Gujarati News » Sports » Hardik pandya having fun in the swimming pool with his wife natasha and son agatsya see photos
પત્નિ નતાશા અને પુત્ર અગત્સ્ય સાથે સ્વિંમીંગ પુલમાં હાર્દિક પંડ્યાએ કરી મનભરી મસ્તી, જુઓ ફોટા
ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલના દિવસોમાં ચેન્નાઇમાં છે. પ્રથમ બંને ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનો હિસ્સો રહેલા પંડ્યાએ સોશિયલ મિડીયા પર તસ્વિરો શેર કરી છે. જેમાં તે પત્નિ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) અને પુત્ર અગત્સ્ય (Agatsya) સાથે મસ્તિ કરતો નજરે ચઢે છે.
ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલના દિવસોમાં ચેન્નાઇમાં છે. પ્રથમ બંને ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનો હિસ્સો રહેલા પંડ્યાએ સોશિયલ મિડીયા પર તસ્વિરો શેર કરી છે. જેમાં તે પત્નિ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) અને પુત્ર અગત્સ્ય (Agatsya) સાથે મસ્તિ કરતો નજરે ચઢે છે. હાર્દિક BCCI ની છુટ મુજબ પરિવાર સાથે હાલમાં ચેન્નાઇ (Chennai) માં છે. પંડ્યાને પ્રથમ ટેસ્ટની પ્લેયીંગ ઇલેવનમાં જગ્યા નહોતી મળી.
1 / 4
હાર્દિક પંડ્યા એ પોતાની અંતિમ ટેસ્ટ મેચ 2018માં રમ્યો હતો. જેના બાદ તે ઇજાથી પરેશાન રહ્યો હતો. પંડ્યા મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પરત ફર્યો છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં મેદાનમાં પરત ફરવા ઉત્સુક છે. પરંતુ પ્રથમ ટેસ્ટમાં મોકો મળ્યો નહોતો.
2 / 4
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સોશિયલ મિડીયા પર તસ્વિરો શેર કરતા લખ્યુ કે, ટુ કૂલ ફોર પુલ, મારો દિકરો વોટર બેબી છે.
3 / 4
2020ની શરુઆતમાં જ હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઇ કરી હતી. 30 જૂલાઇ 2020 એ નતાશા એ અગત્સ્યને જન્મ આપ્યો હતો. IPL અને ઓસ્ટ્રેલીયા પ્રવાસને લઇ ને ચાર માસ સુધી હાર્દિક તેના પુત્રથી દુર રહ્યો હતો.