સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે સનસનાટીભર્યા કરાર બાદ પેટ કમિન્સની પ્રથમ પ્રતિક્રિયા, વીડિયો થયો વાયરલ
કમિન્સ, જેમણે ગયા વર્ષે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરન દ્વારા ₹18.5 કરોડમાં સેટ કરેલા રેકોર્ડને તોડ્યો હતો, તે હાલમાં સાતમાં આસમાને છે તેણે દુબઈમાં થયેલા આઈપીએલ ઓક્શન પર અને પોતાના પર લાગેલી સૌથી મોટી બોલી પર મહત્વની પ્રતિક્રિયા આપી છે.
પેટ કમિન્સ માટે કેવું વર્ષ રહ્યું ? વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી, એશિઝ જાળવી રાખ્યું, ઓસ્ટ્રેલિયાને છઠ્ઠા વર્લ્ડ કપના ખિતાબ સુધી પહોંચાડ્યું અને હવે IPLના ઈતિહાસમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. સનરાઇઝર્સ હૈદરાબાદ ₹20-કરોડના માર્જિનનો ભંગ કરનાર પ્રથમ ટીમ બની અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટનને ખરીદવા માટે ₹20.5 કરોડનો ખર્ચ કર્યો. સાત વર્ષ પહેલાં 2023માં છેલ્લી વખત IPL ટાઇટલ જીત્યા પછી, SRH કમિન્સને જ કેપ્ટન બનાવશે જેથી તે ફરી ટાઈટલ જીતી શકે.
કમિન્સ, જેમણે ગયા વર્ષે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરન દ્વારા ₹18.5 કરોડમાં સેટ કરેલા રેકોર્ડને તોડ્યો હતો, તે હાલમાં સાતમાં આસમાને છે તેણે દુબઈમાં થયેલા આઈપીએલ ઓક્શન પર અને પોતાના પર લાગેલી સૌથી મોટી બોલી પર મહત્વની પ્રતિક્રિયા આપી છે.
PAT
Welcome, Cummins! #HereWeGOrange pic.twitter.com/qSLh5nDbLM
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
પેટ કમિન્સે વીડિયો શેયર કરીને જણાવ્યું છે કે, “આગામી IPL સિઝન માટે SRH માં જોડાવા માટે ખુબ ઉત્સાહિત છું. . મેં ઓરેન્જ આર્મી વિશે ઘણું સાંભળ્યું છે, હૈદરાબાદમાં થોડીવાર રમ્યો છું. શરૂઆત કરવા માટે રાહ જોઈ શકતો નથી. બીજા ઑસ્ટ્રેલિયન ટ્રેવિસ હેડને ત્યાં જોવા માટે ખૂબ જ આનંદ થયો. મને લાગે છે કે અમે આ સિઝનમાં ઘણી મજા કરીશું અને આશા છે કે પુષ્કળ સફળતા મળશે,” કમિન્સે તેમના સત્તાવાર X હેન્ડલ પર SRH દ્વારા શેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું.
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનને ખરીદવા માટે હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે ઘમાસાણ જોવા મળ્યુ હતુ. 2 કરોડની બેસ પ્રાઈઝવાળા પેટ કમિન્સને ખરીદવા માટે એક સમયે આંકડો 10 કરોડ પર પહોંચ્યો હતો. કાવ્યા મારન અને પ્રથમેશ મિશ્રા વચ્ચે પેટ કમિન્સને ખરીદવા માટે બરાબરની ટક્કર થઈ અને અંતે કાવ્યા મારનની જીત થઈ. પેટ કમિન્સ હૈદરાબાદની ટીમમાં આવતા જ કાવ્યા મારન ખુશખુશાલ જોવા મળી, તેના રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: શાહબાઝ સનરાઇઝર્સ માટે રમશે, RCBમાં મયંક ડાગરની એન્ટ્રી RCB અને SRH વચ્ચે થયો ટ્રેડ