Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ભારતીય ટીમ પ્રથમ વખત ટ્રોફી જીતવા તૈયાર હોવાનો કોચ-કેપ્ટનનો દાવો

મહિલા T20 વર્લ્ડ કપ ત્રીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે અને ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ માટે તૈયાર છે. ભારતીય ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે UAE જશે. હેડ કોચ અમોલ મજુમદાર અને કેપ્ટન હરમનપ્રીત કૌરે દાવો કર્યો છે કે તેમની તૈયારીઓ નક્કર છે.

T20 World Cup: ભારતીય ટીમ પ્રથમ વખત ટ્રોફી જીતવા તૈયાર હોવાનો કોચ-કેપ્ટનનો દાવો
Team India Coach & Captain
Follow Us:
| Updated on: Sep 24, 2024 | 7:33 PM

ICC મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી UAEમાં શરૂ થશે અને ટીમ ઈન્ડિયા તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયા 2020માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે તેનો પરાજય થયો હતો. જો કે, આ વખતે ટીમની તૈયારી પૂર્ણ છે અને પરિસ્થિતિઓ પણ અનુકૂળ છે, તેથી મુખ્ય કોચ અમોલ મજમુદાર સારા પ્રદર્શનનો દાવો કરી રહ્યા છે.

મહિલા T20 વર્લ્ડ કપની તૈયારીઓ પૂર્ણ

અમોલ મજુમદારે કહ્યું કે તેણે NCAમાં આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં ઘણી વસ્તુઓની ઓળખ કરી છે અને સાથે જ તેને નંબર 3 પર રમવા માટે એક બેટ્સમેન પણ મળ્યો છે. જો કે અમોલ મજુમદારે ત્રીજા નંબર પર રમનાર ખેલાડીનું નામ જાહેર નથી કર્યું, પરંતુ તેણે કહ્યું કે, સરપ્રાઈઝ T20 વર્લ્ડ કપમાં જ બધાને ખબર પડશે.

19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની
Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી

હેડ કોચ અમોલ મજુમદારનો દાવો

અમોલ મજુમદારે કહ્યું, ‘અમે દરેક વસ્તુ માટે તૈયાર છીએ, અમે 10 દિવસમાં નેટ્સમાં પ્રેક્ટિસ સાથે પાંચ મેચ પણ રમ્યા. અમારા ટોચના 6 બેટ્સમેન શ્રેષ્ઠ છે. તેમની બેટિંગ શૈલી અલગ છે. અમે નંબર 3 બેત્ર શોધી કાઢ્યો છે અને જ્યારે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત થશે ત્યારે અમે તેની જાહેરાત કરીશું. અમોલ મજુમદારે કહ્યું કે જ્યાં સુધી UAEની પરિસ્થિતિનો સંબંધ છે, તો ત્યાંનું વાતાવરણ લગભગ ભારત જેવુ જ હોય છે.

હરમનપ્રીતને ટીમમાં વિશ્વાસ

હરમનપ્રીત કૌરે પણ ટીમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તે એ વાતથી નારાજ છે કે ટીમ ઈન્ડિયા ખિતાબની ખૂબ નજીક આવી ગઈ છે અને ત્રણ વખત ચૂકી ગઈ છે પરંતુ આ વખતે તેને વિશ્વાસ છે કે આ ટીમ જીતશે. હરમનપ્રીતે કહ્યું કે તેની ટીમની તૈયારી ઘણી સારી છે અને દરેક ખેલાડીએ ફિટનેસ અને ફિલ્ડિંગ પર ઘણું ધ્યાન આપ્યું છે.

મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમઃ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટિલ, સજના સજીવન.

આ પણ વાંચો: ઈરાની કપઃ પૃથ્વી શોને મુંબઈની ટીમમાં મળ્યું સ્થાન, સરફરાઝ ખાનની નહીં થઈ પસંદગી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">