સ્ટોર પરથી ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">