ગૌતમ ગંભીરના વખાણ કરતા રવિચંદ્રન અશ્વિને રાહુલ દ્રવિડ પર કર્યો મોટો ખુલાસો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિને ફરી એકવાર નવા હેડ કોચ ગૌતમ ગંભીરના વખાણ કર્યા છે. આર અશ્વિને કહ્યું કે ગૌતમ ગંભીર ખૂબ જ શાંત છે. તો બીજી તરફ રાહુલ દ્રવિડ ખૂબ જ કડક કોચ હતા એવો પણ અશ્વિને દાવો કર્યો હતો.
ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ખેલાડી આર અશ્વિન ફરી એકવાર ચર્ચામાં છે. અશ્વિને તાજેતરમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત અપાવી હતી અને હવે આ ખેલાડીએ તેની હિન્દી યુટ્યુબ ચેનલ પર લાઈવ દરમિયાન કંઈક એવું કહ્યું છે જે ખરેખર આશ્ચર્યજનક છે.
આર અશ્વિનનો ‘યુ ટ્યુબ’ પર ખુલાસો
આર અશ્વિને ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ગંભીર કરતા વધુ કડક ગણાવ્યા હતા. અશ્વિને કહ્યું કે રાહુલ દ્રવિડ કડક કોચ હતો, પરંતુ ગંભીર રેન્ચોની જેમ મજેદાર કેરેક્ટર છે. 3 ઈડિયટ્સમાં રેન્ચો એક પાત્ર હતું જે આમિર ખાને ભજવ્યું હતું. તે ફિલ્મમાં આમિર તેની કારકિર્દીને લઈને કોઈ ટેન્શન લેતો ન હતો અને અશ્વિને ગંભીરને ટીમ ઈન્ડિયાનો રેન્ચો ગણાવ્યો હતો.
અશ્વિને ગંભીર-દ્રવિડને લઈ કહી મોટી વાત
અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘ગંભીર ખૂબ જ શાંત છે. હું તેને રિલેક્સ્ડ રેન્ચો કહેવાનું પસંદ કરું છું. તેની હાજરીમાં કોઈ દબાણ નથી હોતું. ગંભીર સવારે ટીમ મીટિંગને લઈને પણ ખૂબ જ મસ્ત રહે છે. અશ્વિને કહ્યું કે દ્રવિડનું વલણ કડક હતું. અશ્વિને ખુલાસો કર્યો કે દ્રવિડે બધુ જ ખૂબ જ વ્યવસ્થિત સેટ રાખ્યું હતું. દ્રવિડ ઈચ્છતો હતો કે એક બોટલ ચોક્કસ સમયે ચોક્કસ જગ્યાએ રાખવામાં આવે. આ બાબતમાં તે ખૂબ જ શિસ્તબદ્ધ હતો. અશ્વિને કહ્યું કે ગૌતમ ગંભીર બહુ કડક નથી, તે દરેકનું ધ્યાન રાખે છે અને ટીમના તમામ ખેલાડીઓ તેને પસંદ કરશે.
દ્રવિડે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું
રાહુલ દ્રવિડ ભલે કડક કોચ હતો, પરંતુ તેની કડકાઈએ જ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડ્યો. તે અઢી વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતો, જે દરમિયાન ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2022, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને વર્લ્ડ કપ ફાઈનલમાં હારી ગઈ હતી, પરંતુ તેની અંતિમ ટુર્નામેન્ટમાં દ્રવિડે ટીમ ઈન્ડિયાની ICC ટાઈટલના દુકાળનો અંત લાવ્યો અને ટ્રોફી જીતાડી.
ગૌતમ ગંભીર ખૂબ જ શાંત અને સરળ વ્યક્તિ
બીજી તરફ, ગૌતમ ગંભીર પર અશ્વિનનો ખુલાસો ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે ગૌતમ સામાન્ય રીતે ખૂબ ગંભીર દેખાય છે. તે એકદમ આક્રમક પણ લાગે છે પરંતુ અશ્વિને તેને ખૂબ જ શાંત અને સરળ ગણાવ્યો છે. ગૌતમ ભલે ગમે તેટલો ગંભીર હોય, સૌથી મહત્વની બાબત છે તે ટીમનું વાતાવરણ ખૂબ જ સારું રાખે છે, જો આવું જ રહેશે તો ટીમ ઈન્ડિયા સતત મેચો જીતશે અને આગામી ICC ટૂર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બનશે.
આ પણ વાંચો: T20 World Cup: ભારતીય ટીમ પ્રથમ વખત ટ્રોફી જીતવા તૈયાર હોવાનો કોચ-કેપ્ટનનો દાવો