Ajinkya Rahane Catch Video : હવામાં ઉછળી અજિંક્ય રહાણે એક હાથે પકડયો કેચ, સ્ફૂર્તી બતાવીને બેટ્સમેનને મોકલ્યો પવેલિયન, જુઓ Video
India vs West Indies 2nd Test: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ વરસાદને કારણે નિરસ રહ્યો હતો. પણ આખા દિવસમાં અશ્વિનની જાદુઈ બોલિંગ અને રહાણેનો જબરદસ્ત કેચ ચર્ચામાં રહ્યા હતા.

Port of Spain : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી મેચ બોલર્સ માટે સંઘર્ષપૂર્ણ સાબિત થઈ છે. ત્રીજા દિવસે પણ બોલર્સને પીચ તરફથી કોઈ મદદ મળી ના હતી. વિકેટ લેવા માટે બેટ્સમેનની ભૂલ, જાદુઈ બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગની જરુર પડી હતી. ત્રીજા દિવસે અજિકંય રહાણેએ (Ajinkya Rahane) શાનદાર કેચ પકડીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેના સ્ટનિંગ કેચનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ત્રીજા દિવસે વિન્ડીઝ ખેલાડીઓએ સારી શરુઆત કરી હતી. વિન્ડીઝ બેટ્સમેનો રન વધારે બનાવવાને સ્થાને વિકેટ બચાવવામાં લાગ્યા હતા. જેના કારણે ભારતીય બોલર્સને વિકેટ લેવામાં મુશ્કેલી થઈ હતી. ત્રીજા સેશનમાં રવીન્દ્ર જાડેજાએ ભારતીય ટીમને મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી. આ વિકેટ પાછળ અજિંક્ય રહાણેની મોટી ભૂમિકા હતી.
આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટમાંથી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મોટી રાહત, એશિયન ગેમ્સમાં જવાનો રસ્તો થયો સાફ
સ્ફૂર્તી બતાવી રહાણેએ પકડયો સ્ટનિંગ કેચ
Good sharp catch from Rahane 👏👏👏 pic.twitter.com/NNA1D0e7Bo
— Raja 🇮🇳 (@Raja15975) July 22, 2023
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ભારતીય ટીમના ટેસ્ટના ઉપ કપ્તાન અજિંક્ય રહાણે પોતાની બંને ઈનિંગમાં નિષ્ફળ રહ્યા હતા. પણ તેને બીજી ટેસ્ટમાં પોતાની ફિલ્ડિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. ત્રીજા દિવસે ત્રીજા સેશનની શરુઆત જર્મેન બ્લેકવુડે ચોગ્ગાફી કરી હતી. રવીન્દ્ર જાડેજાની ઓવરમાં ત્રીજી બોલ પર બ્લેકવુડે ડિફેન્સ કર્યુ પણ બેટના કિનારા પર લાગીને બોલ સ્લીપમાં પહોંચ્યો હતો.
આ પણ વાંચો : IND vs BAN: મેચ ટાઈ થઈ છતાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર ઓવર કેમ ના થઈ? જાણો કારણ
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ભારતીય ટીમના ટેસ્ટના ઉપ કપ્તાન અજિંક્ય રહાણે પોતાની બંને ઈનિંગમાં નિષ્ફળ રહ્યા હતા. પણ તેને બીજી ટેસ્ટમાં પોતાની ફિલ્ડિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. ત્રીજા દિવસે ત્રીજા સેશનની શરુઆત જર્મેન બ્લેકવુડે ચોગ્ગાફી કરી હતી. રવીન્દ્ર જાડેજાની ઓવરમાં ત્રીજી બોલ પર બ્લેકવુડે ડિફેન્સ કર્યુ પણ બેટના કિનારા પર લાગીને બોલ સ્લીપમાં પહોંચ્યો હતો.
અજિંક્ય રહાણેના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે કુલ 85 ટેસ્ટ મેચની 144 ઈનિંગમાં 5077 રન બનાવ્યા છે. તેણે ભારતીય ટીમ માટે 12 સેન્ચુરી અને 26 ફિફટી પણ ફટકારી છે.